Boman Irani Birthday : એક સમયે વેઈટરનું કામ કરતા હતા, આ વ્યક્તિની મુલાકાત અને બદલાયું ભાગ્ય

News18 Gujarati
Updated: December 2, 2021, 7:31 AM IST
Boman Irani Birthday : એક સમયે વેઈટરનું કામ કરતા હતા, આ વ્યક્તિની મુલાકાત અને બદલાયું ભાગ્ય
બોમન ઈરાની જન્મદિવસ

એક્ટર બોમન ઈરાની (Boman Irani)ને એક્ટિંગની સાથે બીજી એક વસ્તુ ખૂબ જ પસંદ છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે

  • Share this:
મુંબઈ : બોલિવૂડ (Bollywood)માં પોતાના દમદાર અભિનય (Acting) માટે ફેમસ એક્ટર (Actor) બોમન ઈરાની (Boman Irani)ને આજે કોઈ ઓળખની જરૂર નથી. બોમને તેની અભિનય કારકિર્દી (Career)માં ઘણી ભૂમિકાઓ ભજવી છે. ક્યારેક 'વાઈરસ' તો ક્યારેક 'ડૉક્ટર અસ્થાના' બનીને દર્શકોનું મનોરંજન કરનાર બોમન ઈરાનીનો આજે જન્મદિવસ (Birthday) છે. તેમનો જન્મ 2 ડિસેમ્બર, 1959ના રોજ થયો હતો. બોમને એવી ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry)માં પ્રવેશ કર્યો જ્યારે અન્ય લોકો તેમની કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા હોય છે. તેણે ભલે 42 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હોય, પરંતુ આજે તે કોઈથી પાછળ નથી, પરંતુ તે સફળ સ્ટાર્સ (Successful Stars)ની યાદીમાં સામેલ છે. આજે અભિનેતાના જન્મદિવસ પર અમે તેમના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ...

અભિનયની સાથે સાથે ફોટોગ્રાફીનો પણ શોખ

એક્ટર બોમન ઈરાનીને એક્ટિંગની સાથે બીજી એક વસ્તુ ખૂબ જ પસંદ છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. જ્યારે તેઓ 12મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓ સ્કૂલમાં ક્રિકેટ મેચના ફોટોગ્રાફ્સ લેતા હતા. બોમન આ માટે થોડા પૈસા પણ મેળવતા હતા. આ પછી, તેમણે પુણેમાં પ્રથમ વખત વ્યવસાયિક રીતે બાઇક રેસ ફોટોગ્રાફી કરી. આ પછી તેમને મુંબઈમાં બોક્સિંગ વર્લ્ડ કપ કવર કરવાનો મોકો મળ્યો.

વેઈટર તરીકે પણ કામ કર્યું

અભ્યાસ પૂરો કર્યા બાદ બોમન ઈરાનીએ મુંબઈની હોટેલ તાજમાં 2 વર્ષ સુધી કામ કર્યું. બોમન ત્યાં વેઈટર અને રૂમ સર્વિસ સ્ટાફ તરીકે કામ કરતા હતા. કેટલાક કારણોસર, તેમણે 2 વર્ષમાં આ નોકરી છોડી દેવી પડી. તે પછી તેણે પરિવાર સાથે કામ કરવાનું શરૂ કર્યું. બોમન તેમની માતા સાથે બેકરીની દુકાનમાં 14 વર્ષ સુધી કામ કરતા હતા. પછી એક દિવસ તેઓ કોરિયોગ્રાફર શ્યામક ડાવરને મળ્યો. આ પછી જ તેના ભાગ્યમાં એવો વળાંક આવ્યો કે તેણે પાછું વળીને જોયું જ નહીં.

આ પણ વાંચોરસપ્રદ : કરીના સેટ પર અભિષેક બચ્ચનને બોલાવતી હતી 'જીજુ', જયા કરિશ્મા કપૂરને વહુ બનાવવા ઉત્સાહિત હતા આ ફિલ્મોએ અપાવી ઓળખ

શ્યામક ડાવરને મળ્યા પછી, બોમનને થિયેટરમાં કામ કરવાનું સૂચન કર્યું. બીજી તરફ બોમને મોટાભાગની ફિલ્મોમાં કોમેડી રોલ કર્યો છે. બોમન પારસી છે, તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો પણ પારસી હતા. આ પછી તેણે 2001માં બે અંગ્રેજી ફિલ્મો 'એવરીબડી સેઝ આઈ એમ ફાઈન' અને 'લેટ્સ ટોક'માં કામ કર્યું. પરંતુ ખરા અર્થમાં તેને ઓળખ વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'થી મળી હતી. અત્યાર સુધી 50 થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે. આ ફિલ્મોમાં 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ', 'દોસ્તાના', 'યુવરાજ', '3 ઈડિયટ્સ', 'તીન પત્તી', 'હમ તુમ ઔર ઘોસ્ટ', 'હાઉસફુલ', 'હાઉસફુલ 2' અને 'સંજુ' સામેલ છે.
Published by: kiran mehta
First published: December 2, 2021, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading