ગેંગરેપ વિશે ચર્ચા કરતાં પણ ઘૃણા આવે છે, આ એક ભયાવહ ઘટના:બિગ બી

News18 Gujarati
Updated: April 19, 2018, 4:45 PM IST
ગેંગરેપ વિશે ચર્ચા કરતાં પણ ઘૃણા આવે છે, આ એક ભયાવહ ઘટના:બિગ બી
મને આ વિષય પર ચર્ચા કરવામાં પણ ઘૃણા આવે છે. આ વિશે મને ન પુછો. આ વાત કરવામાં પણ ઘણી જ ભયાવહ છે

મને આ વિષય પર ચર્ચા કરવામાં પણ ઘૃણા આવે છે. આ વિશે મને ન પુછો. આ વાત કરવામાં પણ ઘણી જ ભયાવહ છે

  • Share this:
મુંબઇ: મહિલાઓ અને બાળકો સાથે વધી રહેલાં ગુનાઓ અંગે  દેશભરમાં લોકો ગુસ્સે છે. કઠુઆ ઉન્નાવ અને સુરતની રેપ ઘટનાઓ પર ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાનો ગુસ્સો જાહેર કરી ચુક્યા છે. હવે આ મુદ્દે મહાનાયક અમિતાભ બચ્ચને તેમનું રિએક્શન આપ્યું છે.

ફિલ્મ 102 નોટ આઉટનાં સોન્ગ લોન્ચ સમયે અમિતાભ બચ્ચનને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો કે, તે 'બેટી બચાઓ બેટી પઢાવો'નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. આજકાલ દીકરીઓ સાથે જે યૌન ઉત્પીડનની ઘટનાઓ થઇ રહી છે તેનાંથી દેશ હચમચી ગયો છે. આવા અપરાધ વિશે તમે શું વિચારો છો?

તેનાં જવાબમાં અમિતાભ બચ્ચને દુ:ખી મનથી કહ્યું કે, મને આ વિષય પર ચર્ચા કરવામાં પણ ઘૃણા આવે છે. આ વિશે મને ન પૂછો. આ વાત કરવામાં પણ ઘણી જ ભયાવહ છે.

બેટી બચાઓ બેટી પઢાઓનાં બ્રાન્ડ એમ્બેસેડર છે બિગ બી

આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના 'બેટી બચાઓ બેટી પઢાઓ'નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ઘણાં મંચ પર દીકરીઓનાં હકમાં બોલતા આવ્યાં છે. તેઓ સમાજમાં દીકરીઓ અને દીકરાઓને સમાન હક મળવો જોઇએ તેની વકાલત પણ કરી ચુક્યા છે.

નવ્યા અને આરાધ્યા માટે લખ્યો હતો પત્રએટલું જ નહીં ગત વર્ષે તેમણે તેમની દોહીત્રી નવ્યા નવેલી નંદા અને પૌત્રી આરાધ્યા માટે એક ઓપન લેટર લખ્યો હતો. જેમાં તેમણે દીકરીઓને સક્ષમ બનવા અને સમાજથી ન ડરવા. પોતાનાં નિર્ણય જાતે જ લેવાની સલાહ આપી હતી.
Published by: Margi Pandya
First published: April 19, 2018, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading