Explained: ઉત્તરાધિકારી એટલે શું? વારસાને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય છે? અહીં જાણો બધું જ


Updated: September 24, 2021, 12:56 PM IST
Explained: ઉત્તરાધિકારી એટલે શું? વારસાને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય છે? અહીં જાણો બધું જ
Inheritance Law: ભારતમાં વારસામાં મળેલી અને અર્જિત કરેલી મિલકત વિવિધ કાયદાઓ હેઠળ તેના કાનૂની વારસદારો વચ્ચે વિભાજિત છે

Inheritance Law: ભારતમાં વારસામાં મળેલી અને અર્જિત કરેલી મિલકત વિવિધ કાયદાઓ હેઠળ તેના કાનૂની વારસદારો વચ્ચે વિભાજિત છે

  • Share this:
Inheritance Law: ભારતીય ન્યાયતંત્રમાં (Indian Judiciary) લાખો કેસ પેન્ડિંગ છે. જેમાં મોટાભાગના કેસ સંપત્તિ બાબતે થયેલી છેતરપીંડીના (Property Disputes) છે. સંપત્તિ બાબતે પરિવારમાં દાયકાઓ સુધી ઝઘડા ચાલતા હોય છે. તાજેતરમાં જ વડી અદાલતે (Supreme Court) સંપત્તિની માલિકીના હક્કને મૌલિક અધિકાર ગણાવ્યો હતો. જોકે, વેલ્ફેર સ્ટેટ પ્રોપર્ટી ઓનરશીપ રાઇટ્સમાં (Welfare State Property Ownership Rights) તેને હજુ પણ માનવ અધિકાર માનવામાં આવે છે. મજબૂત આધાર વગર આ અધિકાર કોઈ છીનવી શકે નહીં. જેથી કાયદેસર વારસદારના હક્ક (Inheritance Rights) માટે કાયદો વારસદારોની વ્યાખ્યાને માન્યતા આપે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં વારસામાં મળેલી અને અર્જિત કરેલી મિલકત વિવિધ કાયદાઓ હેઠળ તેના કાનૂની વારસદારો વચ્ચે વિભાજિત છે. ત્યારે અહીં ભારતમાં વારસા, વારસદાર અને સંપત્તિના અધિકારોની વ્યાખ્યા શું છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.

વારસદાર એટલે શું?


વારસદારની વ્યાખ્યા દરેક સમાજ અને ધાર્મિક માન્યતા મુજબ અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે વસિયતનામા વગર પૂર્વજનું અવસાન થયું હોય ત્યારે વારસદારને સંપત્તિનો વારસો મળે છે. સંપત્તિના વારસા અને અન્ય દાવા સંબંધીત બાબતો વારસદાર ઉઠાવે છે.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ વારસદાર
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં (Hindu Succession Act- HSA) હિંદુઓ, બૌદ્ધ, જૈન અને શીખને આવરી લેવામાં આવે છે. આમાંથી કોઈ ધર્મમાં પરિવર્તિત થયા હોય અથવા માતા પિતાના લગ્ન વગર જન્મ થયો હોય તેઓને પણ આ કાયદો લાગુ પડે છે. વારસદાર અંગે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પોતાના કાયદા છે. જેથી હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ તેમને લાગુ પડતો નથી.
કોઈ હિંદુ વસિયત છોડ્યા વગર મૃત્યુ પામે ત્યારે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ પ્રકાશમાં આવે છે. આવી સ્થિતિમાં વારસદાર માત્ર કાયદાના નિયમો પર આધાર રાખે છે. ત્યારે હિન્દુ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેની સંપત્તિ કઈ રીતે નક્કી થાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.

ક્લાસ-1 વારસદાર
દીકરો, દીકરી, વિધવા, માતા, અગાઉના પુત્રનો પુત્ર, અગાઉના પુત્રની પુત્રી, અગાઉના પુત્રની વિધવા, અગાઉની પુત્રીનો પુત્ર, અગાઉની પુત્રીની પુત્રી, અગાઉના પુત્રનો પૂર્વનિર્ધારિત પુત્ર, પુરોગામી પુત્રની પુત્રી. પુરોગામી પુત્રના પુરોગામી પુત્રની વિધવા

ક્લાસ 2 વારસદાર
પિતા, પુત્રની પુત્રીનો પુત્ર, પુત્રની પુત્રીની પુત્રી, ભાઈ, બહેન ત્રીજા. દીકરીનો દીકરો, દીકરીના દીકરાની દીકરી, દીકરીની દીકરી, દીકરીની દીકરી, ભાઈનો દીકરો, બહેનનો દીકરો, ભાઈની પુત્રી, બહેનની પુત્રી, પિતાજી; પિતાની માતા, પિતાની વિધવા, ભાઈની વિધવા, પિતાનો ભાઈ, પિતાની બહેન

સગોત્ર
ઉદાહરણ: પિતાના ભાઈનો પુત્ર, પિતાના ભાઈની વિધવા
નિયમ 1: બે ઉત્તરાધિકારીમાં જે વધુ નજીક છે, તેમને અધિકાર આપવામાં આવે છે.
નિયમ 2: જ્યાં ડિગ્રી સંખ્યા સમાન અથવા કોઈ ન હોય તેવા કિસ્સામાં જે સામાન્ય પૂર્વજની નજીક હોય તેવા ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવે છે.

સજાતીય
ઉદાહરણ: પિતાની બહેનનો પુત્ર અથવા ભાઈનો પુત્ર
નિયમ 1: બે ઉત્તરાધિકારીમાંથી જે નજીક હોય તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.
નિયમ 2: ડિગ્રીની સંખ્યા સમાન હોય તેવા અથવા સંખ્યા સમાન ન હોય તેવા કિસ્સામાં સામાન્ય પૂર્વજની નજીક હોય તેવા ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સગોત્ર પુરુષોના સંબંધોમાં હોય છે, પરંતુ તેમનો લોહી કે દત્તકનો સંબંધ નથી. આ લગ્ન દ્વારા બનેલા સંબંધો છે.

વારસો એટલે શું?

ઉત્તરાધિકાર શબ્દનો ઉપયોગ ખાસ કરીને ઉત્તરાધિકારના સંદર્ભમાં થાય છે. વ્યક્તિના મૃત્યુ થાય ત્યારે તેની સંપત્તિ, ટાઇટલ, લોન અને જવાબદારી વારસામાં મળી શકે છે. પરંતુ વિવિધ સમાજ વારસા વિશે અલગ રીતે વર્તે છે. વાસ્તવિક અને અચલ મિલકતને ઘણીવાર વારસા તરીકે ગણવામાં આવે છે. ત્યારે ચાલો, અહીં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વારસા અંગેનો ખ્યાલ સમજીએ.

દીકરીઓને સંપત્તિનો અધિકાર

યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા. આ કહેવત સદીઓથી આપણા સમાજમાં ચાલી રહી છે. તેમ છતાં, કુટુંબથી માંડીને સામાજિક બાબતો અનેક સ્થળે લિંગ ભેદભાવનો ભોગ મહિલાઓ લાંબા સમય બનતી આવી છે. આજના સમયે પણ મહિલાઓની સ્થિતિમાં કોઈ નોંધનીય પરિવર્તન આવ્યું નથી. જાગૃતિમાં વધારો થતા કાયદામાં સકારાત્મક ફેરફારો થયા છે. પુરુષો અને મહિલાઓ વચ્ચે તફાવત ન કરતા કાયદાઓની રજૂઆત સાથે પરિસ્થિતિમાં સુધારો થયો છે.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વર્ષ 2005માં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં સંપત્તિની દ્રષ્ટિએ પુત્રીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો હતો. 2005 પહેલા એવું માનવામાં આવતું હતું કે, લગ્ન પછી એક મહિલા તેના પતિની સંપત્તિમાં જોડાય છે અને તે સંપત્તિનો અધિકાર મેળવે છે. જેથી પિતાની સંપત્તિમાં માત્ર પુત્રોને જ અધિકાર આપવામાં આવ્યા હતા. દીકરીઓના અધિકાર તે કુંવારી હોય ત્યાં સુધીના જ હતા. હવે પરણેલી અને અપરિણીત દીકરીઓને પિતાની મિલકતમાં ભાઈઓ જેવા જ અધિકારો છે. તેઓ તેમના ભાઈઓની જેમ સમાન ઉત્તરાધિકાર મેળવવા માટે હકદાર છે.

જો 20 ડિસેમ્બર, 2004 પહેલાં પૈતૃક સંપત્તિનું વિભાજન કરવામાં આવ્યું હોય તો દીકરી તેની હકદાર ન ગણાય. કારણ કે, આ કિસ્સામાં જૂનો હિન્દુ અનુગામી કાયદો લાગુ પડશે. આ કિસ્સામાં વિભાજન રદ કરવામાં આવશે નહીં. આ કાયદો હિન્દુ ધર્મ સાથે ઉપરાંત બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયોને પણ લાગુ પડે છે.

દીકરાની સંપત્તિમાં માતાનો અધિકાર

જો કોઈ વ્યક્તિ વસિયત વિના મૃત્યુ પામે તો તેની સંપત્તિ તેની વિધવા, તેના બાળકો અને તેની માતા વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જે માણસ તેની પત્ની, બે બાળકો અને તેની પોતાની માતાથી બચી જશે તેની સંપત્તિ ચારેયમાં સમાન રીતે વહેંચવામાં આવશે. બીજી તરફ જો માતા વસિયત વિના મૃત્યુ પામે તો તેના પુત્રની સંપત્તિમાં હિસ્સો તેના કાનૂની વારસદારોને મળશે. જેમાં અન્ય બાળકો પણ સામેલ હોય છે.

સંપત્તિમાં દત્તક લીધેલા બાળકોના અધિકાર

દત્તક લીધેલું બાળક પણ વર્ગ-1 શ્રેણીમાં આવે છે અને તેને જૈવિક બાળકની સમાન તમામ અધિકારો મળે છે. જો પિતાને ગુનાને કારણે સંપત્તિ વારસામાં મેળવવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોય તો દત્તક લીધેલું બાળક તેના પિતાની સંપત્તિનો દાવો કરી શકતું નથી. પિતાએ બીજો ધર્મ અપનાવ્યો હોય અને દત્તક લીધેલું બાળક પણ એ જ ધર્મનું પાલન કરી રહ્યું હોય તો પણ આ કિસ્સામાં દત્તક લીધેલું બાળક પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરી શકતું નથી.

પ્રથમ પત્નીનો સંપત્તિમાં અધિકાર

ઉદાહરણ તરીકે, કોઈ હિન્દુ વ્યક્તિ છૂટાછેડા વિના પત્નીને છોડી દે છે અને બીજા લગ્ન કરે છે. આ કિસ્સામાં કાયદા વતી તેમના પ્રથમ લગ્ન રદ કરવામાં આવ્યા નથી અને પ્રથમ પત્ની અને તેમના બાળકો કાનૂની વારસદાર છે. બીજી તરફ જો બંનેના છૂટાછેડા થઈ ગયા હોય તો પહેલી પત્ની મિલકતમાં કોઈ દાવો કરી શકતી નથી. પરંતુ તેની પાસે જે છે તે રહેશે. જો પતિ-પત્નીએ સંપત્તિની ખરીદીમાં ફાળો આપ્યો હોય તો છૂટાછેડાના કિસ્સામાં બંનેના નાણાકીય યોગદાનની ટકાવારીનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. સંપત્તિમાંથી બહાર કાઢવાના કેસમાં આવું જરૂરી છે.

સંપત્તિમાં બીજી પત્નીનો અધિકાર

પતિની મિલકતમાં બીજી પત્ની સંપૂર્ણ અધિકાર ધરાવે છે. જો પતિની પ્રથમ પત્નીનું ફરીથી લગ્ન થાય તે પહેલાં અવસાન કે છૂટાછેડા થયા હોય તેવા કિસ્સામાં પિતાના હિસ્સામાં પહેલી પત્નીના બાળકો જેવા જ અધિકારો તેમના બાળકોને પણ છે. જોકે, બીજા લગ્ન કાયદેસર ન હોય તો બીજી પત્ની કે તેના બાળકોને પતિની પૈતૃક સંપત્તિમાં કાનૂની અધિકાર નહીં મળે

સંપત્તિના અધિકારો પર ધર્મ.પરિવર્તનની અસર

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અનુસાર કોઈ વ્યક્તિએ ધર્મ પરિવર્તન કર્યું હોય તો પણ તે સંપત્તિનો વારસો મેળવી શકે છે. વ્યક્તિ પોતાનો ધર્મ બદલી નાખે તો ભારતીય કાયદો તેને વારસામાં સંપત્તિ મળતી રોકી શકે નહીં. જેણે પણ પોતાનો ધર્મ ત્યજી દીધો છે તે સંપત્તિનો વારસો મેળવી શકે છે. પરંતુ ધર્માંતરણ કરનારના વારસદારો સમાન અધિકારોનો લાભ લેવા સક્ષમ નથી. હિન્દુ ધર્મ સિવાયના ધર્મનું પાલન કરનાર પુત્ર અથવા પુત્રીને પૂર્વજોની સંપત્તિના વારસા માટે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે

મૃતક પત્નીની સંપત્તિમાં પુરુષના અધિકાર

પત્ની જીવિત હોય ત્યાં સુધી તેની મિલકતમાં પતિના કોઈ હક્ક હોતા નથી. જો પત્નીનું અવસાન થાય તો પતિ-બાળકોમાં પ્રોપર્ટીનું વિતરણ કરવામાં આવશે. housing.comના અહેવાલ મુજબ કોલકાતાના વકીલ દેવજ્યોતિ બર્મન કહે છે, જો પત્નીને તેના જીવનકાળમાં હિસ્સો મળે તો પતિ તેનો વારસો મેળવી શકે છે. જો તેને તેના જીવનકાળમાં તેના માતાપિતા અથવા પૂર્વજો પાસેથી વારસામાં સંપત્તિ મળી ન હોય તો પતિ તેનો દાવો કરી શકતો નથી. જો કોઈ વ્યક્તિએ પોતાની પત્નીના નામે પોતાના પૈસાથી મિલકત ખરીદી હોય તો તે મૃત્યુ પછી પણ માલિકી જાળવી શકે છે.

સંપત્તિમાં વિધવાના અધિકાર

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અનુસાર, જો કોઈ વ્યક્તિ વસિયત વિના મૃત્યુ પામે છે તો મૃત વ્યક્તિની સંપત્તિ તેના વારસદારોમાં વિભાજિત કરવામાં આવશે. જેમાં તેની વિધવાને પણ ભાગ મળે છે

સંપત્તિમાં ગુનેગારોના અધિકાર

ગંભીર ગુનામાં દોષિત થરેલા વ્યક્તિને વિરાસ્તમાં મિલકત મળતી નથી.
સંપત્તિમાં લિવ-ઇન કપલ્સ અને તેમના બાળકોના અધિકાર
2015માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લાંબા સમય સુધી ઘરમાં પાર્ટનરની જેમ રહેતા યુગલોને પરણેલા માનવામાં આવશે. ભારતમાં કોઈ પણ ધર્મ લિવ-ઇનને કાયદેસર માનતો નથી. પરંતુ કાયદો થોડી રાહત આપે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ લિવ-ઇન રિલેશનશિપમાં મહિલાઓ કાનૂની અધિકારો અને ભરણપોષણના ભથ્થા માટે હકદાર છે. લિવ-ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકો પણ હિન્દુ મેરેજ એક્ટ કલમ 16 મુજબ તેમના માતાપિતાએ પોતે કમાયેલી સંપત્તિના હકદાર છે. બાળકો ભરણપોષણ પણ માંગી શકે છે.

આ પણ વાંચો, Explained: શું છે ટાઇટલ ઇન્શ્યોરન્સ કવર અને કઇ રીતે તમારા મકાનને આપશે સંપૂર્ણ સુરક્ષા?

અપરિણીત માતા અને બાળકના અધિકારો

અપરણિત કપલ વચ્ચે કસ્ટડીને લઈ જંગ ચાલતી હોય તો બાળકને અધિકાર કઈ રીતે મળશે તે આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટ નિયમ ઘડાયો નથી. આવા કિસ્સામાં માતાપિતા એક જ ધર્મના હશે તો તેમના પર્સનલ લો પર વિચાર કરવામાં આવશે. જો તેઓ અલગ અલગ ધર્મના હોય તો બાળકોનો વિચાર જાણવામાં આવશે અને માનસિક રીતે અસર ન થાય તે માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, હિન્દૂ પર્સનલ લો મુજબ 5 વર્ષની ઉંમર સુધી માતા બાળકની કુદરતી રક્ષક હોય છે. ત્યારબાદ પિતા બાળકના પ્રાકૃતિક રક્ષક બની જાય છે. પિતાના અવસાન બાદ માતા રક્ષક બને છે.

પતિની પૈતૃક સંપત્તિમાં મહિલાઓના સહ-માલિકી હક્ક

આ બાબતે નિયમોમાં ફેરફાર જોવા મળે છે. દેશના ઘણા રાજ્યોમાં પુરુષો રોજગારી માટે સ્થળાંતરિત થાય છે. પત્ની સહિતનો પરિવાર તેના ઘરે હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓને આર્થિક સ્વતંત્રતાની જરૂર પડે છે. જેથી ઉત્તરાખંડ જેવા રાજ્યમાં પતિની પૈતૃક સંપત્તિમાં મહિલાઓને સહ-માલિકી હક્ક આપવામાં આવ્યો છે. જોકે, છૂટાછેડા લેનારી સ્ત્રી કે જેણે ફરીથી લગ્ન કર્યા છે તે સહમાલિક બની શકશે નહીં. પરંતુ જો છૂટાછેડા લેનાર પતિ તેનો આર્થિક ખર્ચ ઉપાડી ન શકે તો મહિલા સહમાલિક બની શકે છે. જેને બાળકો ન હોય અથવા પતિ સાત વર્ષથી ગુમ હોય તેવા કિસ્સામાં છૂટાછેડા લેનારી મહિલા તેના પતિની જમીનમાં સહમાલિક બની શકે છે.

વારસો અને પ્રતિકૂળ કબજો

સંપત્તિ વારસામાં મળી હોય પણ તે અન્ય કોઈના કબજામાં હોય તેવા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. વર્તમાન કાયદા મુજબ 12 વર્ષથી તે સંપત્તિમાં રહેનાર વ્યક્તિ સંપત્તિમાં અધિકાર મેળવી શકે છે.

આ પણ વાંચો, Explained: GST કાઉન્સિલે પેટ્રોલ, ડીઝલને GST હેઠળ લાવવાનો કેમ કર્યો ઇન્કાર?

ખૂબ જ કામના સવાલ-જવાબ (FAQs)

સંપત્તિનો અધિકાર કાયદેસર અધિકાર છે?
બંધારણ અધિનિયમ 1978માં સુધારાના કારણે સંપત્તિની માલિકી હવે મૂળભૂત અધિકાર નથી. જો કે, તે કાનૂની, માનવીય અને બંધારણીય અધિકાર છે.

શું પુત્રો પિતાની સંપત્તિમાં હક્કદાર હોય છે?
હા. પુત્રને ક્લાસ1 વારસદાર ગણવામાં આવે છે અને પિતાની સંપત્તિ પર તેનો હક્ક હોય છે.

રાઈટ ટુ પ્રોપર્ટીમાં શું શું સામેલ હોય છે?
બધા જ નાગરિકો પાસે પ્રોપર્ટીનો અધિકાર હોય છે. તેમની પાસે તેમની સંપત્તિ હસ્તગત કરવા, સંચાલિત કરવા અને વેચવાના અધિકારો પણ છે.

શું પુત્રી લગ્ન બાદ પિતાની સંપત્તિ પર દાવો કરી શકે છે?
હા. પરણેલી દીકરીને પિતાની મિલકતમાં હિસ્સો માંગવાનો પૂરો અધિકાર છે. તેને તેના ભાઈ અને કુંવારી બહેન જેવો જ અધિકાર મળે છે.
First published: September 24, 2021, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading