Indian Air Force Day 2021: ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, જાણો આજના દિવસની કેટલીક ખાસ વાતો


Updated: October 8, 2021, 11:57 AM IST
Indian Air Force Day 2021: ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, જાણો આજના દિવસની કેટલીક ખાસ વાતો
Indian Air Force 89th foundation day: ભારતીય વાયુસેનાએ અનેક વાર પોતાના પરાક્રમ બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે

Indian Air Force 89th foundation day: ભારતીય વાયુસેનાએ અનેક વાર પોતાના પરાક્રમ બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે

  • Share this:
Indian Air Force Day 2021: 8 ઓક્ટોબરનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 8 ઓક્ટોબરને ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે 89મો સ્થાપના દિવસ ઊજવવામાં આવશે. ભારતીય વાયુસેના દુનિયાની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાંથી એક છે. વાયુસીમાની સુરક્ષા અને વિષમ પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી ભારતીય વાયુસેનાના જાંબાઝો પર છે. ભારતીય વાયુસેનાએ અનેક વાર પોતાના પરાક્રમ બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

ભારતીય વાયુસેના દિવસની ઊજવણી

દર વર્ષે વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ખૂબ જ ધામધૂમથી વાયુસેના દિવસ ઊજવવામાં આવે છે. હિંડન એરબેઝ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 8મું સૌથી મોટું એરબેઝ છે. દેશના જૂના અને અત્યાધુનિક વિમાનો સાથે ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો પોતાના દિલધડક કરતબ બતાવીને શોર્યનો પરિચય આપે છે.

દેશને ભારતીય વાયુસેના પર ગર્વ છે- રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય વાયુસેના દિવસ પર ટ્વિટ કરીને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટમાં જણાવ્યું કે, ‘વાયુસેનાના દિવસે વાયુસેનાના જાંબાઝો અને તેમના પરિવારોને હાર્દિક શુભકામનાઓ. દેશને ભારતીય વાયુસેના પર ગર્વ છે. જેમણે શાંતિ અને યુદ્ધ દરમિયાન વારંવાર પોતાનું શૌર્ય અને પરાક્રમ બતાવ્યું છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેના ઉત્કૃષ્ટતાના માપદંડોને હંમેશા જાળવી રાખશે.’ઈતિહાસ

8 ઓક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ કારણોસર દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેના દિવસ ઊજવવામાં આવે છે. બ્રિટીશ શાસનને આધિન હોવાને કારણે ભારતીય વાયુસેનાએ અંગ્રેજો તરફથી દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો. આ વિશ્વયુદ્ધ 1939થી 1945 સુધી ચાલ્યું હતું. દેશને સ્વતંત્રતા મળી તે પહેલા વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ (RIAF) કહેવામાં આવતું હતું. આઝાદી બાદ વર્ષ 1950માં વાયુસેનાના નામમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરીને ‘ઈન્ડિયન એરફોર્સ’ કરી દેવામાં આવ્યું હતું.

1 એપ્રિલ 1933ના રોજ વાયુસેનાની પહેલી પલ્ટન બનાવવામાં આવી હતી. આ પલ્ટનમાં 6 IAF ટ્રેઈન્ડ ઓફિસર અને 19 હવાઈ સિપાહીઓને શામેલ કરવામાં આવ્યા હતા. હાલ ભારતીય વાયુસેના પાસે બે હજારથી વધુ સૈન્ય વિમાનો છે.

થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટ ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ

આઝાદી પહેલા ભારતીય વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી. એરફોર્સને આર્મી પાસેથી આઝાદ કરવાનો શ્રેય ભારતીય વાયુસેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ, એર માર્શલ સર થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટને ફાળે જાય છે. આઝાદી બાદ સર થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટને ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ, એર માર્શલ બનાવવામાં આવ્યા હતા. તેઓ 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર રહ્યા હતા.

ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય- 'नभ: स्पृशं दीप्तम'

ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય 'नभ: स्पृशं दीप्तम' છે. આ વાક્ય ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે ગર્વ સાથે આકાશને આંબવું. મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં ભગવાલ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલ ઉપદેશનો એક અંશ છે.

આ પણ વાંચો, Explained: ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણને આવી રીતે રાખો સુરક્ષિત, સરળ ટિપ્સ મોટું નુકસાન અટકાવશે

વાયુસેનાનો ધ્વજ

વાયુસેનાનો ધ્વજ વાયુસેનાના નિશાનથી અલગ આસમાની રંગનો છે. જેના શરૂઆતના એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ બનાવવામાં આવ્યો છે અને વચ્ચેના ભાગમાં રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગ- કેસરી, સફેદ અને લીલા રંગની ગોળાકાર આકૃતિ છે. આ ધ્વજ વર્ષ 1951માં અપનાવવામાં આવ્યો.

આ પણ વાંચો, EXPLAINED: મેલેરિયાની વેક્સીનને WHOની મંજૂરી, 30 વર્ષની મહેનત બાદ બનાવવામાં આવી વેક્સીન

આપત્તિમાં વાયુસેના બની દેવદૂત

આપત્તિની પરિસ્થિતિમાં વાયુસેના રાહત અને બચાવ કાર્યોમાં યોગદાન આપે છે. વર્ષ 1998માં ગુજરાતમાં આવેલ ચક્રવાત, 2004માં આવેલ ત્સુનામી અને ઉત્તર ભારતમાં પૂર આવ્યું, તે દરમિયાન વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તરાખંડમાં પૂર આવ્યું તે દરમિયાન ભારતીય વાયુસેનાએ 20 હજાર લોકોને સુરક્ષિતરૂપે બહાર કાઢીને રેકોર્ડ બનાવ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: October 8, 2021, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading