સુંદર યુવતીઓ માટે નોકરી! પતિ અને બોયફ્રેન્ડની વફાદારી ચેક કરવાનું કામ, જાણો કમાણી
Updated: November 7, 2022, 9:28 AM IST
પુરુષોની વફાદારી ચકાસવાની નોકરી
Job Of Testing Loyalty: આજકાલ જાતજાતની નોકરીઓ બહાર પડી રહી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે સુંદર મહિલાઓને વફાદારી ચકાસવાની નોકરી આપવામાં આવી રહી છે.
Job Of Testing Loyalty: સમગ્ર વિશ્વમાં જનસંખ્યાનો એક મોટો ભાગ આજે પણ પારંપરિક નોકરી કરવા અને તેને મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવે છે. અનેક લોકો એવા પણ હોય છે, જે પારંપરિક નોકરી છોડીને કંઈક અલગ કરવાનું વિચારે છે. જેનાથી તેમને સંતોષ મળે છે અને સારી કમાણી પણ થાય છે. તાજેતરમાં જોવામાં આવે છે. બ્રાઝિલમાં સુંદર યુવતીઓને એક એવી નોકરીની ઓફર કરવામાં આવી રહી છે, જેમાં મહેનત ઓછી અને કમાણી વધુ છે.
બ્રાઝિલમાં આ અલગ પ્રકારની નોકરી (Loyalty Inspectors Job) ચર્ચાનો વિષય બની ગઈ છે. જ્યાં સોશિયલ મીડિયાની મદદથી સુંદર મહિલાઓને ક્લાયન્ટના પાર્ટનરની ઈમાનદારી ટેસ્ટ કરવાની નોકરી આપવામાં આવી રહી છે. જેની મદદથી મહિલા હજારોથી લઈને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ નોકરીથી બેરોજગાર અને સુંદર મહિલાઓને આરામથી પોકેટ મની મળી રહેશે.
આ પણ વાંચો: લ્યો બોલો! દુલ્હનને જવું નથી પણ પરિવારજનોએ ટીંગાટોળી કરાવી વિદાઈ, વાયરલ થયો VIDEOપુરુષોની વફાદારી ટેસ્ટ કરવાની નોકરી
આ નોકરીને લોયલ્ટી ઈન્સ્પેક્ટરની નોકરી કહેવામાં આવી રહી છે. આ નોકરી આપનાર મોટાભાગના લોકો ટીકટોક અને ઈન્સ્ટાગ્રામથી સંપર્ક કરી રહ્યા છે. સુંદર અને યુવાન યુવતીઓ આ કામ કરી રહી હતી. કોઈ પુરુષની ગર્લફ્રેન્ડ અથવા પત્ની આ પ્રકારની યુવતીઓને હાયર કરે છે. તેઓ ટાર્ગેટ કરવામાં આવેલ વ્યક્તિ સાથે પોતાનો સંપર્ક વધારે છે અને તેના પુરાવા તરીકે ચેટ, મેસેજ અથવા ફોટો તેમને મોકલે છે. 22 વર્ષીય મહિલાએ UOL’s Universa સાથે વાત કરીને આ અંગે જાણકારી આપી છે. મહિલાએ જણાવ્યું કે, ડિલીવરી તે એકદમ ફ્રી હતી અને તેની પાસે આ નોકરીની ઓફર આવી હતી. તેણે પહેલી વાર આ કામ કર્યું અને સોશિયલ મીડિયા પર આ અંગે શેર કર્યા બાદ તેની પાસે અનેક ઓફર પણ આવવા લાગી હતી.
લાખો રૂપિયાની કમાણી
રિપોર્ટ્સ અનુસાર આ ટેસ્ટ માત્ર ઓનલાઈન કરવામાં આવે છે. જેની મદદથી મહિલા 45 હજારથી રૂ.1 લાખ સુધીની કમાણી કરે છે. અનેક મહિલાઓ અને યુવતીઓ પ્રોફેશનલી આ કામ કરે છે. આ પ્રકારની યુવતીઓ જણાવે છે કે, અનેક વાર 10માંથી 8 પુરુષ આ ટેસ્ટમાં ફેઈલ થઈ જાય છે. માત્ર આ ટેસ્ટના આધાર તેમની વફાદારી આંકવી તે વાત ખોટી છે. ટેસ્ટ કરનાર મહિલા માટે ક્યારેક ક્યારેક આ બાબત માથાનો દુખાવો બની જાય છે.
Published by:
Mayur Solanki
First published:
November 7, 2022, 9:14 AM IST