ગરોળી જેવી દેખાવા લાગી મહિલાની ગરદન, બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવવી પડી ભારે!


Updated: August 12, 2022, 10:20 AM IST
ગરોળી જેવી દેખાવા લાગી મહિલાની ગરદન, બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવવી પડી ભારે!
આ ભયાનક ઘટના 59 વર્ષીય જેન બોમેન સાથે બની હતી. જેન ફાઈબ્રોપ્લાસ્ટ પ્લાઝ્મા નામની નોન-સર્જિકલ સ્કીન-ટાઈટીંગની ટ્રીટમેન્ટ માટે ગયા હતા

OMG News : મહિલા સાથે વિચિત્ર ઘટના બની, મહિલા તેની ડબલ ચિનને ​​ઠીક કરવા માટેની ટ્રીટમેન્ટ કરાવા માટે ગઈ હતી જ્યાં તેને કડવો અનુભવ થયો

  • Share this:
સુંદરતાને નિખારવા માટે મહિલાઓ અલગ અલગ ટ્રીટમેન્ટ (Beauty Treatment)કરાવતી હોય છે. આવી ટ્રીટમેન્ટની આડઅસર પણ થાય છે. સ્કીન પર ડાઘ પડી જવા કે બળતરા થવી જેવી આડઅસર સામાન્ય રીતે જોવા મળે છે. પણ એક મહિલા સાથે વિચિત્ર ઘટના બની છે તે મહિલા તેની ડબલ ચિનને ​​ઠીક કરવા માટેની ટ્રીટમેન્ટ કરાવા માટે ગઈ હતી. જ્યાં તેને કડવો અનુભવ થયો હતો. તેણીની ગરદન પર લાલ ટપકા જેવા નિશાન રહી ગયા હતા. આ ટપકાના કારણે તેની ગરદન ગરોળીની (lizard)ગરદન જેવી દેખાવા લાગી હતી.

આ ભયાનક ઘટના 59 વર્ષીય જેન બોમેન સાથે બની હતી. જેન ફાઈબ્રોપ્લાસ્ટ પ્લાઝ્મા નામની નોન-સર્જિકલ સ્કીન-ટાઈટીંગની ટ્રીટમેન્ટ માટે ગયા હતા. તેમણે થોડું વજન ઘટાડ્યું હતું અને તેના કારણે તેની ત્વચા વધુ પડતી ઢીલી થઇ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને તેને ફેસબુક પર એક બ્યુટિશિયનનો મેસેજ આવ્યો હતો. ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર, તેમણે ડબલ ચિન માટે બોટોક્સ ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યું હતું.

તેઓએ ડેઈલી મેઈલને કહ્યું કે, આ ટ્રીટમેન્ટના અઠવાડિયા પછી મારા ગળા પર ભયંકર ડાઘ આવી ગયા હતા, મારી છાતી પર સેંકડો ટપકા હતા. હું ગરોળી જેવી દેખાતી હતી! તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ખોટી ટ્રીટમેન્ટને પરિણામે તે હવે ઘરની બહાર જવાનું જ ટાળે છે અને જો જવું હોય તો પણ તે સ્કાર્ફ પહરે છે.

આ પણ વાંચો - BFને ગળે મળવા દોડી છોકરી અને પછી સર્જાયો એવો અકસ્માત કે વાયરલ થવા લાગ્યો Video

તેઓએ ડેઇલી મેઇલને કહ્યું હતું કે, “મને થાય છે કે કાશ મારી પાસે મારી મેદવાળી ગરદન જ હોત, મારી હાલની ગરદન કરતાં તે ઘણી સારી હતી. આ ખોટી બ્યુટી ટ્રીટમેન્ટે મને યાતનામાં મૂકી દીધી છે.

તેમણે આ ટ્રીટમેન્ટ પાછળ 500 યુરો ખર્ચ્યા હતા, જે અંદાજે રૂ. 40,591 છે
ડેઈલી મેઈલ મુજબ, તેમણે આ ટ્રીટમેન્ટ પાછળ 500 યુરો ખર્ચ્યા હતા, જે અંદાજે રૂ. 40,591 છે. તે પછી તેણીએ ધાર્યા કરતા ખુબ વધારે બળતરાની તકલીફ શરુ થઇ હતી. તેઓ કહે છે કે, તે ખૂબ પીડાદાયક હતું, બળતરા અસહ્ય હતી. મેં મારી ડોક્ટરને કહ્યું કે મને અત્યંત પીડા થાય છે, પરંતુ તે પરેશાન ન હતી. તેણીએ કહ્યું કે મારે આ ટ્રીટમેન્ટ ચાલુ જ રાખવી પડશે અથવા તેની અસર થશે નહીં.

બળતરાને ઠંડક આપવા માટે જેને ક્રિમનો ઉપયોગ કર્યો પરંતુ તે પછી તેની ગરદનની નીચે ભૂરા-લાલ ફોલ્લીઓ આવી ગઈ હતી. તેણીએ આ ટ્રીટમેન્ટ વિશે ખરાબ રીવ્યુ લખ્યા અને વકીલ સાથે વાત પણ કરી હતી જોકે, બ્યુટિશિયને તેની સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.
First published: August 12, 2022, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading