કોવિડ-19: સરકાર પર વરસ્યા અનુપમ ખેર- ઇમેજ બનાવવાથી વધુ જરૂરી છે જીવ બચાવવા

News18 Gujarati
Updated: May 13, 2021, 7:06 AM IST
કોવિડ-19: સરકાર પર વરસ્યા અનુપમ ખેર- ઇમેજ બનાવવાથી વધુ જરૂરી છે જીવ બચાવવા
(તસવીર સાભારઃ Instagram/Anupam Kher)

અનુપમ ખેરે સ્વીકાર્યું કે, સરકારથી સ્વાસ્થ્ય સંકટના પ્રબંધનમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગઈ છે

  • Share this:
નવી દિલ્હી. બોલિવૂડ એક્ટર અનુપમ ખેર (Anupam Kher)એ બુધવારે કહ્યું કે, કોવિડ-19 (Covid-19)ની બીજી લહેરના કારણે દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ઠેરવવી જરૂરી છે અને કહ્યું કે અધિકારીઓની સાર્વજનિક ટીકા અનેક મામલાઓમાં યોગ્ય છે. નરેન્ર્ મોદીની નેતૃત્વવાળી સરકાર (Modi Government)ના નજીકના મનાતા દિગ્ગજ એક્ટરે કહ્યું કે સરકાર માટે સમય એ સમજવાનો છે કે છબિ સુધારવા કરતાં વધુ જરૂરી જીવન બચાવવા છે.

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એફટીઆઇઆઇના પૂર્વ ચેરપર્સને કહ્યું કે, સરકારથી સ્વાસ્થ્ય સંકટના પ્રબંધનમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગઈ છે, પરંતુ બીજી રાજકીય પાર્ટીઓ દ્વારા આ ખામીઓનો ફાયદો ઉઠાવવો પણ ખોટી બાબત છે.

આ પણ જુઓ, ‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો...’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો Video Message

ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને એવું પૂછવામાં આવ્યું કે સરકારના પ્રયાસ હજુ રાહત આપવાને બદલે પોતાની છબિ તથા સમજને કાયમ રાખવા પર વધુ છે તો નેશનલ એવોર્ડ વિનર અભિનેતાએ કહ્યું કે, સરકાર માટે આવશ્યક છે કે તેઓ આ પડકારનો સામનો કરે અને એ લોકો માટે કંઈક કરે જેઓએ તેમને ચૂંટ્યા છે.

આ પણ વાંચો, ‘રાધે’થી લઈ ‘ધ લાસ્ટ અવર’ સુધી, આ સપ્તાહે ઘરે બેઠા માણો આ ફિલ્મોનો આનંદ

અનુપમ ખેરે ગંગા અને અન્ય નદીઓમાં શબો મળવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અનેક મામલાઓમાં ટીકા લીગલ છે...કોઈ અમાનવીય વ્યક્તિ જ નદીઓમાં વહેતી લાશોથી વિચલિત ન થાય. તેઓએ કહ્યું કે, પરંતુ બીજી પાર્ટીઓનો તેનો પોતાના લાભ માટે ઉપયોગ કરવો, મારા વિચારથી યોગ્ય નથી. મારા હિસાબથી સામાન્ય લોકોની જેમ આપણને ગુસ્સો આવવો જોઈએ. જે થઈ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ઠેરવવી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક તેમનાથી ચૂક થઈ છે. તેના માટે એ સમજવાનો સમય છે કે ઇમેજ બિલ્ડિંગથી વધુ જરૂરી ઘણી બધી બાબતો છે.
Published by: Mrunal Bhojak
First published: May 13, 2021, 7:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading