...જ્યારે સૈફે પોતે અમૃતાને તેના મિત્રના રૂમમાં ધક્કો મારી દીધો હતો, વાગી ગઈ હોત અસલી ગોળી

News18 Gujarati
Updated: December 9, 2021, 6:48 PM IST
...જ્યારે સૈફે પોતે અમૃતાને તેના મિત્રના રૂમમાં ધક્કો મારી દીધો હતો, વાગી ગઈ હોત અસલી ગોળી
અમૃતા સિંહ, સારા અલી ખાન અને સૈફ અલી ખાન

બૉલીવુડ (Bollywood) એક્ટર (Actor) સૈફ અલી ખાન (Saif Ali Khan) અને એક્ટ્રેસ (Actress) અમૃતા સિંહે (Amrita Singh) લગ્ન (Marriage) જીવનના 13 વર્ષ પછી છૂટાછેડા (Divorce) કરી લીધા હતા

  • Share this:
મુંબઈ : બૉલીવુડ (Bollywood) એક્ટર (Actor) સૈફ અલી ખાન (Saif Ali Khan) અને એક્ટ્રેસ (Actress) અમૃતા સિંહે (Amrita Singh) લગ્ન (Marriage) જીવનના 13 વર્ષ પછી છૂટાછેડા (Divorce) કરી લીધા હતા. તેમને બે બાળકો સારા (Sara Ali Khan) અને ઈબ્રાહિમ (Ibrahim Ali Khan) છે, છૂટાછેડા પછી બંને તેમની માતા સાથે રહે છે. તાજેતરના સમયમાં સૈફ સાથે સંબંધિત એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જે તેની પુત્રી સારા અલી ખાને એક ચેટ દરમિયાન સંભળાવ્યો હતો. તાજેતરમાં, સારા અલી ખાન 'ફીટ અપ વિથ ધ સ્ટાર્સ' (Fitup with the Stars)ની બીજી સીઝનમાં જોવા મળી હતી, જેમાં તે માતા - પિતા અને તેની એક કોમન ફ્રેન્ડ નીલુ મર્ચન્ટ (Nilu Marchant) સાથે થયેલી ટીખળની રમુજી વાર્તા કહેતી જોવા મળી હતી. તેણે કહ્યું કે આ ટીખળમાં કંઈક આવું જ થયું છે.

જેમાં એક ટીખળ ઘટનામાં ફેરવાઈ શકે છે, તેણે કહ્યું કે આ ટીખળના કારણે તેની માતા અમૃતા સિંહને અસલી ગોળી લાગી શકી હોત. તેણે કહ્યું કે એકવાર તેના પિતાના કારણે તેની માતા અમૃતા સિંહને ગોળી લાગતા બચી ગઈ હતી અને આ બધું સૈફની બેદરકારીના કારણે થયું. એક ઈન્ટરવ્યુમાં સારા અલી ખાને આ ઘટના અંગે ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેના પિતા સૈફે તેની માતા અમૃતા સિંહને એક રૂમમાં એકલી છોડી દીધી હતી અને તેને ગોળી લાગવાની જ હતી.

સારાએ કહ્યું, "જ્યારે મારી માતા અને મારા પિતાએ લગ્ન કર્યા, ત્યારે તેઓએ એક વખત સાથે મળીને તેમના સામાન્ય મિત્ર નીલુ મર્ચન્ટને તેમના ચહેરા પર બૂટ પોલિશ લગાવીને ડરાવવાનું નક્કી કર્યું. છેલ્લી ઘડીએ મારા પિતાએ દરવાજો ખોલ્યો અને માતાને અંદર ધકેલી દીધી (નીલુ મર્ચન્ટના રૂમમાં) અને બહારથી દરવાજો બંધ કરી દીધો. તેથી હવે મારી માતા નીલુ મર્ચન્ટના બેડરૂમમાં હતી, નીલુ મર્ચન્ટના પતિએ મારી માતાને ગોળી મારી જ દીધી હોત, પરંતુ મારી માતાએ હાથ ઊંચો કરીને બૂમ પાડી, 'શૂટ કરશો નહીં, હું ડીગ્ગી છું' (અમૃતા સિંહનું હુલામણું નામ ડીગ્ગી છે). આ દરમિયાન એવું બન્યું કે, તેની ફ્રેન્ડ તેના રૂમમાં સૂતી હતી, અચાનક તેની ફ્રેન્ડ બુટ પોલિશ કરેલો ચહેરો જોઈને રડવા લાગી, તે સમયે તેની ફ્રેન્ડના પતિએ તેની પત્નીની ચીસો સાંભળી અને તેની બંદૂક બહાર કાઢી અમૃતા સામે તાકી દીધી હતી.

આ પણ વાંચોકેટરિના કૈફ-વિકી કૌશલે હનીમૂન માટે પસંદ કર્યું આ સ્થાન, 7 ફેરા લઈને થશે રવાના!

સારા આગળ જણાવે છે કે તે પણ કોઈની સાથે આવી ટીખળ કરવા માંગે છે, તેણે કંઈક આ રીતે કહીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી “મારી માતા અને પિતાના ચહેરા પરના બુટ-પોલિશ દ્રશ્ય મારા મગજમાં ફરતું રહે છે. હું માનું છું કે, જો તમે મને અને મારા માતા-પિતાને જાણતા હશો, તો તમે બરાબર જાણતા હશો કે હું કોની વાત કરી રહી છું, કારણ કે હું પણ એ જ કરવાની છું.
Published by: kiran mehta
First published: December 9, 2021, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading