લગ્નમાં કોરોનાના નિયમો તૂટે નહીં તે માટે અનોખો પ્રયોગ, જાનૈયાને ઊંટ પર બેસાડી લઈ જવાયા


Updated: May 7, 2021, 4:50 PM IST
લગ્નમાં કોરોનાના નિયમો તૂટે નહીં તે માટે અનોખો પ્રયોગ, જાનૈયાને ઊંટ પર બેસાડી લઈ જવાયા
લગ્નમાં કોરોનાના નિયમો તૂટે નહીં તે માટે અનોખો પ્રયોગ, જાનૈયાને ઊંટ પર બેસાડી લઈ જવાયા Credit: Reuters

રાજસ્થાનના રણ પ્રદેશમાં રહેતા સમુદાયે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જાન લઈ જવા ઊંટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે

  • Share this:
કોરોના કાળમાં સંક્રમણ રોકવા માટે કેટલાક નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે. બસમાં કુલ ક્ષમતા કરતા 50 ટકા મુસાફરો ભરવાની જ છૂટ છે. લગ્ન સમારંભોમાં 31થી વધુ મહેમાનો હાજરી આપી શકે નહીં એવા પણ નિયમો બનાવાયા છે. આવા પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ ફરજિયાત છે.

તંત્ર લગ્ન પ્રસંગોમાં કડક નિયમનું પાલન કરાવી રહ્યું છે. ત્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં રહેતા સમુદાયે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જાન લઈ જવા ઊંટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મહેમાનોને પણ ઊંટના માધ્યમથી સમારંભના સ્થળે લઈ જવાય છે. ઊંટ પર જાન લઈ જવાની તેમની જૂની પરંપરા કામ આવી રહી છે.

30 એપ્રિલના રોજ પોખરણના બાંદેવા ગામથી 7 કિમી દૂર બારમેરના કુસુમ્બલા ખાતે જાનૈયાઓ ઊંટ પર ગયા હતા. આ સમારંભ અંગે વરરાજાના સંબંધી આનંદસિંહે કહ્યું, હા, આને સૈકા જૂની પરંપરાનું પુનર્જીવિત થવું કહી શકાય. મહેમાનોને દુલ્હનના ઘરે પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ તે 60 મિનિટ ખૂબ આકર્ષક હતી. કારણ કે, અમારી પર ખુલ્લું આકાશ હતું, જ્યારે નીચે રેતી ફેલાયેલી હતી.

આ પણ વાંચો - વર્લ્ડ એથ્લેટિક્સ ડે : બેસ્ટ ભારતીય એથ્લિટ્સ પર એક નજર, વિશ્વમાં વગાડ્યો છે ડંકો

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે કુલ 31 જાનૈયા હતા. દરેકને કુલ 15 ઊંટ પર બેસાડયા હતા. આ દરમિયાન કોરોનાના નિયમોનું પાલન થયું હતું. આ નિર્ણયથી મહેમાનોને 70નો દાયકો ફરી યાદ આવી ગયો. તેમણે દરેક પળને માણી હતી.

આ પ્રસંગ માટે ઊંટને પણ શણગાર કરાયો હતો. ઊંટને નાકમાં પિન, ઝાંઝર, આભલા જડિત કપડાં સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચ્યો છે. હવે વધુને વધુ લોકો લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને દુલ્હનને ત્યાં લઈ જવા ઊંટનો ઉપયોગ કરવા આગળ આવશે.અહીં ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઊંટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રાજસ્થાન સરકાર દ્વારા હાથ ધરાયેલી 20મી પશુધન ગણતરી મુજબ 2012માં ઊંટની સંખ્યા 3,25,713થી ઘટીને હવે 2,12,739 થઈ જવા પામી છે.

લોકહિત પશુ પાલક સંસ્થાનના ડિરેક્ટર હનવન્ત સિંઘ રાઠોરે IANSને જણાવ્યું હતું કે, આ પ્રાણીઓમાં કોઈને નફો ન દેખાતો હોવાથી યુવાનોને તેમની કાળજીમાં રસ નથી. કાર, જીપ સહિતના ટ્રાન્સપોર્ટેશનના નવા વિકલ્પ પણ મળ્યા છે. જેણે ઊંટનું સ્થાન લઈ લીધું છે. અત્યારે જાનૈયાઓને ઊંટ ઉપર લઈ જવાના ચલણના કારણે રણના જહાજ સમાન ઊંટના પાલનને વેગ મળશે.
First published: May 7, 2021, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading