VIRAL PHOTO: ચોરી કરવાનો પ્લાન વળ્યો ઊંધો, લપસી જતાં ચોરનું માથું રેલિંગમાં ફસાયું

News18 Gujarati
Updated: March 21, 2021, 9:33 AM IST
VIRAL PHOTO: ચોરી કરવાનો પ્લાન વળ્યો ઊંધો, લપસી જતાં ચોરનું માથું રેલિંગમાં ફસાયું
ચોરનું માથું અઢી કલાક સુધી રેલિંગમાં ફસાયેલું રહ્યું, લોકોએ વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ

ચોરનું માથું અઢી કલાક સુધી રેલિંગમાં ફસાયેલું રહ્યું, લોકોએ વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ

  • Share this:
મેક્સિકો સિટી. ચોર (Thief) ચોરી કરવાની કોઈ પણ હાથમાંથી જવા નથી દેતો. પરંતુ ક્યારેક ચોરી કરવા માટે ગયેલા ચોરને પણ મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક એવું કંઈક ઘટી જાય છે જેના કારણે તેના જીવ ઉપર પણ ખતરામાં પડી જાય છે. આવું જ કંઈક મેક્સિકો (Mexico)માં થયું છે. અહીં એક ચોર ઘરમાં ચોરી કરવા માટે ઘૂસી રહ્યો હતો. પરંતુ ત્યારે જ તેનો પગ લપસ્યો અને તેનું માથું એક રેલિંગમાં જઈને ફસાઈ ગયું.

આ ઘટના મેક્સિકોના મોરલિયામાં ગત સપ્તાહે બની હતી. ત્યાં એક ચોર ઘરની અંદર ધાડ પાડવાના ઈરાદાથી ઘૂસવાની યોજના બનાવી રહ્યો હતો. ઘરની બહાર સુરક્ષા માટે મોટી-મોટી લોખંડની રેલિંગ લગાવી હતી. ચોર તેની પર ચડીને ઘરની અંદર ઘૂસી રહ્યો હતો.

આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે આ વખતે થઈ શકશે પાંચથી વધુ યાત્રિકોનું ગ્રુપ રજિસ્ટ્રેશન, જાણો તમામ વિગતો

આ દરમિયાન તેનો પગ લપસી ગયો. ત્યારબાદ તેનું માથું સીધું જઈને રેલિંગની વચ્ચે ફસાઈ ગયું. તેને ત્યાં ફસાયેલો જોઈને લોકોએ પોલીસ અને ઇમરજન્સી સર્વિસને જાણ કરી. પોલીસ તો થોડાક જ સમયમાં ત્યાં પહોંચી ગઈ પરંતુ ઇમરજન્સી સર્વિસની ટીમને ત્યાં પહોંચવામાં લગભગ અઢી કલાક જેટલો સમય લાગ્યો. આ દરમિયા ચોર રેલિંગમાં જ ફસાયેલો રહ્યો.

આ પણ વાંચો, Ind vs Eng: ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન, કહ્યુ- IPL 2021માં પણ કરશે ઓપનિંગ

જે સમયે ચોર રેલિંગમાં ફસાયેલો હતો તો લોકોએ તેનો વીડિયો પણ ઉતાર્યા, જે બાદમાં ખૂબ વાયરલ થઈ ગયા. પોલીસે મેટલ કટરની મદદથી લોખંડની રેલિંગને કાપીને તેને સહી સલામત બહાર કાઢ્યો અને ધરપકડ કરી લીધી.
Published by: Mrunal Bhojak
First published: March 21, 2021, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading