કારની કિંમત 3.5 લાખ રૂપિયા, અકસ્માત બાદ રિપેરિંગનો ખર્ચ 8 લાખ રૂપિયા!

News18 Gujarati
Updated: September 23, 2021, 2:49 PM IST
કારની કિંમત 3.5 લાખ રૂપિયા, અકસ્માત બાદ રિપેરિંગનો ખર્ચ 8 લાખ રૂપિયા!
પ્રતીકાત્મક તસવીર

Uttar Pradesh news: હકીકતમાં કાર માલિકના માલુમ ન હતું કે વીમા કંપનીની નજરમાં જે કારની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા છે, તેમાં કેટલા કિંમતી પાર્ટ્સ લાગેલા છે.

  • Share this:
સહારનપુર: ઘાટ કરતા ઘડામણ મોંઘું. આ કહેવાત તો તમે સાંભળી જ હશે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં એક અજીબ બનાવ સામે આવ્યો છે. વીમા કંપનીના કહેવા પ્રમાણે જે કારની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા છે, તેના સમારકામ (Car repairing charge) માટે વર્કશોપ તરફથી આઠ લાખ રૂપિયાનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. કારમાં પાણી ભરાઈ જવાને કારણે ખરાબી આવી હતી. વર્કશોપનું આ બિલ જોઈને વીમા કંપની (Insurance company) જ નહીં, કારનો માલિક પણ ચોંકી ગયો હતો. હકીકતમાં તેને માલુમ ન હતું કે વીમા કંપનીની નજરમાં જે કારની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા છે, તેમાં કેટલા કિંમતી પાર્ટ્સ લાગેલા છે. હવે કાર કંપનીના માલિકે વીમા કંપનીનો દરવાજો ખખડાવ્યો છે.

પત્રિકામાં છપાયેલા અહેવાલ પ્રમાણે સહારનપુરની સુંદર વિહાર કોલોનીમાં રહેતા મનોજ નારંગે (Manoj Narang) જણાવ્યું કે, તે પીજીઆઈ ચંદીગઢથી સહારનપુર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેની હોન્ડા સીટી કાર (Honda city car) એક ખાડામાં ઉતરી ગઈ હતી. કારમાં તેનો પુત્ર પણ સાથે હતો. બંનેને કોઈ ઈજા પહોંચી ન હતી પરંતુ કારને ઘણું નુકસાન થયું હતું. કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારમાં પાણી ભરાઈ ગયું હતું. કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી અને વર્કશોપ ખાતે મૂકવામાં આવી હતી.

બીજા દિવસે મનોજ વર્કશૉપ પહોંચ્યા તો તેઓ પરેશાન રહી ગયા હતા. હકીકતમાં તે એવું જાણવા પહોંચ્યા હતા કે જે અકસ્માતમાં તેમને અને તેના પુત્રને જરા પર ઈજા નથી પહોંચી તે કારના સમારકામ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત કેટલો સમય લાગશે. વર્કશોપ તરફથી જે બિલ બનાવવામાં આવ્યું તે જોઈને મનોજની આંખો ફાટી ગઈ હતી! વર્કશોપ પ્રમાણે કારના સમારકામ પાછળ આઠ લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જોકે, એ વાતથી પણ ઇન્કાર ન કરી શકાય કે બિલ 10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: ફૉક્સવેગનની કૉમ્પેક્ટ SUV ટાઇગુન ભારતમાં લૉંચ, જાણો કિંમત અને ફીચર્સની માહિતી

વર્કશોપ તરફથી આવો જવાબ મળ્યા બાદ મનોજે તેની વીમા કંપનીનો સંપર્ક કર્યો હતો. વીમા કંપનીના જણાવ્યા પ્રમાણે તેની કારની વર્તમાન કિંમત 3.5 લાખ રૂપિયા છે. આથી વર્કશોપનું બિલ જોઈને મનોજ દંગ રહી ગયા હતા. હવે તેમણે વીમા કંપનીનો દરવાજો ખખડાવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારના કેસમાં વીમા કંપની પણ કારના સમારકામ માટે હાથ ખંખેરી લેતી હોય છે. મોટાભાગના કેસમાં વીમા કંપની કાર માલિકને ટોટલ લોક એટલે કે પૂરી કિંમત આપી દેતા હોય છે.
Published by: Vinod Zankhaliya
First published: September 23, 2021, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading