Video : કીડીઓ કરી રહી હતી સોનાની ચેઇનની ચોરી, લોકોએ પૂછ્યું- કઇ કલમમાં થશે ધરપકડ?

News18 Gujarati
Updated: March 25, 2021, 3:59 PM IST
Video : કીડીઓ કરી રહી હતી સોનાની ચેઇનની ચોરી, લોકોએ પૂછ્યું- કઇ કલમમાં થશે ધરપકડ?
કીડીઓ કરી રહી હતી સોનાની ચેઇનની ચોરી, લોકોએ પૂછ્યું- કઇ કલમમાં થશે ધરપકડ?

સોશિયલ મીડિયા પર અજબ ગજબ વીડિયો વાયરલ થાય છે. ઘણા એવા વીડિયો હોય છે જેને જોયા પછી પોતાની આંખો પર વિશ્વાસ થતો નથી

  • Share this:
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર અજબ ગજબ વીડિયો વાયરલ થાય છે. ઘણા એવા વીડિયો હોય છે જેને જોયા પછી પોતાની આંખો પર વિશ્વાસ થતો નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને એકતરફ લોકો ચકિત થઈ રહ્યા છે તો બીજી તરફ તમને પ્રેરણા મળશે કે ઘણી સારી તાકાત એક સાથે મળી જાય તો કોઈપણ અશક્ય કામને શક્ય કરી શકાય છે.

આ વીડિયો આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ ટ્વિટ કર્યો છે. 15 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીડીઓ સોનાની ચેઈનને પોતાની સાથે લઈ જઈ રહી છે. આ વીડિયો ટ્વિટ કરીને આઈપીએસ કાબરાએ લખ્યું કે સૌથી નાના ગોલ્ડ સ્મગલર્સ. તમે આ વીડિયો અહીં જોઈ શકો છો.

આ પણ વાંચો - ક્રૂડના ભાવ હજુ વધે તેવી દહેશત, આ વખતે છે અજીબ પ્રકારનું કારણ



આઈપીએસ કાબરાના ટ્વિટર પર યતેન્દ્ર નાથ ઝાએ પૂછ્યું કે તમે તેની સામે આઈપીએસ કલમ અંતર્ગત કેસ નોંધશો. રવિ કુમાર ત્રિપાઠીએ લખ્યું કે આ નાના ચોર તો મોટા કામના લાગી રહ્યા છે. પોલીસ વારે ઘડીએ ફૂટેજ જોશે તો પણ સાચા આરોપીને પકડી શકશે નહીં. પુરુષોત્તમ વ્યાસે લખ્યું કે તમારી નજરોથી તો આ પણ ના બચી શક્યા.

સૌરભે લખ્યું કે આ એકતાની તાકાતનું સૌથી મોટું ઉદાહરણ છે. રિંકુએ લખ્યું કે કોશિશ કરનારની ક્યારેય હાર થતી નથી. રવિકાંતે લખ્યું છે કે આટલું તો અંગ્રેજોએ પણ લૂટ્યું હશે નહીં.
Published by: Ashish Goyal
First published: March 25, 2021, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading