Viral Video : એરપોર્ટ પર સામાન માટે રાહ જોઇ રહેલા લોકોની સામે અચાનક આવી ગઇ લાશ, ડરના કારણે હાલ થયા બેહાલ
News18 Gujarati Updated: May 24, 2022, 2:16 PM IST
Video of a body wrapped in paper on conveyor belt at airport went viral
સોશિયલ મીડિયા (Social Media) પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો રહેતો હોય છે. હાલમાં લંડન એરપોર્ટનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઇને તમે પણ ચોંકી જશો
સોશિયલ મીડિયા (
Social Media) એક એવું પ્લેટફોર્મ છે જેના પર કોઇ પણ કોન્ટેન્ટને વાયરલ થતા સમય નથી લાગતો. વીડિયો હોય કે કોઇ તસવીર તરત જ વાયુવેગે વાયરલ થઇ શકે છે. આવા વીડિયો ઘણી વખત લોકોને ચોંકાવનારા હોય છે. હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ (
Viral Video) થઇ રહ્યો છે જેને જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર આ વીડિયો લંડન એરપોર્ટ (
London Airport Viral Video) પરનો છે અને 2017 નો છે પરંતુ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે અને દુનિયાભરના લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. તો હવે તમને અમે જણાવી દઇએ કે આ વીડિયોમાં એવું તો શું છે...
આ પણ વાંચો -જ્વાળામુખી સંશોધન માટે વૈજ્ઞાનિકો કેવી રીતે એકત્રિત કરે છે લાવા? જુઓ Video
Viralhog નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે લંડન એરપોર્ટ પર લોકો પોતાના સામાનની રાહ જોઇ રહ્યા છે તેવામાં જ અચાનક તેમની સામે એક અજીબો ગરીબ સામાન આવી જાય છે જેને જોઇને કેટલાક લોકો ડરી જાય છે. આ વસ્તુ બબલ રૈપમાં પેક કરેલા એક મૃતદેહ જેવી લાગી રહી છે એજ કારણ છે કે લોકો તેનાથી ડરી રહ્યા છે.
આ પણ વાંચો -Viral: Siberiaમાં ખુલ્યો 'નરકનો દરવાજો', સદીઓની રાહ જોયા બાદ વિનાશ માટે તૈયાર!
વાયરલહોગ પ્રમાણે, આ વસ્તુ કોઇ લાશ નહીં પરંતુ એક મૂર્તી છે. આ મૂર્તીને એક વ્યક્તિએ સ્કોટલેન્ડથી ખરીદી હતી અને તેને પોતાની સાથે લંડન લઇ જઇ રહ્યો હતો. પોત પોતાના સામાન માટે રાહ જોઇ રહેલા લોકો આ પાર્સલને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વીડિયો હાલમાં ફરીથી આ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જે બાદથી જ વીડિયો ફરી વાયરલ થવાનું શરૂ થઇ ચુક્યુ છે. આ વીડિયોને 42 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે,.
Published by:
Bhavyata Gadkari
First published:
May 24, 2022, 2:16 PM IST