Explained: બાળકોને કઈ કોરોના વેકસીન મળશે? નાકના સ્પ્રેવાળી રસી અસર કરશે?


Updated: June 4, 2021, 4:20 PM IST
Explained: બાળકોને કઈ કોરોના વેકસીન મળશે? નાકના સ્પ્રેવાળી રસી અસર કરશે?
પ્રતિકાત્મક તસવીર

આ લહેરમાં બાળકોને ખતરો વધુ હોવાની વાતથી ચિંતા વધી છે. આ મામલે અલગ અલગ દાવા થઇ રહ્યા છે. ઇન્ડિયન એકેડમી ઓળપેડિએટ્રિક્સ(IAP)એ સલાહ આપી હતી કે બાળકો વયસ્કોની જેમ કોવિડ ઇન્ફેક્શન પ્રત્યે સંવેદનશીલ હોય છે.

  • Share this:
ભારતમાં 130 કરોડની વસ્તી છે. જેમાંથી 35.29 ટકા વસ્તી 20 વર્ષથી ઓછી ઉંમરની છે. કોઈ પણ દેશ માટે તેના એક બિલિયનથી વધુ લોકોને બે ડોઝ સાથે રસી આપવી મસમોટો પડકાર સાબિત થાય.

એક તરફ હજુ બીજી લહેર ઘણા વિસ્તારોમાં લોકોને ઝપટે ચડાવી રહી છે, બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર નજીક આવી છે. આ લહેરમાં બાળકોને ખતરો વધુ હોવાની વાતથી ચિંતા વધી છે. આ મામલે અલગ અલગ દાવા થઇ રહ્યા છે. ઇન્ડિયન એકેડમી ઓળપેડિએટ્રિક્સ(IAP)એ સલાહ આપી હતી કે બાળકો વયસ્કોની જેમ કોવિડ ઇન્ફેક્શન પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે તે વાત ખોટી છે. આ મામલે હજુ પૂરતા પુરાવા નથી તેવું IAPનું કહેવું છે.

જોકે, IAP દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, બીજી લહેર બાદ જો આપણે કોવિડ તરફ સાવચેતી નહીં રાખીએ તો ત્રીજી લહેરમાં બાકી રહી ગયેલા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ઝપટે ચડશે, જેમાં બાળકો પણ હોઈ શકે છે.

યુનિસેફ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2020થી માર્ચ 2021 સુધીના 100 દેશોના કોવિડ19 ડેટાનું સંકલન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 80 મિલિયન કેસમાં 11 મિલિયન (13 ટકા) બાળકોના કેસ હતા. તેમજ કુલ 6800 બાળકોના મોત થયા હતા. 1 જાન્યુઆરીથી 21 એપ્રિલ સુધીના આંકડા પરથી ફલિત થાય છે કે ભારતમાં કોરોનાના 5.6 મિલિયન કેસમાં 12 ટકા કેસ 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોના હતા.

બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈંફ્લેમેટરી સિન્ડ્રોમ(MIS-C) જેવી ગંભીર બિમારી સિવાય કોરોનાનું સંક્રમણ બાળકોમાં વયસ્કોની સરખામણીએ હળવું રહ્યું છે. નાના બાળકો કોરોનાના સુપર સ્પ્રેડર્સ હોવાની થિયરી પણ ઉડી ગઈ છે.

રસીકરણના માધ્યમથી કોરોનાનો ફેલાવો અટકાવી શકાય છે તે વાતને ધ્યાનમાં રાખીને વિશ્વભરના અનેક તજજ્ઞો બાળકોને કોરોના રસી આપવાનું સમર્થન કરે છે. પુખ્ત વસ્તીમાં રસીકરણના કારણે વાયરસને ટકી રહેવા અને ફેલાવવાની નવી રીતો શોધવી પડશે. જેથી નજીકના ભવિષ્યમાં બાળકો કોરોના ફેલાવવાનું કારણ બની શકે છે.મહામારી પર નિયંત્રણ લાગશે એટલે ભારત સહિત મોટાભાગના દેશો ટૂંક સમયમાં તેમના બજારો, વ્યવસાયો, કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલી નાખશે. આ નિર્ણય લેવાય તે પહેલાં કોરોના તરફ વલણ બદલાય અને રસીકરણને વધુ વ્યાપક બનાવવામાં આવે તે જરૂરી છે. જેનાથી હર્ડ ઇમ્યુનિટી ઉભી થશે.

યુએસ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ (CDC)નું કહેવું છે કે, મહામારીને અટકાવવા રસીકરણનો વ્યાપ વધારવો મહત્વનું ટૂલ છે. 12 વર્ષ કે તેથી વધુની ઉંમરના દરેકને કોરોના રસી આપવી જોઈએ. બાળકો પુખ્ત વયની વ્યક્તિ જેવા હોતા નથી. જેથી વયસ્કો અને યુવાનો પર કરાયેલા પરીક્ષણના સુરક્ષા અને પ્રભાવના ડેટાને તેમની સાથે જોડાવા અવિચારી રહેશે.

ઘણા બાળકોમાં રસીની ગેરહાજરીમાં ઇમ્યુન સિસ્ટમ હજુ વિકસી રહી છે. ત્યારે તેના ઉપયોગ અથવા સલામતી માટે સારા પુરાવા છે. આ બાબતે વિશ્વ આરોગ્ય સંગઠન પણ ટેકો આપે છે.

ગત મે મહિનામાં WHOના ચીફ ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રેસિયસે જીનીવામાં વર્ચુઅલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેટલાક દેશ બાળકોને રસી અપાવાનો આગ્રહ કેમ કરે છે તેનું કારણ સમજી ગયો હતો, પણ હવે આ મામલે તેઓએ ફેરવિચાર કરવો જોઈએ. ધનવાન દેશોએ બાળકોને કોરોના રસી આપવાનું મોકૂફ રાખી રસીનો જથ્થો ગરીબ દેશોને આપવો જોઈએ.

બાળકોને કોરોના રસી મામલે અત્યારે શું સ્થિતિ છે?

ફાઈઝર-બાયોનેટટેક કોવિડ -19 રસી(mRNA COVID-19 Vaccine) વિશ્વની પ્રથમ અને એકમાત્ર રસી છે, જે અત્યાર સુધીમાં 12-15 વર્ષની વય જૂથ માટે માન્ય છે. બાળકોને પણ પુખ્ત વ્યક્તિની જેમ જ ડોઝ આપવાની ભલામણ થઈ છે.

1લી માર્ચના રોજ ફાઇઝર-બાયોએનટેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ રસી 12થી 15 વર્ષની વય જૂથના 2260 બાળકો પરના અધ્યયનમાં 100 ટકા અસરકારક હોવાનું જણાવાયું છે. હાલ કંપની 6 મહિનાથી 11 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ કરી રહી છે. આ વર્ષના અંતમાં આ વય જૂથની રસી માટે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન (ઇયુએ)ની મંજૂરીની આશા રાખે છે.

5મેના રોજ કેનેડા 12 કે તેથી વધુ ઉંમરના બાળકો માટે ફાઇઝર રસીને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો હતો. 12મી મેના રોજ એડવાઇઝરી કમિટી ઓફ ઇમ્યુનાઇઝેશન પ્રેક્ટિસિસ (ACIP)એ ફાયઝર બાયોટેક રસી (mRNA COVID-19 vaccine) 12થી 15 વર્ષના કિશોરને આપવા FDA હેઠળ ભલામણ કરી હતી. આવી જ રીતે 28મી મેના રોજ યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ પણ 12થી 15 વર્ષના કિશોરને ફાયઝર રસી માટેની મંજૂરી આપી હતી.

કોરોના રસીઓ સલામત અને અત્યંત અસરકારક સાબિત થઈ છે, છતાં CDC રસીકરણ પછી કિશોરો અને યુવાન વયસ્કોમાં મ્યોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસની અસરો પર દેખરેખ રાખે છે. તે જણાવે છે કે, કોરોનાની રસીના સંભવિત ફાયદાઓ મ્યોકાર્ડિટિસ અથવા પેરીકાર્ડિટિસના સંભવિત જોખમો કરતાં વધુ છે.

ફાઈઝર-બાયોએનટેક રસી પર હાલની સીડીસીની ભલામણો મુજબ કોરોના રસીઓ અને અન્ય રસીઓ સમયને ધ્યાનમાં લીધા વિના એક સાથે આપી શકાય છે. જો એક જ મુલાકાતમાં એકથી વધુ રસી લેવાની થાય તો દરેક રસી અપાતી વખતે અલગ જગ્યાએ ઇન્જેક્શન આપવું. કિશોરો અને પુખ્ત વયના લોકો માટે ડેલ્ટોઇડ સ્નાયુમાં એક કરતા વધુ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપી શકાય છે.

MIS-C હોય તેવા બાળકોને રસી આપવા અંગે CDC જણાવે છે કે, કોઈ પણ વ્યક્તિ નીચેની બાબતોનું ધ્યાન રાખી આવા બાળકોને રસી મુકાવી શકે છે.

MIS-C કે MIS-Aમાંથી ક્લિનિકલ રિકવરી. કાર્ડિયાક ફંક્શનમાં સામાન્ય થઈ જવું.

ગંભીર તીવ્ર કોરોનાનું જોખમ.

કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્તર અને ફરીથી ચેપનું વ્યક્તિગત જોખમ.

આ મહામારીના પગલે કોરોના રસીઓના ડેટાનો અભાવ.

કોઈપણ ઇમ્યુનો-મોડ્યુલેટરી ઉપચારનો સમય

25મેના રોજ કોરોના રસીની ઉત્પાદક કંપની મોડર્નાએ બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણના પરિણામો જાહેર કર્યા હતા. તેની TeenCOVE નામની સ્ટડી 3732 બાળકો પર થઈ હતી. તેમના અહેવાલ મુજબ મોડર્ના કોરોના રસી 12થી 17 વર્ષની વયના બાળકો માટે 100 ટકા સલામત અને અસરકારક હોવાનું મનાય છે. આ માટે કંપની જૂન મહિનામાં યુએસની FDA અને વિશ્વના અન્ય નિયમનકારી સંસ્થાઓને અરજી કરવાની તૈયારીમાં છે. મંજૂરી મળી જશે તો અમેરિકામાં કિશોરો માટે માન્યતા અપાઈ હોય તેવી મોડર્નાની બીજી રસી હશે. કંપની અત્યારે KidCOVE અભ્યાસ કરી રહી છે. જેમાં 6 મહિનાથી 11 વર્ષના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. FDA દ્વારા તાત્કાલિક ઉપયોગ માટે મંજુર થયેલી જોનસન એન્ડ જોનસનની કોરોના રસીમાં પણ હવે 12થી 17 વર્ષના કિશોર પર ટ્રાયલ થઈ રહ્યા છે. જોકે, તેના પરિણામોની રાહ જોવાઇ રહી છે.

બીજી તરફ એસ્ટ્રાઝેનેકાએ પણ થોડા સમય પહેલા યુકેમાં 6થી 17 વર્ષની વયના બાળકો પર તેની રસીના પરીક્ષણોની જાહેરાત કરી હતી. જોકે, લોહી ગંઠાઇ જવાના ડર વચ્ચે એપ્રિલમાં ટ્રાયલ અટકાવવું પડ્યું હતું.

ભારતમાં શું સ્થિતિ છે?

ભારતમાં વર્તમાન સમયે કોરોના સામે ત્રણ રસીના ઉપયોગને માન્યતા અપાય છે. જેમાં કોવેકસીન, કોવિશિલ્ડ અને રશિયાની સ્પુતનિક vનો સમાવેશ થાય છે. જોકે આ ત્રણમાંથી એકેય રસી 18 વર્ષથી નીચેની ઉંમરનાને આપવાની મંજૂરી નથી. ફાઈઝરની રસી મુદ્દે ભારતમાં હજી મંજૂરી બાકી છે. તેની રસી માટે ફાસ્ટ-ટ્રેક મંજૂરી મેળવવાની રજૂઆતમાં કંપનીએ કોરોના વાયરસ સામે તેની રસીની વધુ અસરકારકતા વિશે માહિતી આપી હતી.

અમેરિકાના FDAએ 19 મેના રોજ જાહેર કર્યું કે, 1 મહિના સુધી રેફ્રિજરેટરમાં ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીની શીશીઓ સારી રહે છે. જે રસીના ઉપયોગની વ્યવહારિકતા અને શક્યતા સંબંધિત ચિંતાઓ દૂર કરે છે. જ્યારે શીશી ખોલાઇ ન હોય ત્યારે 10 દિવસ સુધી -70◦ સે ± 10◦ સેની સ્ટોરેજ તાપમાનની સ્થિતિની જરૂર પડે છે.

તાજેતરમાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ ભારત બાયોટેકને 2 થી 18 વર્ષની વયના બાળકો પર તેના કોવેક્સિનના 2-3 તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી હતી. કોવેક્સિનની સલામતી, રિએક્ટોજેનિટી અને ઇમ્યુનોજેનિસીટીનું મૂલ્યાંકન કરવા માટે એઈમ્સ દિલ્હી, એઈમ્સ પટના, અને મેડિટ્રિના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નાગપુર સહિતના વિવિધ પરીક્ષણ સ્થળોએ 525 વિષયો પર અભ્યાસ થશે. અલબત્ત ક્લિનિકલ ટ્રાયલ રજીસ્ટ્રી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટમાં ઉપલબ્ધ જાણકારી મુજબ ભારતમાં અગાઉ કરાયેલા કોવેકસીનના ત્રીજા તબક્કાના પરીક્ષણ કે, અન્ય કોઈ પરીક્ષણ જેવું આ ટ્રાયલ નથી. તે કોરોનાને રોકવામાં શોટની અસરકારકતાનું અધ્યયન પણ નથી.

રસીકરણ બાદ શરીરમાં એન્ટીબોડી બનવા કોવિડથી બચાવનો પુરાવો નથી. અમેરિકાના FDAના નિયમો મુજબ હાલમાં કોરોના રસી અંગે કરવામાં આવેલા પરીક્ષણમાં એન્ટીબોડીના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

વિગતો મુજબ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા પણ 5 થી 12 વર્ષની વયના બાળકોમાં તેની કોવિડ રસી (ઝીકોકો-ડી) માટે ટ્રાયલની યોજના બનાવી રહી છે. સલામતી અને અસરકારકતાના ડેટા ઉપરાંત બાળકોની અન્ય દવાઓ તથા કોરોના રસીની પ્રતિક્રિયા સહિતના મુદ્દે પણ જવાબ મળશે તેવી અપેક્ષા છે. લાંબા સમય સુધી મોનોક્લોનલ એન્ટીબોડી અથવા ઈમ્યુન એજન્ટ અથવા કો મોર્બીડિટીસ અથવા માલન્યુટ્રીશન જેવી દવા લેતા બાળકોને રસી મુકાવી કે કેમ તે અંગે પણ પ્રકાશ પડશે. મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C)નો ભોગ બનેલા બાળકોમાં કોવિડ રસીઓની સલામતી અને અસરકારકતા મુદ્દે પણ જાણકારી મળશે.

બાળકો પર કોવેક્સિન ટ્રાયલમાં પરિણામોમાં હજુ થોડો સમય બાકી છે, ત્યારે બાળકોને સુરક્ષિત રાખવા એકમાત્ર રસ્તો કોરોના માટેના નિયમોનું પાલન છે. માસ્ક યોગ્ય રીતે પહેરવું, હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, ઘરે રહેવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતની બાબતોનો સમાવેશ થાય છે. પુખ્ત વયના લોકોમાં રસીકરણ દેશમાં કોવિડના ટ્રાન્સમિશન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

રસીકરણ માટે અન્ય રણનીતિ

ઇન્જેક્ટેબલ રસીઓ ઉપરાંત દવા બનાવના કંપનીઓ ગળવાની ગોળીઓ, કેપ્સ્યુલ્સ અથવા ટીપાં અને સ્પ્રેના માધ્યમ દ્વારા ચેપને રોકવા માટે નવી પદ્ધતિ શોધવાનું પણ કામ કરી રહી છે. નવી પદ્ધતિઓના વિકાસથી રસીના વહીવટ, સંગ્રહ અને પરિવહનની સરળતામાં સુધારો થશે. તેમજ રસી સ્વીકાર્યતા અને કવરેજમાં વધારો થવાની અપેક્ષા છે. ઉપરાંત સોય સંબંધિત ઇજાઓનું જોખમ ઓછું થશે. આ રસી મ્યુકોસલ ઈમ્યુન સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મ્યુકોસલ રસીનો મોટો ફાયદો એ છે કે તેઓ મજબૂત ઈમ્યુન સિસ્ટમ બનાવી વાયરસને એન્ટ્રી પોઇન્ટ (નાસોફેરિંજિઅલ મ્યુકોસા)એ જ અટકાવી દે છે. જેથી તે ફેફસામાં ફેલાતો નથી. આ ઉપરાંત, નસલ રસી વાયરસના ટ્રાન્સમિશનને ઘટાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નોઝલ સ્પ્રે રસીનો ઉપયોગ કરીને ઉંદરો, હેમ્સ્ટર પર કરવામાં આવેલા કેટલાક અધ્યયનમાં આશાસ્પદ પરિણામો મળ્યા છે. કોરોના રસી માટે આ વૈકલ્પિક પદ્ધતિ હજુ સંશોધનના પ્રારંભિક તબક્કે છે. તાજેતરમાં WHO દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ અમેરિકા, યુકે, ચીન, ભારત, ઈરાન અને ક્યુબામાં આઠ ઇન્ટ્રાનાઝલ રસીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. ભારત બાયોટેક દ્વારા BBV154 રસીના બે ડોઝનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલમાં માત્ર બે ઇન્ટ્રાનોઝલ રસીના જ બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે. જેમાંથી એક હોંગકોંગ યુનિવર્સિટી, ઝીઆમૈન યુનિવર્સિટી અને બેઇજિંગ વોંટાઈ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઇઝ દ્વારા સીઇપીઆઈની ભાગીદારીમાં વિકસિત કરવામાં આવે છે. જ્યારે બીજી ઈરાનમાં રાઝી વેકસીન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

અલબત્ત આવી રસીનું ચિત્ર ફુલગુલાબી નથી. ઇન્ટ્રાનોસલ ફ્લૂ રસી (ફ્લુમિસ્ટ) સાથેના પાછળના અનુભવ દર્શાવે છે કે આ રસીની અસરકારકતા અને લાંબા સમયની ઈમ્યુન પેદા કરવામાં સમર્થતા મર્યાદિત હોઈ શકે છે. ગેસ્ટ્રો-આંતરડાના માર્ગના એસિડિક વાતાવરણ અને શ્વસનતંત્રમાં મ્યુકોસના ભેજવાળા સ્તરો જેવા પરિબળો મ્યુકોસલ ઈમ્યુન સિસ્ટમ માટે પડકાર બની શકે છે. આ રસી મગજની નજીકથી આપવાની થતી હોવાથી અન્ય સમસ્યાનો ખતરો રહી શકે. ભૂતકાળમાં આવું બર્ના બાયોટેક સાથે બની ચૂક્યું છે. કંપનીને તેની નિષ્ક્રિય ઇન્ટ્રાનાસલ ઈન્ફલ્યુએન્ઝા રસી બંધ કરવાની ફરજ પડી હતી.
First published: June 4, 2021, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading