Yash Chopra Birthday Special: 'કિંગ ઓફ રોમાંસ' યશ ચોપડાની ફિલ્મોમાં કર્યા આવા પ્રયોગો

News18 Gujarati
Updated: September 27, 2021, 12:44 AM IST
Yash Chopra Birthday Special: 'કિંગ ઓફ રોમાંસ' યશ ચોપડાની ફિલ્મોમાં કર્યા આવા પ્રયોગો
યશ ચોપડાની ફાઈલ તસવીર

Yash chopra birthday: એક સમય એવો પણ આવ્યો જ્યારે યશ ચોપડા (yash chopra) અસફતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમની નાખુદા, સવાલ, ફાસલે, મશાલ, વિજય જેવી અનેક ફિલ્મો બોક્સ ઓફિસમાં (film on box office) નિષ્ફળ રહી હતી.

  • Share this:
Birthday special: હિન્દી સિનેમાના (bollywood) દિગ્ગજ અને મશહૂર ફિલ્મકાર યશ ચોપડાનો (Filmmaker Yash Chopra) જન્મ 27 સપ્ટેમ્બર 1932માં પાકિસ્તાનના લાહોરમાં (Lahore, Pakistan) થયો હતો. જેમણે હિન્દી સિનેમાના (Hindi cinema) કિંગ ઓફ રોમાન્સ (King of Romance) કહેવામાં આવે છે. યશ ચોપડા રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણિતા છે. તેમની દરેક ફિલ્મોમાં ખાસ કહાની હોય છે. જે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. યશ ચોપડાએ હિન્દી ફિલ્મોમાં ખાસ પ્રયોગો કર્યા છે જે હંમેશા યાદ રાહેશે.

યશ ચોપડા સિનેમાના મશહૂર ફિલ્મમેકર બીઆર ચોપડના ભાઈ છે. બીઆર ચોપડાએ પણ પોતાના જમાનામાં અનેક શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. નિર્દેશક તરીકે યશ ચોપડાએ સિનેમામાં પોતાની કરિયરની શરુઆત વર્ષ 1959માં પોતાના ભાઈના બનેર હેઠળ બનેલી ફિલ્મ ધૂલ કા ફૂલથી કરીહતી. પછી વર્ષ 1961માં યશ ચોપડાએ ફિલ્મ ધર્મ પુત્રનું નિર્દેશન કર્યું હતું. યશ રાજ બોલિવૂડના પહેલા નિર્દેશક છે જેમણએ મલ્ટી સ્ટારર ફિલ્મો બનાવવાનું ચલણ શરુ કર્યું હતું.

બોલીવડૂની પહેલી મસ્ટીસ્ટારર કહેવાતી ફિલ્મ વક્તનું નિર્દેશન પણ યશ ચોપડાએ કર્યું હતું. સિનેમામાં તેમનો આ પહેલો પ્રયોગ હતો. જે ખૂબ જ સફળ સાબિત થયો હતો. ફિલ્મ વક્ત પદડા ઉપર હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ યશ ચોપડાએ વધુ એક પ્રયોગ કર્યો હતો. જે સમયે ગિતોથી ફિલ્મો ચાલતી હતી. એ સમયે 1969માં યશ ચોપડાએ ફિલ્મ ઇત્તેફાક બનાવી હતી. રસપ્રદ બાબત એ છે કે રાજેશ ખન્ના અને નંદાની જોડીએએ સસ્પેન્સ થ્રિલર આ ફિલ્મમાં કોઈ ગીત ન્હોતું. એમ છતાં પણ આ ફિલ્મને દર્શકોએ ખુબ જ પસંદ કર્યું હતું. અને આ ફિલ્મ સુપર હીટ રહી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

જોકે, એક સમય એવો પણ આવ્યો જ્યારે યશ ચોપડા અસફતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમની નાખુદા, સવાલ, ફાસલે, મશાલ, વિજય જેવી અનેક ફિલ્મો બોક્સ ઓફિસમાં નિષ્ફળ રહી હતી. જોકે, 1989માં શ્રીદેવી અને ઋષી કપૂર અભિનીત ફિલ્મ ચાંદનીની સફળતા સાથે યશ ચોપડા એકવાર ફરીથી સફળતાની ટોચે પહોંચ્યા હતા.

તેમણે ભારતીય સિનેમાને દાગ, દીવાર, કભી-કભી, સિલસિલા, ચાંદની, લમ્હે, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, દિલ તો પાગલ હૈ, વીર ઝારા જેવી અનેક સુપરહીટ ફ્લમો આપી છે.યશ ચોપડાએ પોતાની ફિલ્મોથી અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા કલાકારોને સિનેમામાં ખાસ ઓળખ અપાવી હતી. તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન વર્ષ 2012માં બનાવી હતી. યશ ચોપડા 21 ઓક્ટોબર 2012ના દિવસે દુનિયા અલવિદા કહી દીધું હતું. પદ્મ પુરષ્કારથી લઈને દાદા સાહેબ ફાળકે પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Published by: ankit patel
First published: September 27, 2021, 12:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading