શાહરૂખ ખાને ભગવાન ગણેશની તસવીર શેર કરતાં થયો TROLL, લોકોએ ઉઠાવ્યાં સવાલ

News18 Gujarati
Updated: September 20, 2021, 9:05 AM IST
શાહરૂખ ખાને ભગવાન ગણેશની તસવીર શેર કરતાં થયો TROLL, લોકોએ ઉઠાવ્યાં સવાલ
(PHOTO-Instagram/iamsrk)

શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ ઇન્સ્ટાગ્રામ પર ભગવાન ગણેશની મૂર્તિની તસવીર (Shah Rukh Khan Lord Ganesha Photo) શેર કર્યો છે. તેમનાં આશીર્વાદની કામના કરી છે. ઘણાં લોકોને તેની આ પોસ્ટ પસંદ આવી છે. કેટલાંકે તેને તેનાં ધર્મ અંગે સવાલ કર્યા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહરૂખ ખાન (Shah Rukh Khan) કંઇ કરે કે ન કરે, તે કોઇને કોઇ કારણે ચર્ચામાં આવી જાય છે. તે ગત દિવસોમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. જે એક ડિજિટલ પ્લેટફર્મની એડ સાથે જોડાયેલો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પીએમની સાથે તેની એક જૂની તસવીર વાયરલ થવા લાગી તો, ટ્વિટર પર તેને બોયકોટ કરવાની માંગણી ઉઠી. ટ્વિટર પર બોયકોટ શાહરૂખ ખાન ટ્રેન્ડ થવા લાગ્યો હતો. હવે શાહરૂખ ખાને ભગવાન ગણેશની મૂર્તિની તસવીરો (Shah Rukh Khan Lord Ganesha Photo) શેર કરી ચર્ચામાં આવી ગયો છે.

આ પણ વાંચો-નડિયાદમાં જન્મેલો છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...'નો કાર્તિક, ફાંકડુ ગુજરાતી બોલી જાણે છે હિરો

શાહરૂખ ખાનનાં ઘરનું કલ્ચર એ પ્રકારે છે કે ત્યાં મુસ્લિમ ધર્મની સાથે સાથે હિન્દૂ ધર્મનાં રીતિ- રિવાજો પણ ઉજવવામાં આવે છે. શાહરૂક ખાન હિન્દૂ તહેવાર અને દેવી દેવતાઓની પૂજા અર્ચનામાં પણ ભાગ લે છે. ભગવાન ગણેશ પ્રત્યે તેના મનમાં વિશેષ આસ્થા છે. તે સોશિયલ મીડિયા પર તેની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ અંગે ખુલીને ઘણી વખત વાત કરે છે. એક્ટરે હવે ઇન્સ્ટાગ્રામ પર ભગવાન ગણેશની મૂર્તિની તસવીરો શેર કરી છે. અને તેમનાં આશીર્વાદની કામના કરી છે.

(PHOTO- Instagram/iamsrk)


શાહરૂખ ખાને ભગવાન ગણેશની મનમોહક તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, 'ભગવાન ગણેશનાં આશીર્વાદ આપણી ઉપર આગામી વર્ષ સુધી બન્યા રહે. જ્યાં સુધી આપણે ફરી એક વખત તેમનાં દર્શન કરીએ... ગણપતિ બાપ્પા મોરિયા..' એક્ટરે આ તસવીર ગત રાત્રે શેર કરી હતી જેને જોત જોતામાં દસ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે.

આ પણ વાંચો- TATA મોટર્સે લોન્ચ કરી સફારી ગોલ્ડ એડિશન, જાણો કિંમત અને તેનાં આકર્ષક ફિચર્સશાહરૂખ ખાનની પોસ્ટ પર લોકોએ અલગ અલગ પ્રકારનાં રિએક્શન્સ આપ્યાં છે. કેટલાંકે તેને ટ્રોલ કર્યો છે તો કેટલાંકે તેનાં વખાણ કર્યાં છે. એક યૂઝર પુછે છે કે, 'આપ તો મુસ્લિમ છો, પછી એવું કેમ કરી રહ્યાં છો?' તો બીજો યૂઝર કહે છે કે, 'હવે આમાં હિન્દૂ- મુસ્લિમ ન લાવો.' તો અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, 'દરેક તહેવાર ઉજવો, સમાજમાં પ્રેમ અને શઆંતિ ફેલાવો. બૂક શેલ્પમાં દરેક ધર્મની પુસ્તક હોવી જણાવે છે કે, આપે ભારતની સાચી સંસ્કૃતિને જીવનમાં ઉતારી છે.'

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by: Margi Pandya
First published: September 20, 2021, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading