હનીમૂન પર ખબર પડી કે, પતિ તો ટ્રાંસજેન્ડર છે, હવે ફરી થશે લગ્ન, બંને બનશે દુલ્હન

News18 Gujarati
Updated: June 19, 2021, 11:29 PM IST
હનીમૂન પર ખબર પડી કે, પતિ તો ટ્રાંસજેન્ડર છે, હવે ફરી થશે લગ્ન, બંને બનશે દુલ્હન
રિયાને પોતાનું લીંગ બદલવા સર્જરી કરાવી છે ( ફોટો - ઈન્સ્ટાગ્રામ)

ખાસ વાત એ છે કે, બંને એક બીજા સાથે દુલ્હન બનીને જ લગ્ન કરશે. તમે કદાચ કન્યા અને વરરાજાના ચક્કરમાં થોડા કનફ્યૂઝ થયા હશો. પરંતુ તમને સમજાવીએ કે આ મામલો શું છે.

  • Share this:
લંડન : બ્રિટનમાં એક દંપતી ફરીથી લગ્ન કરવાના છે. મહત્વની વાત એ છે કે, આ વખતે આ લગ્ન કોઈ વરરાજા સાથે નથી થવાના, પણ બન્ને દુલ્હન બની એક બીજાનો હાથ પકડશે. અગાઉ જે વ્યક્તિ વરરાજા હતો તે હવે દુલ્હન બનવા જઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે, બંને એક બીજા સાથે દુલ્હન બનીને જ લગ્ન કરશે. તમે કદાચ કન્યા અને વરરાજાના ચક્કરમાં થોડા કનફ્યૂઝ થયા હશો. પરંતુ તમને સમજાવીએ કે આ મામલો શું છે.

ઉલ્લેખનીય છે કે, એવું બન્યું કે હનીમૂન પર છોકરીને ખબર પડી કે તેનો પતિ ટ્રાંસજેન્ડર છે. જે અને રિયાનના લગ્ન વર્ષ 2018માં અમેરિકાના ટેક્સાસમાં થયા હતા. હાલમાં બંને યુકેમાં રહે છે. બ્રિટિશ અખબાર ધ મિરર સાથે વાત કરતી વખતે રિયાને કહ્યું કે, તે 11 વર્ષની હતી ત્યારથી તે એક મહિલા બનવાનું વિચારી રહ્યો હતો. હવે લગ્ન પછી પત્નીને આ વાત કહેતાં તે ખૂબ જ હળવી અને સ્વતંત્ર અનુભવે છે.

આ પણ વાંચો'મા'ની મમતાનો ચમત્કાર! ડોક્ટરોએ હોસ્પિટલમાં બાળકને મૃત જાહેર કર્યો, ઘરે 'મા' મૃત બાળકને ઉઠાડતી રહી, અચાનક ચાલવા લાગ્યો શ્વાસ

રિયાને તેનું લિંગ બદલવા માટે સર્જરી કરાવી છે. આમાં તેણે 45 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 46 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. બંને હવે ખૂબ જ ખુશ છે અને બંને સપ્ટેમ્બરમાં ફરી લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ ડ્રેસ તૈયાર કર્યો છે. આ સિવાય બંનેના પરિવારજનો પણ ખૂબ ખુશ છે.

View this post on Instagram


A post shared by (@officiallyrayna)


બંને વર્ષ 2007માં ઓનલાઇન મળ્યા હતા. આ પછી, વર્ષ 2017માં બંને એકબીજાને મળ્યા હતા. આ પછી, લગ્ન માર્ચ 2018માં થયા હતા. આ દરમિયાન લગભગ 30 મહેમાનો આવ્યા હતા. આ વખતે લગ્નમાં વધુ મહેમાનો પહોંચવાની અપેક્ષા છે.
Published by: kiran mehta
First published: June 19, 2021, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading