Simi Garewal B'day Spl: મન્સૂર અલી ખાન પટૌડીના પ્રેમમાં હતા સિમી ગરેવાલ, આ કારણે અલગ થયા

News18 Gujarati
Updated: October 17, 2021, 10:20 PM IST
Simi Garewal B'day Spl: મન્સૂર અલી ખાન પટૌડીના પ્રેમમાં હતા સિમી ગરેવાલ, આ કારણે અલગ થયા
સિમી ગરેવાલ (Simi Garewal) બોલિવૂડની એક સફળ એક્ટ્રેસ છે

સિમી ગરેવાલ (Simi Garewal) બોલિવૂડની પ્રખ્યાત હસ્તીઓમાંથી એક છે. અમીર પરિવારમાંથી આવતા સિમી ફિલ્મોથી ગાઢ લગાવ ધરાવે છે. આજે સિમીના જન્મદિવસે (Simi Garewal birthday) તેમની જિંદગીથી જોડાયેલા રસપ્રદ કિસ્સા જાણીએ.

  • Share this:
સિમી ગરેવાલ (Simi Garewal) બોલિવૂડની એક સફળ એક્ટ્રેસ છે, જેમણે સત્યજીત રે, રાજ કપૂર, શશિ કપૂર જેવી મહાન હસ્તીઓ સાથે કામ કર્યું છે. તે પોતાના ચેટ શો માટે પણ જાણીતી છે. સિમી ગરેવાલના ચેટ શોને આજે હિન્દી સિનેમાના આર્કાઇવ પણ કહી શકાય. બોલિવૂડનું એક અનોખું વ્યક્તિત્વ, જેમની લાઈફ કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી તેઓ આજે પોતાનો 74મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આજે સિમીની જિંદગીથી જોડાયેલા રસપ્રદ કિસ્સા જાણીએ.

બ્રિટનમાં ઉછરેલા સિમીના દિલમાં ફિલ્મો પ્રત્યે હંમેશાથી એક ખાસ લગાવ હતો. એક્ટ્રેસ એક સમયે ભૂખ હડતાળ પર આવી ગઈ જેથી તેમના મા-બાપ તેમને બોલિવૂડથી જોડાવાની પરવાનગી આપી દે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિમી એક અમીર પરિવારમાંથી આવે છે. તેઓ ઇંગ્લેન્ડમાં મોટા થયા અને ત્યાની સ્કૂલમાં જ અભ્યાસ કર્યો. સિમીના પિતા ઘણી ભાષા જાણતા હતા. સિમીના માતા-પિતા પોતાના મિત્રો સાથે પોલો મેચનો આનંદ ઉઠાવતા. સિમી પોતાની બહેન અમૃતાની બહુ નજીક છે.

simi garewal
સિમી ગરેવાલ પાર્ટીઓમાં હંમેશા સફેદ ડ્રેસ પહેરે છે.


સિમી હંમેશા સફેદ ડ્રેસમાં જોવા મળે છે. સિમ્પલ સફેદ શિફોન સાડી હોય કે મોતીના હાર સાથે એક સફેદ પેન્ટસૂટ, તે સફેદ વસ્ત્રોને સ્ટાઈલથી કેરી કરે છે. એક વખત બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં સિમીએ કહ્યું હતું કે, ‘મને સફેદ રંગથી પ્રેમ છે. જ્યારે હું નાની હતી ત્યારથી જ મારી પાર્ટીના કપડાં સફેદ રહ્યા છે. જ્યારે હું સફેદ કપડાં પહેરું છું, મને ખુશી મળે છે. જો હું બીજા કોઈ કલરના ડ્રેસથી આકર્ષિત થાઉં તો તેને ખરીદી લઉં છું, પણ તે મારા કબાટમાં જ પડ્યા રહે છે.’

આ પણ વાંચો: Hema Malini B'Day: 72ની થઇ 'ડ્રિમ ગર્લ' જાણો કેટલી પ્રોપર્ટીની છે માલિકન, જુઓ તેમની ભવ્ય લાઇફ સ્ટાઇલ

સિમીએ પર્સનલ લાઈફમાં ઘણાં ઉતારચઢાવ જોયા છે, જેમાં તેમની પહેલી સિરિયસ રિલેશનશિપ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જ્યારે સિમી ગરેવાલની ઉંમર 17 વર્ષની હતી ત્યારે જામનગરના એ સમયના મહારાજા સાથે તેમના સંબંધ હતા. ત્યારબાદ તેમણે મન્સૂર અલી ખાન પટૌડી સાથે રિલેશનશિપમાં હોવાનો ખુલાસો કર્યો હતો. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા હતા. જોકે, તેમનો સંબંધ આગળ વધે એ પહેલાં શર્મિલા ટાગોર મન્સૂર અલી ખાનની જિંદગીમાં આવ્યા અને બંને જીવનસાથી બની ગયા. સિમીના લગ્ન જૂની દિલ્હીના ચુન્નમલ પરિવારના રવિ મોહન સાથે થયા, પણ આ લગ્ન થોડો સમય જ ટકી શક્યા. હવે તે ખુશી-ખુશી જીવન વિતાવી રહ્યા છે.
Published by: Nirali Dave
First published: October 17, 2021, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading