માતાએ ઘરે આવતા મહેમાનો માટે બનાવ્યા નિયમો, બાળકને મળવું હશે તો પૂરી કરવી પડશે તમામ શરતો!

News18 Gujarati
Updated: October 20, 2021, 11:47 PM IST
માતાએ ઘરે આવતા મહેમાનો માટે બનાવ્યા નિયમો, બાળકને મળવું હશે તો પૂરી કરવી પડશે તમામ શરતો!
(તસવીર- Instagram)

લોલા જિમેનેઝ નામની નવી માતાએ બાળકની મુલાકાત લેવા આવતા મહેમાનો માટે કેટલાક કડક નિયમો નક્કી કર્યા છે. આ નિયમોનું પાલન કરનાર જ બાળકની ઝલક મેળવી શકે છે.

  • Share this:
નવી માતા પોતાના બાળક વિશે કેટલી રક્ષણાત્મક હોય છે તે સૌ કોઈ જાણતું હોય છે. તેઓ બાળકની સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્ય તે બધું કરી જતા હોય છે. યુનાઇટેડ કિંગડમ(United Kingdom)ના લંડન (London)માં રહેતી લોલા જિમેનેઝ (Lola Jimenez) પણ નવી માતા બની છે. હવે તેણે પોતાના બાળકને મળવા આવતા મહેમાનો માટે એક નિયમ પુસ્તિકા પણ તૈયાર કરી છે. જે કોઈ પણ બાળકને મળવા આવે તે આ નિયમો અને કાયદા અનુસાર જ બાળકને મળી શકે છે.

લાલા જીમિનેઝે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે પુત્રને જન્મ આપ્યો છે. બાળકના આ દુનિયામાં આવવાના સમાચાર મળતા જ મિત્રો અને પરિવારે તેને મળવાની યોજનાઓ બનાવી દીધી છે. જો કે, લોકોની ખુશી જોઈને, માતાએ તેના પુત્રની સલામતી માટે ઝડપથી નિયમો અને કાયદા (બાળકની મુલાકાત લેવા માટે 9 કડક નિયમો) ની યાદી બનાવી અને સ્પષ્ટ કર્યું કે જો તમે બાળકને મળવા માંગતા હો, તો આ કડક નિયમોનું પાલન કરવું પડશે.

INSTAGRAM પર માતાએ શેર કર્યું લિસ્ટ

લોલાએ આ વર્ષે ઓગસ્ટમાં પુત્ર ડેનિયલને જન્મ આપ્યો હતો. તેણીએ તેની ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ રસી એટલા માટે નહિ મુકાવી કારણ કે તેના પુત્ર પર તેની કોઈ આડઅસર ન થાય. આવી સ્થિતિમાં, જ્યારે બાળક દુનિયામાં આવ્યું છે, ત્યારે તેઓ કોઈ જોખમ લેવા માંગતા નથી. મિરરના અહેવાલ મુજબ, માતાએ ઇન્સ્ટાગ્રામ પર નિયમોની સૂચિ શેર કરી છે અને કહ્યું છે કે તે બાળકને કોરોનાથી દૂર રાખવા માંગે છે. લોલાના આ પગલા પછી, તેણીને મિત્રો કે પરિવાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જો કે, તે કહે છે કે તમામ માતાઓએ બાળકની સલામતી અંગે પોતાની મર્યાદા નક્કી કરવી જોઈએ.

આ પણ વાંચો: સફેદ વામન તારો પહેલી વાર આટલી ઝડપથી "ઓન-ઓફ" થતો દેખાયો, જાણો શું છે મામલોતમે પણ જાણી લો નિયમ-કાનૂન

નવી માતાના નિયમ પુસ્તક મુજબ, તે પરિવાર અને મિત્રો સિવાય ઘરમાં અન્ય કોઈ મુલાકાતીને આવવા દેશે નહીં. ઘરમાં આવતા મહેમાનોએ તેમના પગરખાં અને ઉપરના કપડાં ઉતારવા અને હાથ ધોવા અને સેનિટાઇઝ કરવા પડશે. જો તમે ઘરે આવો છો, તો તમારી લેટરલ ફ્લો ટેસ્ટ કરો અને તેનો નેગેટિવ રિપોર્ટ બતાવી દો. જો તે પોઝિટિવ છે, તો પછી ક્યારેક આવવું. ઘરમાં ધૂમ્રપાન નહિ કરવું, અને દારૂ પીધા પછી બાળકને મળવા નહિ આવવું. તમે બાળકને પકડી શકતા નથી, ન તો તમે તેને પ્રેમથી ચુંબન કરી શકો છો. ભેટ કે સોગાદો લાવવી નહીં અને સેકન્ડ હેન્ડ વસ્તુઓ બિલકુલ ખરીદવી નહીં. જ્યારે પણ માતા બાળકને પાછું માંગે અને મહેમાનને વિદાય લેવાનું કહે, ત્યારે વિવાદ કર્યા વિના નીકળી જવું.
Published by: kuldipsinh barot
First published: October 20, 2021, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading