ત્રિપુરામાં ઈન્દ્રદેવને ખુશ કરવા માટે બે દેડકાના લગ્ન કરાવાયા


Updated: May 7, 2021, 7:20 PM IST
ત્રિપુરામાં ઈન્દ્રદેવને ખુશ કરવા માટે બે દેડકાના લગ્ન કરાવાયા
ત્રિપુરામાં ઈન્દ્રદેવને ખુશ કરવા માટે બે દેડકાના લગ્ન કરાવાયા (Image credit: ANI)

બંને દેડકા લગ્નના કપડા પહેરેલા જોવા મળે છે, બે મહિલાઓએ દેડકાને લગ્ન કરાવવા માટે પકડી રાખ્યા છે, મેલ દેડકો ફિમેલ દેડકાના સેંથામાં સિંદૂર ભરે છે

  • Share this:
ત્રિપુરામાં આવેલ એક ગામમાં વરસાદ આવે તે માટે માટે ઈન્દ્રદેવને ખુશ કરવા માટે બે દેડકાના લગ્ન કરવામાં આવ્યા છે. પશ્ચિમ ત્રિપુરામાં ચાના બગીચાના શ્રમિકોએ બે દેડકાના લગ્નનું આયોજન કર્યું છે, જેને પરંપરાગત રીતે “બેંગર બિયે” તરીકે ઓળખવામાં આવે છે. બંને દેડકાઓને લગ્નના કપડા પહેરાવવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANIએ શૂટ કરેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને દેડકા લગ્નના કપડા પહેરેલા જોવા મળે છે. બે મહિલાઓએ દેડકાને લગ્ન કરાવવા માટે પકડી રાખ્યા છે. હિંદુ લગ્નની પરંપરા અનુસાર મેલ દેડકો ફિમેલ દેડકાના સેંથામાં સિંદૂર ભરે છે, જેથી દેડકીને દેડકાની પત્ની તરીકે દર્શાવી શકાય. આ પ્રકારનું દ્રશ્ય ભારત માટે નવુ નથી.

આ પણ વાંચો - લગ્નમાં કોરોનાના નિયમો તૂટે નહીં તે માટે અનોખો પ્રયોગ, જાનૈયાને ઊંટ પર બેસાડી લઈ જવાયા

રિપોર્ટ્સ અનુસાર હિન્દુ રિવાજમાં વરસાદના આગમન માટે ઈન્દ્ર દેવને ખુશ કરવા દેડકાના લગ્ન કરાવવામાં આવે છે. “બેંગર બિયે” સેરેમનીમાં દેડકાના લગ્ન કરાવવાથી ઈન્દ્રદેવ ખુશ થવાની ગ્રામજનોમાં આશા છે, જેથી વરસાદ થવાથી ચાના ખેતરો સુકાશે નહીં. મે 2019માં કર્ણાટકના ઉડુપીમાં બે દેડકાના લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેથી વરસાદ સારો થઈ શકે. પરંતુ વધુ પડતા વરસાદને કારણે લગ્નના બે મહિનામાં બે દેડકાના ડાયવોર્સ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2018માં ભાજપ નેતા લલિત યાદવે ઈન્દ્રદેવને શાંત કરવા માટે ‘અશાદ ઉત્સવ’ના ભાગરૂપે બે દેડકાના લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં હિન્દુ રીત-રિવાજ અનુસાર અનેક શાસ્ત્રોક્ત વિધિઓ કરવામાં આવે છે. લોકો માને છે કે દેડકાના લગ્ન કરાવવાથી સારો વરસાદ થાય છે અને જેના કારણે પાક પણ સારો થાય છે.
First published: May 7, 2021, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading