બિહાર: પ્રેમિકાને મળવા મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યો પ્રેમી, પોલીસની એન્ટ્રી થઈ અને...

News18 Gujarati
Updated: June 29, 2021, 9:44 AM IST
બિહાર: પ્રેમિકાને મળવા મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યો પ્રેમી, પોલીસની એન્ટ્રી થઈ અને...
પોલીસ સ્ટેશનમાં લગ્ન યોજાયા.

Bihar Gaya News: બિહારના ગયા જિલ્લાની આ ઘટનામાં પોલીસની સકારાત્મક ભૂમિકા રહી. પ્રેમી યુગલના પરિવારજનોને આખો દિવસ સમજાવ્યા.

  • Share this:
એલેન લિલી, ગયા: પ્રેમિકાને મળવા માટે ઘણી વખત પ્રેમીઓ હદ પાર કરી દેતા હોય છે. આવો જ એક બનાવ બિહારના ગયા (Gaya district news) ખાતે બન્યો છે. અહીં અંધારી રાત્રે એક પ્રેમી તેની પ્રેમિકાના મળવા માટે તેના ઘરે પહોંચી (Man reach at lover's house at night) ગયો હતો. આ અંગેની જાણ પ્રેમિકાના પરિવારના લોકોને થઈ જતાં બબાલ થઈ ગઈ હતી. આ બનાવ શહેરના ચંદૌતી પોલીસ મથક (chandauti police station-gaya) વિસ્તારમાં બન્યો હતો. પ્રમિકાના ઘરે બબાલ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. સમગ્ર મામલો જાણ્યા બાદ પોલીસ મથક પરિસરમાં આવેલા મંદિર (Temple)માં પ્રેમી યુગલના લગ્ન (Marriage) કરાવવામાં આવ્યા હતા. પોલીસ મથક પરિસરમાં થયેલા લગ્નની આજકાલ ચર્ચા છે. આ લગ્નમાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ લગ્નનો મંડપ હતો, તો પોલીસકર્મીઓ જાનૈયા બન્યા હતા. ચંદૌતી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મોહન પ્રસાદે પ્રેમ સંબંધને લગ્નનું રૂપ આપ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે ચંદૌતી પોલીસ સ્ટેશન હેઠળ આવતા કુઝાપ ગામની યુવતી ઝૂની કુમારીને ગુરુઆ પોલીસ મથક વિસ્તારના તેતરિયા ગામના આશુતોષ કુમાર સાથ પ્રેમ સંબંધ હતો. બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. કોચિંગ ક્લાસમાં અભ્યાસ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ આ કહીનીમાં યુગલના પરિવારજનો વિલનની ભૂમિકામાં હતા. બીજી તરફ પ્રેમી અને પ્રેમિકા પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. આખરે જુદાઈ સહન ન થતાં આશુતોષ ગત રાત્રે પોતાની પ્રેમિકા ઝૂનીના ઘરે પહોંચી ગયો હતો. આ સમયે પ્રેમિકાના ઘરના લોકો જાગી જતા તેણે આશુતોષને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.

આ પણ વાંચો: સુરતમાં મહિલા પ્રૉફેસરનો આપઘાત: માતાને નસ કાપી લેવાની ચીમકી આપી ઘર બહાર મોકલી દીધા

જે બાદમાં પોલીસે બંને પક્ષકારોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. અહીં પોલીસે બંનેના પરિવારના લોકોને અનેક વખત સમજાવવામાં આવ્યા હતા. ક્યારેક પ્રેમિકાના પરિવારજનો તો ક્યારેક પ્રેમીના પરિવારજનો લગ્ન માટે તૈયાર થયા ન હતા. આ આખો ડ્રામા આખો દિવસ ચાલ્યો હતો. આખરે પોલીસની સમજાવટ બાદ સાંજે બંનેના પરિવારજનો માની ગયા હતા. જે બાદમાં પોલીસ પંડિતને બોલાવ્યો હતો અને પોલીસ સ્ટેશન પરિસરમાં જ બંનેના લગ્ન કરાવી દીધા હતા.

આ પણ વાંચો: અજીબ કિસ્સો: પૈસાની લાલચમાં પતિએ ભાઈ બનીને પત્નીના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દીધા

આ પણ વાંચો: અજીબ લવ સ્ટોરી: કુખ્યાતની પત્નીના પ્રેમમાં પાગલ થયો અધિકારીનો પુત્ર, પછી થયા એવા હાલ કે...


આ લગ્નમાં યુવક અને યુવતી બંનેના પરિવારજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ મથકમાં થયેલા લગ્નમાં કુઝાપ ગામના લોકો તેમજ ગામના મુખી પણ હાજર રહ્યા હતા. આ સાથે પોલીસે યુવક અને યુવતી પાસે બોન્ડ પણ લખાવ્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: June 29, 2021, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading