Eid ul Fitr 2021: શું છે ઈતિહાસ અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે?


Updated: May 13, 2021, 12:28 PM IST
Eid ul Fitr 2021: શું છે ઈતિહાસ અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે?
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Eid ul Fitr: જાણો ઈદ કયા દિવસે ઉજવવામાં આવે છે અને ઈદ-ઉલ-ફિત્રનું મહત્ત્વ

  • Share this:
નવી દિલ્હી. ઈદ-ઉલ-ફિત્ર (Eid Ul Fitr) શવ્વાલમાં મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ રમઝાન મહિના (Ramadan Month)માં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહનો આભાર માને છે.

આ અવસર રમઝાનના સમાપનનું પ્રતીક છે, રમઝાન ઈસ્લામિક (Islamic)નો ઉપવાસ કરવા માટેનો પવિત્ર મહિનો છે. આ દરમિયાન દુનિયાભરના મુસ્લિમ (Muslim Community) ઉપવાસ કરે છે. ઈદ-ઉલ-ફિત્ર “ઉપવાસ તોડવાનો એક તહેવાર છે”. અર્ધચંદ્રને જોયા બાદ ઈદ-ઉલ-ફિત્રની તારીખ નક્કી કરવામાં આવે છે. ભારત (India)માં ઈદ-ઉલ-ફિત્ર 14 મે એટલે કે શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આ અવસરે લોકો લોકો નવા કપડા પહેરે છે, સ્વાદિષ્ટ વ્યંજન બનાવે છે અને દાન પુણ્ય કરે છે. આ અવસરે તેઓ પરિવારજનોને અને મિત્રોને પણ મળે છે.

આ પણ વાંચો, WHOનો મોટો ઘટસ્ફોટ- ભારતમાં વધતા સંક્રમણ માટે રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો જવાબદાર

ઈતિહાસ

કહેવાય છે કે પવિત્ર રમઝાન મહિના દરમ્યાન પયગંબર મોહમ્મદ પર પવિત્ર કુરાનની પ્રથમ દૃષ્ટી પડી હતી. ઈદ-ઉલ-ફિત્ર રમઝાન મહિનામાં સવારથી સાંજ સુધી ઉપવાસ રાખવાનું સૂચવે છે, જે શવ્વાલ મહિનો ચાલુ થાય ત્યાં સુધી કરવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્ર સમગ્ર રમઝાન મહિના દરમ્યાન ઉપવાસ રાખવા માટે જે પણ શક્તિ મળે છે, તે માટે અલ્લાહનો આભાર માનવા માટે ઊજવવામાં આવે છે.

ઉજવણીએક સામાન્ય માન્યતા છે કે ઈસ્લામમાં સારા કાર્યની 10 વખત ચૂકવણી કરવામાં આવે છે, જેથી રમઝાનમાં 30 દિવસ ઉપવાસ કરવા દરમ્યાન દરેક વ્યક્તિને સમૃદ્ધિ અને શાંતિ મળે છે. આ પવિત્ર રમઝાન દરમ્યાન તેઓ ખુદને એક સારા કાર્ય માટે સમર્પિત કરે છે.

આ પણ વાંચો, ‘રાધે’થી લઈ ‘ધ લાસ્ટ અવર’ સુધી, આ સપ્તાહે ઘરે બેઠા માણો આ ફિલ્મોનો આનંદ

વિશ્વભરના મુસલમાન સૂર્યોદય બાદ પ્રાર્થના કરે છે અને ઈદ-ઉલ-ફિત્રનું પાલન કરે છે. આ દિવસે તેઓ નવા કપડા પહેરે છે અને એકબીજાને મિઠાઈ આપીને ઈદ મુબારકની શુભકામનાઓ આપે છે. બાળકોને ઈદીના ભાગરૂપે ગિફ્ટ આપવામાં આવે છે.

આ તહેવાર હલિમ, કબાબ, બિરયાની, નિહારી અને સેવૈયા જેવા ભોજન વગર અધૂરો ગણવામાં આવે છે.
First published: May 13, 2021, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading