Dhaakad ની રિલીઝ પર કંગના રનૌતે ખરીદી મર્સિડીઝ મેબેક કાર, અનવિલ વીડિયોમાં ભત્રીજા પૃથ્વીરાજએ ક્યૂટ સ્ટાઇલ બતાવી
Updated: May 20, 2022, 7:15 PM IST
Dhaakad ની રિલીઝ પર કંગના રનૌતે ખરીદી મર્સિડીઝ મેબેક કાર, જુઓ વિડીયો
Kangana Ranaut New Car: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની નવી ફિલ્મ ધાકડ (Dhaakad) બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ ગઇ છે. એક્શનથી ભરપૂર ધાકડ ફિલ્મને લોકોનો ખુબ રિસ્પોન્સ મળ્યો છે. ધાકડમાં કંગના સિવાય અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં જોવા મળશે. જો તમને હોલિવૂડ એક્શન ફિલ્મો જોવી ગમે છે તો કંગનાની ફિલ્મ ધાકડ પણ પસંદ આવશે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના માટે (
Kangana Ranaut New Car) શાનદાર
Mercedes Maybach s680 કાર ખરીદી છે. ખરીદી વખતે કંગના તેના પરિવાર સાથે જોવા મળી છે.વર્ષ 2019માં કંગનાએ
Mercedes-Benz SUV ખરીદી હતી. હવે નવી કાર ખરીદતી વખતે કંગના પોતાની ફેમેલી સાથે જોવા મળી હતી. ખાસ વાત એ છે કે, આ મર્સિડીઝ હમણાં જ ભારતમાં લોન્ચ થઇ છે. આ મર્સિડિઝ એસ ક્લાસ સીરીજમાં ટોપ મોડલ કાર છે. જેમાં 7.52 kmplની માઇલેજ અને 5980 સીસીનું એન્જીન છે.
કંગના રનૌતે આ દરમિયાન ફ્લોરલ ટ્યૂલ ડ્રેસમાં જોવા મળી હતી. તે પેરેન્ટ્રસ, રંગોલી ચંદેલ અને તેમના નાના પુત્ર પૃથ્વીરાજ, ભાઇ અક્ષત રનૌત અને ભાભી રિતુ સાંગવાનની સાથે ધાકડના પ્રીમિયરમાં સામેલ થઇ હતી.
આ પણ વાંચો: Dhaakad Movie Review: કંગનાની 'ધાકડ'એ ફેન્સને કર્યા નિરાશ, દિવ્યા દત્તાએ જીતી લીધા ફેન્સના દિલ
વિરલ ભયાનીએ શેર કર્યો વીડિયો
પેપરાજી વિરલ ભયાની (
Viral bhayani) એ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વીડિયો શેર કર્યો હતો. જેમાં કંગના પોતાની નવી મર્સિડીઝ એસ 680 સાથે જોવા મળી હતી. આ કારની કિંમત 5 કરોડ રૂપિયા છે. કંગના રનૌત અને તેમની ફેમિલિ આ વીડિયોમાં જોવા મળી રહી છે. કારના બોનેટ પર રાખવામાં આવેલુ રિબન ફૂલ જોઇને, કંગના કોઇને પૂછી રહી છે કે, શું તે આને હટાવી શકે છે? એવુ લાગી રહ્યુ છે કે હું હાલ લગ્નમાંથી પાછી આવી છુ.
આ પણ વાંચો: જાહન્વી કપૂરે પહેર્યો શોર્ટ ડ્રેસ, સંભાળવો થયો મુશ્કેલ, વારંવાર સરખો કરતી જોવા મળી
ફિલ્મ ધાકડ (
Dhaakad)ની વાત કરીએ તો, ડિરેક્ટર રઝનીશ રાઝી ઘાઈ છે અને લેખક ચિંતન ગાંધી તેમજ રિનિશ રવિન્દ્ર છે. 'ધાકડ'માં કંગના રનૌત, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક્શન અને થ્રિલરથી ભરપૂર છે. ફિલ્મ ધાકડમાં કંગના એક અગિન નામની એક જાસૂસનો અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું છે અને ફિલ્મના ટ્રેલર જોઈને અનેક ચાહકો ઉત્સાહિત જોવા મળ્યા છે.
First published:
May 20, 2022, 7:15 PM IST