Konkona Sen Birthday: લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી, કોંકણા સેન પતિથી રહે છે અલગ

News18 Gujarati
Updated: December 3, 2021, 7:34 AM IST
Konkona Sen Birthday: લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી, કોંકણા સેન પતિથી રહે છે અલગ
કોંકણા સેન જન્મદિવસ

કોંકણા સેન ફિલ્મ 'આજા ચલ લે'ના શૂટિંગ દરમિયાન તે અભિનેતા રણવીર શૌરીને મળી હતી. અહીં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

  • Share this:
મુંબઈ : કોંકણા સેન શર્મા (Konkona Sen Sharma) બોલિવૂડ (Bollywood) ઇન્ડસ્ટ્રીમાં તેના શ્રેષ્ઠ અભિનય (Acting) માટે જાણીતી છે. રાષ્ટ્રીય પુરસ્કાર (National Award) વિજેતા કોંકણા આજે તેનો 42મો જન્મદિવસ (Konkona Sen Birthday) ઉજવી રહી છે. કોંકણાએ બાળપણથી જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. ચાલો જાણીએ કોંકણાના જીવન (Konkona Sen Life) વિશે કેટલીક રસપ્રદ વાતો.

કોંકણાના પિતા પ્રખ્યાત પત્રકાર મુકુલ શર્મા છે

કોંકણાના પિતા પ્રખ્યાત પત્રકાર મુકુલ શર્મા છે અને માતા દિગ્દર્શક-અભિનેત્રી અપર્ણા સેન છે. કોંકણા તેના નામની આગળ તેના માતા-પિતા બંનેની અટક લગાવે છે. કોંકણાએ કલકત્તા ઈન્ટરનેશનલ સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્કૂલિંગ કર્યું હતું. કોંકણાએ 1983માં બંગાળી ફિલ્મ ઈન્દિરાથી બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

કોંકણાએ બંગાળી ફિલ્મ 'એક જે આછે કન્યા'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો

મોટી થઈને કોંકણાએ બંગાળી ફિલ્મ 'એક જે આછે કન્યા'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. કોંકણાએ આ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને વિવેચકોએ કોંકણાના કામની જોરદાર પ્રશંસા કરી હતી. વર્ષ 2002માં કોંકણાએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ઋતુપર્ણો ઘોષની ફિલ્મ 'તિતલી'માં કામ કર્યું હતું. તેમાં કોંકણાની માતા અપર્ણા સેન અને મિથુન ચક્રવર્તી પણ હતા. કોંકણાના અંગત જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા.

ફિલ્મ 'આજા ચલ લે'ના શૂટિંગમાં તે અભિનેતા રણવીર શૌરીને મળીફિલ્મ 'આજા ચલ લે'ના શૂટિંગ દરમિયાન તે અભિનેતા રણવીર શૌરીને મળી હતી. અહીં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેના અફેરની ચર્ચાઓ પણ સારી રહી હતી. આ અફેર દરમિયાન કોંકણા ગર્ભવતી બની હતી. આ પછી બંનેએ ઉતાવળમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. વર્ષ 2010 માં, બંનેએ લગ્ન કર્યા અને થોડા મહિના પછી, કોંકણાએ પુત્ર હારૂનને જન્મ આપ્યો. તાજેતરમાં જ તેમના અલગ થવાના સમાચાર આવ્યા હતા. બંનેની સંમતિ બાદ હવે તેઓ અલગ રહે છે.

આ પણ વાંચોB'day Spl: Neelima Azeem 3 લગ્ન બાદ પણ કુંવારી, શાહીદ કપૂર 6 વર્ષની ઉંમરે માતાને બચાવવા કૂદી પડ્યો હતો

કોંકણાએ તેની માતા અપર્ણાના ડાયરેક્સમાં બનેલી અંગ્રેજી ભાષાની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ અય્યર'માં કામ કર્યું અને તે ફિલ્મ માટે કોંકણાને તે વર્ષની શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. વર્ષ 2005માં કોંકણાએ મધુર ભંડારકરની ફિલ્મ 'પેજ 3'માં પત્રકારની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
Published by: kiran mehta
First published: December 3, 2021, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading