Explained: COVID-19 અને શ્વસનના અન્ય રોગો વચ્ચે ભેદ કેવી રીતે પારખી શકાય?


Updated: May 10, 2021, 2:03 PM IST
Explained: COVID-19 અને શ્વસનના અન્ય રોગો વચ્ચે ભેદ કેવી રીતે પારખી શકાય?
(પ્રતીકાત્મક તસવીર)

અન્ય બીમારીની સરખામણીમાં કોવિડ-19 શરીર પર કઈ રીતે જુદી અસર કરે છે? કોરોનાને સમજવામાં કેમ છેતરાઈ જવાય છે?

  • Share this:
(કુલદીપ કુમાર)

કોવિડ-19 (Covid-19) શ્વસનને લગતી (Respiratory Illness) બીમારી છે. SARS-CoV-2ના વાયરસ સ્ટ્રેઇનના કારણે COVID-19ની બીમારી થાય છે. જે ખાંસી, છીંક, વાતચીત અથવા શ્વાસોશ્વાસના કારણે શ્વસન માર્ગ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.

દેશમાં સામાન્ય શરદી, ફલૂ અને એલર્જી જેવી શ્વસન સંબંધી બીમારીઓની સરખામણીમાં COVID-19 કેસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એકંદરે COVID-19ની તીવ્રતા વધુ છે. આવા રોગમાં મોટાભાગના લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો, શરદી અને ખાંસીનો સમાવેશ થાય છે. રોગને શરીર પરની અસર દ્વારા ઓળખી શકાય છે. ત્યારે કોરોના વાયરસ (Coronavirus)ના અમુક સ્ટ્રેન તદ્દન સામાન્ય છે, જેનાથી હળવા લક્ષણો દેખાય છે. જોકે કેટલાક સ્ટ્રેન વધુ ગંભીર છે. આ સ્ટ્રેનના કારણે ચોક્કસ વય જૂથના દર્દીઓને ગંભીર અસર થઇ શકે છે

એક સમાન લક્ષણોવાળી બીમારીઓ વચ્ચેનો ભેદ પારખવા વાયરસની પ્રતિક્રિયા પર આધાર રાખવો પડે છે. જેનાથી લોકોને યોગ્ય પગલાં અમલમાં મૂકવામાં મદદ મળશે.

અન્ય બીમારીની સરખામણીમાં કોવિડ-19 શરીર પર કઈ રીતે જુદી અસર કરે છે?

કોવિડ -19 સ્વસ્થ કોષોમાં દાખલ થઇને શરીરને ચેપ લગાડે છે. શરીરમાં દાખલ થયા પછી તે પોતાની કોપી બનાવે છે અને આખા શરીરમાં ફેલાઈ જાય છે. જેનાથી તંદુરસ્ત કોષોનો નાશ થાય છે. ઘણા કિસ્સાઓમાં તે ફેફસાને નુકસાન તરફ દોરી શકે છે. જેના કારણે શ્વાસ લેવો મુશ્કેલ બને છે અથવા ન્યુમોનિયા થાય છે. ફેફસાંમાં બ્લડ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના એક્સચેન્જ માટેના કોષોમાં ચેપ લાગે છે.કોવિડ -19 શ્વસન તંત્રને કેવી રીતે અસર કરે છે?

>> ફલૂ કરતા covid-19 10 ગણો વધુ ઘાતક છે. જે લોકોને આ વાયરસનું સંક્રમણ લાગ્યું હોય તેમને ફલૂનું સંક્રમણ ધરાવતા લોકો કરતા વધુ મુશ્કેલી પડે છે.
>> આમ તો બંનેમાં તાવ અને થાક જોવા મળે છે. બોડી પેઈન અને માથાનો દુ:ખાવો જેવા લક્ષણો COVID-19ની સરખામણીમાં ફલૂથી વધુ જોવા મળે છે.
>> નાક વહેવા જેવા લક્ષણો ફલૂમાં સામાન્ય છે, પણ covid-19માં જૂજ કિસ્સામાં જોવા મળે છે.
>> COVID-19ના સંક્રમણના કારણે સૂંઘવા અને સ્વાદ પારખવાની શક્તિ ચાલી જાય છે.
>> ફ્લુમાં સામાન્ય રીતે આવું થતું નથી. Covid 19ના કિસ્સામાં લક્ષણો લાંબા સમય સુધી રહે છે. ત્રણ અઠવાડીયા જેટલો સમય પણ લાગી શકે છે. જ્યારે ફલૂમાં એકાદ અઠવાડિયામાં જ વ્યક્તિ રિકવર થઇ જાય છે.

આ પણ વાંચો, કોરોના કાળમાં યુવક કણસી-કણસીને મરી ગયો, કોઈએ કાંધ ન આપી તો JCB પર નીકળી શબ યાત્રા

કોરોનાને સમજવામાં છેતરાવાય છે?

એલર્જિક રાઇનાઇટીસ: આ શ્વસનને લગતો રોગ છે, જે નાકના પડને લગતા બળતરા અને સોજાનું કારણ બને છે. જેના લક્ષણોમાં નાક વહેવું, છીંક આવવી, આંખો લાલ થવી અને ખંજવાળ આવવી શામેલ છે.

શરદી: સામાન્ય શરદી, ફલૂ અથવા Covid -19 જેટલી ભયાનક નથી. તે હળવું સંક્રમણ છે. આ ચેપ લગભગ પાંચથી છ દિવસ રહે છે. કોમન શરદીમાં ચેપ લાગવાથી કફ, નાક વહેવું, થાક, છીંક આવવી, માથાનો દુ:ખાવો, ગળામાં દુ:ખાવો વગેરે સામાન્ય લક્ષણો છે.

ફ્લૂ: સામાન્ય ફ્લૂ (અથવા ઈન્ફલ્યુએન્ઝા) કોવિડ -19 જેવી જ છે. આ બંને અસંખ્ય બીમારીઓનું કારણ બને છે. કોરોએ પણ ફ્લુની જેમ સંપર્કના કારણે ફેલાય છે. જેથી જ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનિટાઈઝરના ઉપયોગનો ઉપયોગ કરવાની સલાહ અપાવામાં આવે છે. COVID-19 અને ઈન્ફલ્યુએન્ઝા વચ્ચેનો તફાવતમાં મૂળ વાયરસના સંક્રમણની ગતિનો તફાવત છે.

આ પણ જુઓ, Chinese માલ બેકાર! 330 ફુટની ઊંચાઈ પર તૂટી ગયો કાચનો બ્રિજ, દુર્ઘટનાના દૃશ્યો Viral

શ્વાસ સાથે સંબંધિત મોટા ભાગના રોગમાં પણ COVID-19 સામાન્ય લક્ષણો જોવા મળે છે. પરિણામે દર્દીઓમાં ગેરસમજ અને ગભરાટ ફેલાય છે. આવી સ્થિતિમાં જીવલેણ વાયરસના ફેલાવા બદલ લક્ષણોના સ્રોત વિશે ખાતરી હોવી જ જોઇએ.

શું લક્ષણો COVID-19ના વિશ્વસનીય અથવા અવિશ્વસનીયનું સૂચક છે?

Covid 19ના કારણે શરીરના ઘણા અવયવો ઉપર ગંભીર અસર થાય છે. તેથી, વાયરસથી સંક્રમિત લોકોમાં ઘણા બધા લક્ષણો જોઈ શકાય છે. માંદગીના લક્ષણો શોધવા જરૂરી છે. જેનાથી આરોગ્યકર્મીઓ અને દર્દીને કોરોના વાયરસનું સંક્રમણ છે કે નહીં તે જાણવામાં મદદ મળે છે. સચોટ નિદાન લોકો તમામ સાવચેતીનાં પગલાં લે અને સમયસર યોગ્ય કાળજી લે તે સુનિશ્ચિત કરે છે.
સામાન્ય શ્વાસની બીમારીઓ જેવા લક્ષણો કોવિડ -19માં હોય જ છે. તેની સાથે કેટલાક ઓછા જાણીતા, અનપેક્ષિત લક્ષણો પણ જોવા મળે છે.

પેટને લગતા લક્ષણો

અન્ય સામાન્ય લક્ષણો સાથે COVID-19માં ઉબકા, ઉલટી અથવા ઝાડા પણ જોવા મળી શકે છે. ઘણી વખત સંક્રમણમાં શ્વાસની જગ્યાએ પેટને લગતા લક્ષણો ઝડપથી વિકસે છે.

આંખોનું સંક્રમણ: આંખો લાલ થઈ જવી. જેને નેત્રસ્તર દાહ તરીકે ઓળખવામાં આવે છે. તે COVID-19 નું લક્ષણ પણ હોઈ શકે છે. COVID-19 સાથે જોડાયેલી આંખની સામાન્ય સમસ્યાઓમાં લાઈટ સામે સંવેદનશીલતા અને આંખોમાં ખંજવાળનો સમાવેશ થાય છે.

જાગૃત હોવું જરૂરી છે

શ્વસન એલર્જી પ્રથમ દ્રષ્ટિએ હાનિકારક ન લાગે. પરંતુ તેનો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો તેના કારણે અસ્થમા, સાઇનસાઇટિસ, પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) સહિતના ગંભીર રોગ થઈ શકે છે. લાંબાગાળાના પ્રભાવોને રોકવા માટે યોગ્ય સારવાર મેળવવા વહેલી તકે તબીબની સલાહ લેવી. COVID-19ને ઓળખવા ઘણી રીતો છે, જેમાં એક રીત લક્ષણો ઓળખાવની હોઈ શકે છે. જો કે, ટેસ્ટ કરાવી ડોકટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

(લેખક ગુરુગ્રામની સી.કે. બિરલા હોસ્પિટલમાં પલ્મોનોલોજી નિષ્ણાત છે.)
First published: May 10, 2021, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading