Know your Rights: જો કોઈ દુકાનદાર એક્સપાયરી થઈ ચુકેલો સામાન આપે તો અહીં કરો ફોન, તરત જ થશે કાર્યવાહી

News18 Gujarati
Updated: June 26, 2021, 6:13 PM IST
Know your Rights: જો કોઈ દુકાનદાર એક્સપાયરી થઈ ચુકેલો સામાન આપે તો અહીં કરો ફોન, તરત જ થશે કાર્યવાહી
એક્સપાયરી સામન વેચનાર દુકાનદાર સામે ફરિયાદ કરી શકાય

Know your Rights: તમે કોઈ દુકાનમાંથી ખરીદેલો સામાન દુકાનદારને પરત કરવા જાઓ છો ત્યારે દુકાનદાર ઝઘડો કરવા લાગે છે. એક ગ્રાહક તરીકે તમારે એ જાણવાની જરૂરત છે કે જો તમારી સાથે આવું થયું છે તો તમારી પાસે ફરિયાદ કરાવનો અધિકાર છે.

  • Share this:
Know your Rights: છાસવારે તમે દુકાનથી સામાન લો છો તો તેના ઉપર એક્સપાયરી ડેટ (Expiry date) ચેક કરવાનું તમે ભુલી જતા હોવ છો. દુકાનદાર (Shopkeeper ) પણ સામાન વેચવાના ચક્કરમાં ક્યારેક ક્યારેક પોતાનો જુનો સામાન આપી દે છે. કોઈપણ સામાન ઉપર લખેલી એક્સપાયરી ડેટ એ દર્શાવે છે કે સામાન કેટલા દિવસ સુધી પ્રયોગ કરી શકાય છે. પરંતુ જ્યારે પણ એ સામાનને પરત આપવા જાઓ છો ત્યારે દુકાનદાર ઇન્કાર (Shopkeeper sell Expired goods) કરી દે છે. જાણો તમે કેવી રીતે આવા દુકાનદારો સામે શું કરી શકો છો. જેમણે એક્સપાયરી ડેટ સામાન વેચી દીધો હોય.

ગ્રાહક પાસે ફરિયાદનો અધિકારી
જ્યારે પણ તમે કોઈ દુકાનમાંથી ખરીદેલો સામાન દુકાનદારને પરત કરવા જાઓ છો ત્યારે દુકાનદાર ઝઘડો કરવા લાગે છે. એક ગ્રાહક તરીકે તમારે એ જાણવાની જરૂરત છે કે જો તમારી સાથે આવું થયું છે તો તમારી પાસે ફરિયાદ કરાવનો અધિકાર (Consumer rights) છે. તમે કોઈપણ દુકાનદાર, સર્વિસ પ્રોવાઈડર અથવા ડીલર સામે ફરિયાદ નોંધાવી શકો છો. જેમણે તમને એક્સપાયરી ડેટ વાળો સામાન વેચ્યો છે.

કેમ જરૂરી છે એક્સપાયરી ડેટ ચેક કરવી
એક્સપાયરી ડેટ કોઈપણ પ્રોડક્ટના પેકેટની પાછળની બાજુએ અથવા તો બોટલની ઉપરની તરફ લખેલી હોય છે. જો તમે એક્સપાયટરી ડેટ પછીનો સામાનનો ઉપયોગ કરો છો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં ઉત્પાદની એક્સપાયરી ડેટ ચેક કરવી ખુબ જ જરૂરી છે. આવા મામલામાં હવે કંઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરવી ખુબ જ સરળ બની ગઈ છે. તમે એક મેસેજથી પણ આવા મામલાની ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડઆ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

કેવી રીતે નોંધાવી શકો છો ફરિયાદ


કેવી રીતે નોંધાવી શકો છો ફરિયાદ
- ગ્રાહક આ ત્રણ રીતે ફરિયાદ નોંધાવી શકે છે
1- 180011400 અથવા 14404 ઉપર ગ્રાહક કોલ કરીને દુકાનદાર, સર્વિસ પ્રોવાઇડર અથવા ડીલરની ફરિયાદ કરી શકે છે
2- તમે 8130009809 ઉપર મેસેજ કરીને પણ ફરિયાદ કરી શકો છો
3- આ ઉપરાંત તમે consumerhelpline.gov.in ઉપર જઈને ઓલાઈન કંપ્લેન્ટ રજીસ્ટર કરી શકો છો.
તમારી ફરિયાદ નોંધાશે અને તમને એક કંપ્લેન્ટ નંબર આપવામાં આવશે જેનો તમે ઉપયોગ કરી શકશો.

આ પણ વાંચોઃ-પતિની 'ઐયાશી'થી કંટાળીને પત્નીએએ ઊંઘમાં જ પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ, પછી કરી નાંખી હત્યા

આ પણ વાંચોઃ- ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
દુકાનદાર, ડીલર અથવા તો કોઈ સર્વિસ પ્રોવાઈડર જેણે તમારી સાથે છેતરપિંડી કરી હોય તેની સામે ફરિયાદ કરી શકો છો. કંમ્પલેન્ટ રજિસ્ટર કરાવતા સમયે સંપૂર્ણ ડિટેલ આપવાની રહેશે. કોઈપણ દુકાનદાર વિરુદ્ધ કંપ્લેન્ટ નોંધાવવાની હોય તેનું આખું નામ, યોગ્ય સરનામુ અને તમારી ફરિયાદને સપોર્ટ કરનારા જરૂરી ડોક્યૂમેન્ટ્સ.

કેટલી ચૂકવવી પડશે ફી


ચૂકવવી પડશે ફી
તમારે તમારી કંપ્લેન્ટ નોંધાવ્યા બાદ કેટલીક ફી આપવી પડશે. તમારે 100 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધી ફી આપવી પડી શકે છે. આ ફી તમારી કંપ્લેન્ટ કેવા પ્રકારની છે એના આધારે રહેશે. જો ફરિયાદ એક લાખ રૂપિયા સુધી હોય તો 100 રૂપિયા સુધી ફી આપવી પડશે. 1થી 5 લાખ રૂપિયા સુધીની હોય તો 200 રૂપિયા, 10 લાખ સુધીના કેસમાં 400 રૂપિયા અને 10થી 20 લાખ સુધી 500 રૂપિયા અને 20થી 50 લાખ સુધીના કેસમાં 2000 રૂપિયા અને એક કરોડ સુધીના કેસમાં 4000 રૂપિયા ફી આપવાની રહેશે.
Published by: ankit patel
First published: June 26, 2021, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading