EXPLAINED : બાળપણના સ્વપ્નને પૂર્ણ કરવા માટે એમેઝોનના માલિક બેઝોસ અવકાશમાં જે યાનમાં જશે તે શું છે?

News18 Gujarati
Updated: June 15, 2021, 1:39 PM IST
EXPLAINED : બાળપણના સ્વપ્નને પૂર્ણ કરવા માટે એમેઝોનના માલિક બેઝોસ અવકાશમાં જે યાનમાં જશે તે શું છે?
બેઝોસ અવકાશમાં 100 કિલોમીર ઉંચે જશે

પૃથ્વીના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક, બેઝોસ આવતા મહિને અવકાશમાં પ્રાઇવેટ યાત્રાએ જઈ રહ્યા છે તેના વિશે જાણો.

  • Share this:
એમેઝોનના માલિક જેફ બેઝોસનું (Amazon Boss Jeff Bezos) નામ કોણે નહીં સાંભળ્યું હોય. પૃથ્વીના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક, બેઝોસ આવતા મહિને અવકાશમાં પ્રાઇવેટ યાત્રાએ જઈ રહ્યા છે. આ એ જ વ્યક્તિ છે જેણે સુપરમાર્કેટને તમારી આંગળીના ટેરવે લાવીને મૂકી દીધી. હવે તેઓ ખરા અર્થમાં પોતાના વૈભવને સાર્થક કરવા જઈ રહ્યા છે. પોતાની જ કંપની દ્વારા નિર્મિત રોકેટમાં બેસીને જેફ બેઝોસ જૂલાઈમાં અવકાશની (Space) સફરે જઈ રહ્યા છે. વિશ્વમાં કોઈ ખાનગી માણસે આવો વૈભવ અગાઉ માણ્યો હોય કે આવું સાહસ કર્યુ હોય તેવું ક્યાંય નોંધાયું નથી.

બેઝોસ અવકાશમાં શા માટે જઈ રહ્યા છે?

બેઝોસ અવકાશની યાત્રાએ આમ તો ફરવા માટે જ જઈ રહ્યા છે. બેઝોસ જે યાનમાં જઈ રહ્યા છે તેનું પણ ખાસ મહત્ત્વ છે, કારણ કે આ યાન અને તેને લઈ જનારું રોકેટ તેમની માલિકીની કંપની બ્લુ ઓરિજીને બનાવ્યું છે. બેઝોસ 185 બિલિયન અમેરિકન ડૉલરની સંપતિ સાથે વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.

બેઝોસ સાથે કોણ કોણ અવકાશમાં જશે

આ ફ્લાઇટમાં બેઝોસ સાથે તેમના બંધુ માર્ક જશે. આ યાનના અત્યારસુધીમાં 15 પ્રયોગ કરવામાં આવ્યા છે. જોકે, આ પ્રયોગોમાં મુસાફર સાથેનો ટેસ્ટ એકવાર પણ કરવામાં આવ્યો નથી. બેઝોસ સાથે આ ફ્લાઇટમાં અન્ય એક વ્યક્તિ પણ હશે જે આ યાત્રા કરવા માટે હરાજીના ધોરણે ટિકિટ મેળવનાર વ્યક્તિ હશે. જોકે, આ હરાજીમાં 2.8 મિલિયન ડૉલરની કિંમત સુધી ભાવ ગયો છે, પરંતુ કંપની દ્વારા આ હરાજીમાં બોલી લગાવનારા વ્યક્તિનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી.

બેઝોસ જે રોકેટમાં જવાના છે તેના વિશેની રસપ્રદ માહિતીજે નવા યાનમાં બેઝોસ જવાના છે તે રોકેટ અને કેપ્સુલનો કોમ્બો છે. આ યાનની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે જેના મુજબ 62 માઇલ એટલે કે અવકાશમાં 100 કિલોમીટર સુધી 6 પેસેન્જરને લઈ જઈ શકે છે. આ રોકેટ બેઝથી 60 ફૂટ ઉંચું છે અને તેનું નામ અવકાશમાં જનારા પ્રથમ અમેરિકન ેલે શેપર્ડના નામ પરથી શેપર્ડ રાખવામાં આવ્યું છે. બેઝોસની કંપની બ્લુ ઓરિજીન પાસે બીજું એક રોકેટ પણ છે, જેનું નામ ન્યૂ ગ્લેન રાખવામાં આવ્યું છે. આ નામ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મુસાફરી કરનાર પ્રથમ અવકાશયાત્રી જ્હોન ગ્લેનના નામ પરથી રાખવામાં આવ્યું છે. ધી ન્યૂગ્લેન રોકેટ 270 ફૂટનું મહાકાય રોકેટ છે જે ખૂબ જ હેવી પેલોડ્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

ધનાઢ્ય ઉદ્યોગપતિઓને અવકાશની સસ્તી સવારી કરી આપવા માટે તૈયાર કરવામાં આવેલા ન્યૂ શેપર્ડ અને ન્યૂ ગ્લેન રોકેટ વર્ટિકલ ટેકઑફ અને વર્ટિકલ લેન્ડીંગ કરી શકે એવી રીતે જ તૈયાર કરવામાં આવ્યા છે. આ રોકેટ એક કરતાં વધારેવાર પણ ઉપયોગમાં લઈ શકાય તેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

યાત્રીઓને શું જોવા મળશે

બ્લુ ઓરિજિન મુજબ અવકાશમાં પહોંચ્યા પછી મુસાફરોને 11 મિનિટ સુધી રોમાંચ માણી શકશે.આ મુસાફરો અવકાશના કાળાડિબાંગ અંધારા, ગુરૂત્વાકર્ણષની ગેરહાજરીનો અનુભવ કરી શકશે અને સફર સમાપ્ત થતા પ્રેશરાઇઝ્ડ કેપ્સુલથી પૃથ્વી પર પરત આવશે. આ કેપ્સુલમાં 6 વિન્ડો હશે.

લોકોને સ્પેસની સફર કરાવનાર અન્ય ધનાઢ્ય વ્યક્તિઓ કોણ છે?

બ્રિટિનના માલુતુજાર રિચાર્ડ બ્રેન્સન પાસે વર્જિન ગેલેટિક નામનું યાન છે, જ્યારે ટેસ્લાના માલિક ઇલોન મસ્ક પાસે પણ અવકાશમાં લોકોને લઈ જવા માટેનું આયોજન છે. તેમની કંપની સ્પેસએક્સ આ દિશામાં કામ કરી રહી છે. જોકે, બેઝોસ આ બંને ઉદ્યોગપતિઓને માત આપીને અવકાશમાં જનારા પ્રથમ માલેતુજાર વ્યક્તિ બનશે.

ઇ્સ્ટાગ્રામ પોસ્ટમાં જેફ બેઝોસે એકવાર લખ્યું કે 'હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશમાં જવાની મારી ઇચ્છા હતી. આ મારૂં નાનપણનું સ્વપ્ન હતું.' જેફ બેઝોસ જાપાનના માલેતુજાર યુસાક મેઝાવા કરતાં આગળ નીકળી ગયા છે જેણે એક નહીં પણ બેવાર અવકાશમાં જવા માટે ડીલ સાઇન કરી છે. પ્રથમ ટ્રીપ ડિસેમ્બરમાં આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની હશે અને બીજી 2023માં ચંદ્રની સફર હશે જે સ્પેસએક્સના યાન સ્ટારશીપમાં લઈ જશે.

અવકાશની મુસાફરી કેટલી સુરક્ષિત છે?

અમેરિકાની સ્પેસ એજન્સી નાસસા મતે અવકાશમાં જનારા યાત્રીઓને પાંચ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં રેડિએશન, ગુરૂત્વાકર્ણષની અછત વગેરે સમસ્યાઓ માટે શરીરને તૈયાર રાખવું પડે છે. નાસાના મતે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી જવા માટે અનેક ટેસ્ટ કરાવવા પડે છે, શરીરમાં બીજી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે.

સમાચાર સંસ્થા રોઇટર્સના મતે સ્પેસ મુસાફરીના જોખમ માટેનો વીમા કંપનીઓ હજુ પણ જોખમનું અવલોકન કરી રહી છે. અબજો રૂપિયાની સંપતિ ધરાવતા આ માલેતુજારોને જો કોઈ પણ પ્રકારના અકસ્માતનો સામનો કરવો પડે તો વિશ્વની કોઈ પણ વીમા કંપની તેની કેવી રીતે ભરપાઈ કરે તે પણ એક કોયડો બનીને રહી ગયો છે.
Published by: Jay Mishra
First published: June 15, 2021, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading