ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!

News18 Gujarati
Updated: March 24, 2021, 8:50 AM IST
ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!
ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની થેલીઓ ઉપરાંત અણીદાર ખીલ્લીઓ, ચાઇનીઝ માંજા સહિત અનેક ચોંકાવનારી ચીજો કાઢવામાં આવી

ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની થેલીઓ ઉપરાંત અણીદાર ખીલ્લીઓ, ચાઇનીઝ માંજા સહિત અનેક ચોંકાવનારી ચીજો કાઢવામાં આવી

  • Share this:
અર્જુન અરવિંદ. રાજસ્થાન (Rajasthan)ના કોટા (Kota) શહેરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગાયો (Cows)ને આપણે જાણતા કે અજાણતા શું ખવડાવી દઈએ છીએ તેની સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તેના વિશે સાંભળીને અને તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો. કોટા ખાતેના પશુ ચિકિત્સાલયમાં વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ એક ગાયનું ઓપરેશન (Cow Operation) કર્યું છે.

ગાયના 4 કલાક ચાલેલા ઓપરેશન બાદ વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ જણાવ્યું કે, ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી છે. સાથોસાથ લોખંડની 8 અણીદાર ખીલ્લીઓ પણ કાઢવામાં આવી છે. ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી કાઢવામાં આવેલી અપશિષ્ટમાં અનેક એવી ચીજો છે જેને જોઈને ચોંકી જવાય છે. આપણે લોકો બેદરકારી ભરેલું વર્તન કરીને રસ્તા પર પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દેતા હોઈએ છીએ. જેને ગાયો ખાઈ જાય છે અને તે તેના પેટમાં જમા થઈ જાય છે.

આ પણ જુઓ, VIRAL PHOTO: ચોરી કરવાનો પ્લાન વળ્યો ઊંધો, લપસી જતાં ચોરનું માથું રેલિંગમાં ફસાયું

ડૉક્ટર અખિલેશ પાંડે મુજ, 4 કલાક ચાલેલા ગાયના પેટના ઓપરેશન દરમિયાન 48 કિલો પોલિથીન આ ઉપરાંત અન્ય 8 કિલોમાં એક લોખંડની ખીલ્લીઓ, ચાઇનીઝ માંજો, દોરડાના ટુકડા, અનેક પ્રકારના રબ્બરના ફુગ્ગા વગેરે વસ્તુઓ બહાર કાઢવામાં આવી. ઓપરેશન પૂર્ણ થયા બાદ ગાયના પેટમાં 14 ટાંકા લેવામાં આવ્યા છે. અખિલેશ પાંડેએ લોકોને અપીલ કરી કે જાણતા અજાણતા પ્લાસ્ટિકની પોલિથીનમાં બંધ કરીને કચરો ન ફેંકો, કારણ કે મવેશી પોલિથીનની થેલીઓને ખાઈ જાય છે અને તે તેના પેટમાં જઈને જમા થઈ જાય છે. એવામાં મવેશિયોના પેટમાં પોલિથીન અન્ય ચીજો જમા થવાના કારણે પેટમાં જગ્યા રહેતી નથી અને મવેશિયોનું મોત થઈ જાય છે.

આ પણ વાંચો, ફટાફટ પૂરા કરો જરૂરી કામ! 27 માર્ચથી 4 એપ્રિલ સુધી બંધ રહેશે બેંકો, માત્ર 2 દિવસ જ થશે કામ, જાણો સમગ્ર યાદીમવેશી કંઈ ખઈ નથી શકતા અને આવી જ સ્થિતિ આ ગાયની હતી. જે બૂંદી રોડ સ્થિત બડગાંવ મહાદેવ ગૌશાળાથી સ્વાસ્થ્ય નરમ થતાં અનુરાધા અગ્રવાલે મૌખાપાડા બહુઉદ્દેશીય પશુ ચિકિત્સાલય મોકલી આપી હતી. ગાયની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે અને તેને વધુ સારવાર અને દેખભાળ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં ડૉક્ટર અખિલેશ પાંડેને ડૉ. રૂબી ભારતીય, પશુ ચિકિત્સાકર્મી રાજેન્ર્ટ અને ઈમરાનનો સહયોગ મળ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: March 24, 2021, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading