ભારતમાં આજના જ દિવસે પહેલીવાર મુંબઈના રસ્તાઓ પર દોડી હતી BEST બસ, અહીં જાણો ઇતિહાસ


Updated: July 15, 2021, 11:13 AM IST
ભારતમાં આજના જ દિવસે પહેલીવાર મુંબઈના રસ્તાઓ પર દોડી હતી BEST બસ, અહીં જાણો ઇતિહાસ
આમ તો, મુંબઈમાં પહેલી મોટર બસ 1926માં દોડી પરંતુ સ્થાનિક પરિવહનની કવાયત 1965થી શરૂ થઈ હતી. (તસવીર- Wikimedia Commons)

BEST છેલ્લા 95 વર્ષથી બદલાતા સ્વરૂપની સાથે મુંબઈને પોતાની સેવાઓ આપી રહી છે, જાણો કેમ બદલાયું હતું નામ

  • Share this:
માયાનગરી મુંબઈ (Mumbai) તદ્દન અનોખું શહેર છે. તેનો પોતાનો આગવો ઇતિહાસ (History of Mumbai) છે. અન્ય શહેરો કરતા મુંબઈને ખાસ બનાવતી અનોખી સંસ્કૃતિ છે. મુંબઈમાં જેમ અલગ અલગ સ્થળોની ઐતિહાસિક મહત્વ છે, તેમ ત્યાંની બસ સેવા બેસ્ટ (BEST)ની પણ આગવી ઓળખ અને મહત્વ છે. BEST મુંબઈ માટે લાંબા સમય સુધી લાઈફલાઈન (BEST Mumbai’s Lifeline) સમાન રહી છે. તે 1926ની 15મી જુલાઈના રોજ શરૂ થઈ હતી. તે દિવસે મુંબઈના રોડ પર બસ દોડતી જોવાનો લહાવો લોકોને મળ્યો હતો.

ક્યાંથી ક્યાં સુધી દોડતી હતી બસ?


આ બસ સેવા માત્ર મુંબઈની જ નહીં પણ આખા દેશની સૌપ્રથમ બસ સેવા હતી. જેને બૃહદમુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ(BEST) દ્વારા શરૂ કરાઇ હતી. તેને પ્રથમ વખત અફઘાન ચર્ચથી ક્રાફટ માર્કેટ સુધી દોડવાઈ હતી. સરકાર અને BMCની અપીલ પર સરકારે 1934માં ઉત્તર ભાગમાં પણ આ સેવાને વિસ્તારી હતી. બેસ્ટ દ્વારા ડબલ ડેકર બસને 1937માં ઉપયોગમાં લેવાઈ હતી. મુંબઈ અને દેશની સૌથી પહેલી લિમિટેડ બસ સેવા 1940માં કોલાબા અને માહિમ વચ્ચે દોડી હતી.

ટેક્સી ડ્રાઈવરોનો વિરોધ, હડતાળ
બેસ્ટ સેવા શરૂ થતાં જ મુંબઈના લોકોએ તેને વધાવી લીધી હતી. લોકોમાં ભારે ઉત્સાહ હતો. જોકે, તેને પરિવહનનું સાધન બનતા સમય લાગ્યો હતો. આ સેવાનો વિરોધ ટેક્સી ડ્રાઇવરો દ્વારા તીવ્ર પ્રમાણમાં થયો હતો. પરંતુ ઉગ્ર વિરોધ બાદ પણ એક વર્ષમાં 6 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો, ત્યારબાદ આ સંખ્યા વધીને 38 લાખ સુધી પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો, કારની બોનેટ પર બેસીને લગ્ન કરવા પહોંચી દુલ્હન, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કડક કાર્યવાહી

એક કંપનીથી થઇ શરૂઆત

મુંબઈ બૃહદમુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ 1995 સુધી બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખાતું હતું. સાર્વજનિક પરિવહન અને વીજળી ઉત્પાદન સંસ્થાને મૂળભૂત રીતે ટ્રામવે કંપની તરીકે બોમ્બે ટ્રામવે લિમિટેડ નામથી સ્થાપિત કરાઈ હતી. આ કંપનીએ 1905ના નવેમ્બરમાં વાડી બંદર પર કેપ્ટિવ થર્મલ પાવર સ્ટેશનની સ્થાપના કરી હતી.

BEST છેલ્લા 95 વર્ષથી બદલાતા સ્વરૂપની સાથે મુંબઈને પોતાની સેવાઓ આપી રહી છે. (તસવીર- Wikimedia Commons)


આવી રીતે બદલાયા નામ

બસોના ઓપરેટર તરીકે બેસ્ટ 1926માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ 1947માં બેસ્ટ મ્યુનિસિપલ બોડી બની હતી. તેનું નામ બદલીને બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ રખાયું અને બેસ્ટ તરીકે ખ્યાતનામ થયું હતું. વર્ષ 1995માં બમ્બઈ નામની જગ્યાએ મુંબઈ નામ આપી તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું અને તેને બૃહદમુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ રાખવામાં આવ્યું હતું અને તેને બેસ્ટ તરીકે ઓળખવામાં આવ્યું. આજે બેસ્ટએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની સ્વતંત્ર સંસ્થા છે.

1965થી ચર્ચા વિચારણા ચાલતી હતી

બેસ્ટ રાતોરાત અસ્તિત્વમાં આવ્યું નહતું. 1856માં મુંબઈ માટે પરિવહન માળખું તૈયાર કરવાની દરખાસ્ત મુકાઈ હતી. શરૂઆતમાં તેને અમેરિકાની કંપનીને સોંપવાની દરખાસ્ત હતી. જેને ઘોડા દ્વારા ખેંચવામાં આવતી ટ્રામ સિસ્ટમના લાયસન્સ માટે અરજી કરી હતી. 1973 બાદ બોમ્બે ટ્રામવે કંપની લિમિટેડ દ્વારા ઘોડાના ટ્રામ મુંબઈમાં દોડવાયા હતા.

BESTનું અનેકવાર નામ બદલવામાં આવ્યું અને ફરી એક વાર તેનું અધિગ્રહણ પણ કરવામાં આવ્યું. (તસવીર- Wikimedia Commons)


આ પણ વાંચો, COVID-19: એક વ્યક્તિને કોરોના વાયરસના બે વેરિએન્ટનું એકસાથે સંક્રમણ લાગે તો શું થાય?

ઘોડાની ટ્રામથી ઇલેક્ટ્રિક ટ્રામ સુધીની સફર

1974ની 9મી મેના રોજ મુંબઈમાં ઘોડાથી ખેંચવામાં આવતી ટ્રામ દોડી હતી. જે ક્રોફાર્ડ માર્કેટ થઈ કોલાબાના બેડહોન અને કોબાદેવીથી થઈને બોરી બંદરથી પેડહોની સુધી દોડતી હતી. બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રામવે કંપની લિમિટેડની સ્થાપના થતા 1905માં ઇલેક્ટ્રિક ટ્રામ અને બસ દોડાવવાનું શરૂ થયું હતું.

1947માં BMCએ બેસ્ટની બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામવે કંપની લિમિટેડને હસ્તગત કરી, તેને બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટમાં ફેરવી નાખી હતી. આ સાથે જ બસ સેવાને પણ પોતાના હાથમાં લઈ લીધી હતી. આ વ્યવસ્થા 1995 સુધી ચાલી હતી. 1995માં બેસ્ટની પુનર્રચના પછી તેની બસોને બદલી નાખવામાં આવી હતી. આજે ભલે મુંબઈમાં મેટ્રો ટ્રેન શહેરની જીવાદોરીનો દરજ્જો ધરાવે છે, પરંતુ મુંબઈમાં સ્થાનિક પરિવહન બેસ્ટ વિના અધૂરું છે.
First published: July 15, 2021, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading