Chandra Shekhar Azad Birth Anniversary: આ કારણે ક્રાંતિકારીઓમાં સૌથી અલગ હતા 'આઝાદ'


Updated: July 23, 2021, 12:11 PM IST
Chandra Shekhar Azad Birth Anniversary: આ કારણે ક્રાંતિકારીઓમાં સૌથી અલગ હતા 'આઝાદ'
આઝાદનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું જેનાથી તેમના સાથીઓ ઉપરાંત જનતામાં પણ ખૂબ લોકપ્રિય હતા. (ફાઇલ તસવીર)

Chandra Shekhar Azad B’day Spl: આઝાદ વેશ પલટો કરવામાં નિષ્ણાંત હતા, જ્યારે પણ કોઈ સાથી પકડાય જાય ત્યારે તેઓ પોતાનું ઠેકાણું બદલી નાખતા હતા

  • Share this:
Chandra Shekhar Azad Birth Anniversary: સત્ય, અહિંસા અને સાદગીની તાકાતથી દેશને આઝાદી (Freedom of India) અપાવવામાં મહાત્મા ગાંધીએ આપેલો ફાળો ક્યારેય ભૂલી શકાય નહીં. આ સાથે જ દેશને આઝાદ કરવામાં ક્રાંતિકારીઓ (Revolutionary)નું યોગદાન અતુલ્ય છે. જેમાં ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)નું નામ ક્યારેય ભુલાય નહીં. આજે ચંદ્રશેખર આઝાદની 115મી જન્મજયંતિ છે. 1906માં 23મી જુલાઈને રોજ આલીરાજપુરના ભાભરા ગામમાં જન્મેલા આઝાદ બાળપણથી જ સ્વાભિમાન અને દેશ પ્રેમને વરેલા હતા. તેમણે અંગ્રેજોની પકડમાં ન આવવાની શપથ લીધી હતી. જેથી 25 વર્ષની વયે પોતાની જાતને ગોળી મારી દેશ માટે કુરબાન કરી હતી. જોકે, તેમની દેશભક્તિએ બ્રિટીશ શાસનના પાયા હચમચાવી દીધા હતા.

આઝાદને સંસ્કૃતના વિદ્વાન બનાવવા કાશી મોકલાયા હતા


આઝાદનું જન્મસ્થળ અત્યારે મધ્યપ્રદેશના ઝાબુજા જિલ્લામાં છે. તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાની તિવારી હતું. તેમની માતાની ઈચ્છા હતી કે, ચંદ્રશેખર સંસ્કૃતના વિદ્વાન બને. જેથી તેમને સંસ્કૃતના શિક્ષણ માટે કાશી વિદ્યાપીઠ બનારસ ખાતે મોકલ્યા હતા.

આઝાદ વેશ પલટો કરવામાં નિષ્ણાંત હતા. જ્યારે પણ કોઈ સાથી પકડાય જાય ત્યારે તેઓ પોતાનું ઠેકાણું બદલી નાખતા હતા. (તસવીર: Wikimedia Commons)


'આઝાદ' બન્યા
ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ચંદ્રશેખરે 15 વર્ષની ઉંમરે ભાગ લીધો હતો. આંદોલનમાં ભાગ લેવા બદલ આઝાદની ધરપકડ કરી 20 ડિસેમ્બર 1921ના રોજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં તેમણે પોતાનું નામ આઝાદ અને પિતાનું નામ સ્વતંત્રતા હોવાનું કહ્યું તથા જેલને ઘર તરીકે ગણાવ્યું હતું. આવી રીતે પોતાનું નામ રાખનાર આઝાદ એકમાત્ર ક્રાંતિકારી હતા.

આ પણ વાંચો, પહેલી ઓગસ્ટથી બદલાઈ જશે આટલા નિયમ, સામાન્ય લોકો પર થશે સીધી અસર

બિસ્મિલ સાથે મુલાકાત

1922માં ગાંધીજીએ અસહયોગ આંદોલન બંધ કરતા આઝાદ સહિતના અનેક યુવાનો નિરાશ થયા હતા. આ દાયકામાં ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક ક્રાંતિકારી ઉભા થઇ રહ્યા હતા. આ દરમિયાન આઝાદની મુલાકાત મન્મથનાથ ગુપ્તા સાથે થઈ હતી. જેણે તેમની મુલાકાત બિસ્મિલ સાથે કરવી હતી. બિસ્મિલે જ હિન્દુસ્તાન રીપબ્લિક એસો.ની સ્થાપના કરી હતી.

ક્રાંતિકારીઓએ ક્વિકસિલ્વર નામ આપ્યું

આઝાદને બિસ્મિલથી લઈ ભગતસિંહ સન્માન આપતા હતા. એસોસિએશન માટે આઝાદે કુશળતાથી ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેઓ મોટાભાગે સરકારી માલ લૂંટતા હતા. ક્રાંતિકારી સાથીઓ તેજ મગજના આઝાદને ક્વિકસિલ્વર નામ આપ્યું હતું.

કાકોરી લૂંટ

1925માં થયેલી કાકોરી લૂંટમાં આઝાદ પણ સામેલ હતા. પણ તેઓ પકડાયા નહતા. કાકોરીથી ખજાનો લૂંટી આઝાદ સિવાય બધા ક્રાંતિકારીઓ પોતાના નિશ્ચિત સ્થળે રાત વિતાવી રહ્યા હતા. પણ આઝાદે પાર્કમાં રાત વિતાવી હતી. તેમણે આખી રાત બાકડા પર બેસીને વિતાવી હતી. આ લૂંટ બાદ બધા આરોપીઓ પકડાયા હતા, પરંતુ આઝાદને જીવતા પકડી શકાયા નહોતા.

ભગતસિંહને બચાવ્યા

લાલા લાજપત રાયના મોત માટે જવાબદાર જેપી સાંડર્સની હત્યામાં આઝાદે બેકઅપ આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે ભગતસિંહને ધરપકડ થતા બચાવી આ જવાબદારી સારી રીતે નિભાવી હતી. ભગતસિંહ જેપી સાંડર્સને ગોળી મારી ભાગી રહ્યા હતા ત્યારે હવાલદાર તેમને પકડી પાડવાના હતા, પણ તેને આઝાદની ગોળી વાગી ગઈ અને ભગતસિંહ બચી ગયા હતા. આમ તો આઝાદનો નિશાનો સારો હતો છતાં તેમણે ભગતસિંહ અને રાજગુરુને ગોળી મારવા દીધી અને પોતે ઘટના પર દેખરેખ રાખી હતી.

આ પણ વાંચો, અફઘાની ઉપરાષ્ટ્રપતિએ શૅર કરી ભારત સામે પાકિસ્તાનના સરેન્ડરની તસવીર, કહ્યું- અમારા ઈતિહાસમાં આવું નથી થયું


આઝાદ વેશ પલટો કરવામાં નિષ્ણાંત હતા. જ્યારે પણ કોઈ સાથી પકડાય જાય ત્યારે તેઓ પોતાનું ઠેકાણું બદલી નાખતા હતા. અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજ પોલીસ સાથે લાંબા સમય સુધી ઘર્ષણ ચાલ્યું હતું. પણ અંતે તેમણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. તેમણે પોતાની જાતને ગોળી મારી કે નહીં તે વાતની પુષ્ટિ ક્યારેય થઈ શકી નથી.
First published: July 23, 2021, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading