ચેતવણીરૂપ કિસ્સો: જન્મ દિવસે મિત્રોએ યુવતીના ચહેરા પર લગાવી કેક, આંખમાંથી વહી લોહીની ધાર...!

News18 Gujarati
Updated: July 29, 2021, 12:53 PM IST
ચેતવણીરૂપ કિસ્સો: જન્મ દિવસે મિત્રોએ યુવતીના ચહેરા પર લગાવી કેક, આંખમાંથી વહી લોહીની ધાર...!
લાલબત્તી સમાન કિસ્સો.

સોશિયલ મીડિયા (Social Media)માં અમુક તસવીરો વાયરલ થઈ છે. જેમાં મોઢા પર કેક લગાવ્યા બાદ એક યુવતીની રોશતી જતાં જતાં બચી (Wooden Spike Sunk In Eyes) ગઈ હતી.

  • Share this:
નવી દિલ્હી: આજકાલ લોકો મોજ-મસ્તી માટે ગમે તે કરતા હોય છે. જન્મ દિવસ (Birthday) પર મોઢા પર કેક લગાવવાની તો જાણે કે આજકાલ ફેશન જ બની ગઈ છે. મસ્તી-મસ્તીમાં લોકો આખી કેક મોઢા પર લગાડી (Rubbed cake on face) દેતા હોય છે. જો તમે પણ આવું કંઈક કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા (Social Media)માં અમુક તસવીરો વાયરલ થઈ છે. જેમાં મોઢા પર કેક લગાવ્યા બાદ એક યુવતીની રોશતી જતાં જતાં બચી ગઈ હતી.

ફેસબુક પર એન્ટોનિયો લિગ્ગિંગેર (Antonio Laugginger) નામના એક વ્યક્તિએ આ તસવીર શેર કરી છે. જેમાં ત્રણ ફોટો શેર કરવામાં આવ્યા છે. એક તસવીરમાં યુવતીની આંખમાં લાકડાનો ટુકડો ઘૂસેલો જોવા મળે છે. જ્યારે બીજી તરસવીરમાં યુવતીની આંખ પર પટ્ટી બાંધેલી છે. આ ઘટના વિશે તસવીરના કેપ્શનમાં જાણકારી આપવામાં આવી છે. હકીકતમાં યુવતીના જન્મ દિવસ પર તેના મિત્રોએ લેયર કેકનો ઓર્ડર આપ્યો હતો. લેયર કેક મતલબ એક ઉપર એક કેક રાખવી. કેક કાપ્યા બાદ યુવતીના મિત્રોએ તેણીના ચહેરા પર કેક લગાવી દીધી હતી. યુવતીના ચહેરા પર કેક લાગતા જ તેણી બૂમ પાડી ગઈ હતી.આ પણ વાંચો: આ બેંકો આપી રહી છો સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત 

મોઢું ઉપર કરતા જ લોહીની ધાર વહી હતી. યુવતીની આંખમાં લાકડાનો ટુકડો ઘૂસી ગયો હતો. હકીકતમાં અમુક બેકરી હાઉસ કેકને સપોર્ટ આપવા માટે અંદર લાકડાના ટુકડા નાખે છે. આ કેકમાં પણ આવા જ ટુકડા હતા. આથી યુવતીના મિત્રોએ જેવી તેણીના ચહેરા પર કેક લગાવી કે અંદર રહેલા લાકડાનો ટુકડો તેણીની આંખમાં ઘૂસી ગયો હતો. જે બાદમાં યુવતીને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે ડૉક્ટરોએ આંખમાં ઘૂસેલા ટુકડાના બહાર કાઢ્યો હતો. ડૉક્ટરનું કહેવું છે કે જો ટુકડો વધારે અંદર ચાલ્યો ગયો હોત તો યુવતી રોશની ગુમાવી ચૂકી હોત.

આ પણ વાંચો: ગજવું હળવું કરવા માટે તૈયાર રહો, પહેલી ઓગસ્ટથી બદલાશે આ પાંચ નિયમ 

આ પણ વાંચો: દોસ્ત દોસ્ત ના રહા: સુરતમાં સરાજાહેર યુવાનની હત્યા, મિત્રએ જ ચપ્પુના ઘા મારી મિત્રને પતાવી દીધો

આ પોસ્ટને અત્યારસુધી લાખો લોકોએ શેર કરી છે. લોકો એ જાણીને હેરાન છે કે મજાક મજાકમાં યુવતી આંધળી થતાં બચી ગઈ હતી. પોસ્ટ પર અનેક લાઇક્સ અને કૉમેન્ટ્સ પણ આવી ચૂકી છે. લોકો આ ઘટનાને ચેતવણી તરીકે જોઈ રહ્યા છે. અનેક લોકોએ એવી પણ કૉમેન્ટ કરી છે કે, સસ્તા બેકરી હાઉસ આ પ્રકારની કેક બનાવે છે. જો તમે પણ આ પ્રકારની કેકનો ઉપયોગ કરો છો તો એક વખત વિચારી લો.
Published by: Vinod Zankhaliya
First published: July 29, 2021, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading