Coronaના સમયમાં રસોડાની કઈ વસ્તુઓની નિયમિત સાફસફાઈ કરવી છે જરૂરી? અને કેમ?


Updated: April 16, 2021, 6:08 PM IST
Coronaના સમયમાં રસોડાની કઈ વસ્તુઓની નિયમિત સાફસફાઈ કરવી છે જરૂરી? અને કેમ?
પ્રતિકાત્મક તસવીર

જીવનમાં નિયમિત સાફસફાઈ ખૂબ જ જરૂરી છે. જોકે, કોરોનાના સમયમાં તેનાથી બમણી સાફસફાઈ રાખવી જોઈએ.

  • Share this:
નવી દિલ્હી : જીવનમાં નિયમિત સાફસફાઈ ખૂબ જ જરૂરી છે. જોકે, કોરોના(Coronavirus)ના સમયમાં તેનાથી બમણી સાફસફાઈ રાખવી જોઈએ. રસોડા(Kitchen)માં કેટલીક ચીજવસ્તુઓ એવી હોય છે કે જેને દરરોજ અથવા એકાત્રે સાફ કરવાની જરૂરિયાત છે.

સિંક

કેટલાક લોકો સિંકમાં વાસણ ધોવે છે, પરંતુ સિંકની સફાઈ કરતા નથી. ઘણા લોકોનું માનવું છે કે વાસણ ધોવા સમયે સિંક સાફ થઈ જાય છે. પરંતુ સિંકની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. સિંકમાં ફળ શાકભાજી ધોવાની સાથે વારંવાર હાથ પણ ધોવામાં આવે છે, જેથી ત્યાં બેક્ટીરિયા હોવાની સંભાવના વધી જાય છે.

સ્લેબ

રસોડામાં ભોજન બનાવવા સમયે સ્લેબ પર અનેક વસ્તુઓ મૂકવામાં આવે છે. જેમાં ફળ, શાકભાજી, અનાજ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. જેથી સ્લેબ પર ગંદકીની સાથે બેક્ટીરિયાની પણ સંભાવની વધવાથી તેની યોગ્ય નિયમિત સફાઈ કરવી જોઈએ.

આ પણ વાંચો - વિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખોફ્રીજ

ભોજન બગડે નહીં તે માટે તેને ફ્રીજમાં મુકવામાં આવે છે. લગભગ દરેકના ફ્રિજમાં દૂધ-દહીં, શરબત, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓ હોય છે. પાણી તથા બરફ કાઢવાની સાથે આ દરેક વસ્તુઓને ફ્રીજમાંથી કાઢવા દરમિયાન આપણે ફ્રીજને વારંવાર અડીએ છીએ. જેનાથી બેક્ટીરિયા ફ્રિજમાં પહોંચી શકે છે. જેથી ફ્રિજની અંદર અને બહાર સાફસફાઈ જરૂરી છે.

રસોડામાં ઉપયોગમાં આવતા કપડા

રસોડામાં વાસણ લૂછવા અને કોઈ સામાન લૂછવા માટે કપડાનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. તે કપડાનો વારંવાર ઉપયોગ થતો હોવાને કારણે તેને નિયમિત ઘોઈને સાફ રાખવો જરૂરી છે. જો તેને સાફ કરવામાં ન આવે તો કીટાણું થવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો - Corona કાળમાં ફરી અર્થતંત્ર ગગડે તેવી દહેશત, ગરીબો માટે નવા રાહત પેકેજના સંકેતો

કચરાપેટી

કચરાપેટીમાં ભલે તમે પોલિથીનનો ઉપયોગ કરતા હોવ પરંતુ તેની નિયમિત સાફસફાઈ કરવાની ખૂબ જ જરૂરિયાત છે. કચરાપેટીમાં નાંખવામાં આવતા દૂધ-દહીંની કોથળી, વાસી ભોજન, બગડેલા ફળ અને શાકભાજીના કચરામાં બેક્ટીરિયા હોય છે, પરંતુ તે દેખાતા નથી. જેથી પોલિથીનનો ઉપયોગ કરવા છતા તેને સાફ કરવી ખૂબ જ જરૂરી છે.

નમકદાની

નમકદાનીનો ઉપયોગ રસોડામાં વારંવાર કરવામાં આવે છે. ભોજનની સાથે સાથે ફળ, દહીં અને છાશનું સેવન કરવા માટે મીઠાનો ઉપયોગ થાય છે. બહારથી આવેલ મહેમાન પણ તેનો ઉપયોગ કરે છે. જેથી નમકદાનીની નિયમિત સફાઈ કરવી જરૂરી છે.
First published: April 16, 2021, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading