Explained: ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ શું છે? જાણો તેને લગતા કાયદા


Updated: May 15, 2021, 11:53 AM IST
Explained: ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ શું છે? જાણો તેને લગતા કાયદા
ભારતમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષાને અલગ અલગ કાયદા હેઠળ આવરી લેવાઈ છે.

ભારતમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષાને અલગ અલગ કાયદા હેઠળ આવરી લેવાઈ છે.

  • Share this:
પ્રાચી મિશ્રા

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું?

જેમાં માનવ બુદ્ધિનું સર્જન શામેલ હોય તેને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (બૌદ્ધિક સંપદા) કહેવાય છે. જે શોધ, સાહિત્યિક અને કલાત્મક કાર્ય, ડિઝાઇન અને સિમ્બોલ, નામ અને તસવીરો જેવી રચનાનો સંદર્ભ આપે છે.

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદાનો હેતુ શું?

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદાનો ઉદ્દેશ સર્જનાત્મકતા અને નવીનતા વિકસિત થઈ શકે એવા વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે. જેનાથી વિવિધ બૌદ્ધિક વસ્તુઓના નિર્માણને વેગ મળે. આ સાથે જ લોકોએ જે શોધ કે સર્જન કર્યું, તેનાથી તેઓને સ્વીકૃતિ અને નાણાકીય લાભ મળવો જોઈએ.

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વિવિધ પ્રકાર કયા?ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વિવિધ પ્રકારમાં કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક્સ, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન, ટ્રેડ સિક્રેટનો સમાવેશ થાય છે.

કોપીરાઇટ એટલે શું?

નાટક, મ્યુઝિકલ અને આર્ટિસ્ટિક વર્ક, સાઉન્ડ રેકોર્ડિંગ્સ અને એકઝામ્પલ બુક્સ માટે સિનેમેટોગ્રાફ ફાઇલો, સંગીત, પેઇન્ટિંગ્સ, ફિલ્મો, જાહેરાતો જેવા સર્જન પર સર્જકના અધિકારને વર્ણવવા કોપીરાઇટ શબ્દ વપરાય છે.

પેટન્ટ શું છે?

પેટન્ટ એટલે કોઈ શોધ માટે અપાયેલો એકમાત્ર હક. શોધ કરનારને શોધનો ઉપયોગ કેવી રીતે શકાય? કરી શકાય કે નહીં? તે નક્કી કરવાના અધિકાર પેટન્ટના માધ્યમથી મળે છે. અધિકારના બદલામાં મૂળ માલિક તેની શોધની તકનીકી માહિતી જાહેરમાં ઉપલબ્ધ કરાવે છે.

ટ્રેડમાર્ક શું છે?

ટ્રેડ માર્ક્સ એક્ટ, 1999 હેઠળ "ટ્રેડ માર્ક" એ એક એવું ચિહ્ન જે ગ્રાફીકલી રેપ્રેઝન્ટ કરવા સક્ષમ છે. જે એક વ્યક્તિના માલ અથવા સેવાઓને બીજી વ્યક્તિથી અલગ પાડી શકે છે. જેમાં માલનો આકાર, પેકેજિંગ અને કલર કોમ્બિનેશન પણ શામેલ હોઈ શકે છે.

જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન્સ એટલે શું?

કોઈ વસ્તુ કોઈ ચોક્કસ ભૌગોલિક મૂળની હોય અને તે સ્થાનના કારણે તેના ગુણો, પ્રતિષ્ઠા અથવા લાક્ષણિકતાઓ ધરાવતી હોય તેવા કિસ્સામાં જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન અને એપિલેશન ઓફ ઓરિજિનના ચિહ્નનો ઉપયોગ થાય છે.

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો ભંગ એટલે શું?

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના ભંગને સિવિલ અથવા ફોજદારી કાયદામાં વણી લેવામાં આવે છે. જોકે, તેને કયા કાયદામાં વણી લેવું તે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના પ્રકાર, અધિકારક્ષેત્ર અને નેચર ઓફ એક્શન પર આધારિત છે.

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદો શા માટે જરૂરી? તેમાં શું શામેલ છે?

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદો આ કાયદામાં વણી લેવાયેલી કોઈ પણ વસ્તુ-બાબતના વપરાશ, કોમર્શિયલ વાયબિલિટી, માર્કેટિંગ, વિતરણ, ઉલ્લંઘન અથવા નકલ પર જરૂરી સુરક્ષા પૂરી પાડે છે.

ભારતમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષા માટે કયા કાયદા છે?

ભારતમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષાને અલગ અલગ કાયદા હેઠળ આવરી લેવાઈ છે. 2012માં જરૂરી સુધારાઓ સાથેના કોપીરાઇટ એક્ટ 1957માં પણ સમાવાયા છે. ઉપરાંત ટ્રેડ માર્ક એક્ટ 1999, ડિઝાઇન એક્ટ 2000, પેટન્ટ એક્ટ 2005થી પણ સુરક્ષા મળે છે.

(લેખક પ્રાચી મિશ્રા, સુપ્રીમ કોર્ટનાં વકીલ અને છત્તીસગઢનાં એડિશનલ એડવોકેટ જનરલ છે.)
First published: May 15, 2021, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading