World’s oldest gorilla dies: વિશ્વના સૌથી વૃદ્ધ ગોરિલાનું મોત, કોરોનાને હરાવ્યો, પરદાદા બની ચૂક્યો હતો!

News18 Gujarati
Updated: January 27, 2022, 10:33 AM IST
World’s oldest gorilla dies: વિશ્વના સૌથી વૃદ્ધ ગોરિલાનું મોત, કોરોનાને હરાવ્યો, પરદાદા બની ચૂક્યો હતો!
ઓઝી નામના આ ગોરિલાને ગયા વર્ષે કોરોના પણ થયો હતો. (ફોટો: Twitter/@GAFollowers)

World’s oldest gorilla dies: જ્યોર્જિયા (Atlanta, Georgia)ના ઝૂ એટલાન્ટા (Zoo Atlanta)માં માતમ ફેલાયો છે કારણકે 61 વર્ષના ઓઝીએ (Ozzie Oldest Gorilla Dies in America) દુનિયાને અલવિદા કહી દીધું છે. 25 જાન્યુઆરીએ ઓઝી તેના કેરટેકર્સને મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

  • Share this:
World’s oldest gorilla dies: મનુષ્ય હોય કે પ્રાણી, કોઈના પણ મૃત્યુનું દુઃખ એટલું જ થાય છે. જે લોકોને પ્રાણીઓથી લગાવ હોય છે તેઓ આ વાત સારી રીતે સમજી શકશે. તાજેતરમાં જ દુનિયાના સૌથી વૃદ્ધ નર ગોરિલા (World’s Oldest Male Gorilla) અને ત્રીજા સૌથી વૃદ્ધ ગોરિલાનું અમેરિકા (Gorilla in American Zoo dies at 61) માં મૃત્યુ થઈ ગયું છે જેંથી એનિમલ લવર્સ (Animal Lovers)ને આંચકો લાગ્યો છે. આ ગોરિલાએ જીવનકાળમાં પોતાના પરપૌત્રના ચહેરા પણ જોઈ લીધા હતા અને કોરોનાને પણ હરાવ્યો હતો.

ડેઈલી સ્ટારની રિપોર્ટ મુજબ જ્યોર્જિયા (Atlanta, Georgia)ના ઝૂ એટલાન્ટા (Zoo Atlanta)માં માતમ ફેલાયો છે કારણકે 61 વર્ષના ઓઝીએ (Ozzie Oldest Gorilla Dies in America) દુનિયાને અલવિદા કહી દીધું છે. 25 જાન્યુઆરીએ ઓઝી તેના કેરટેકર્સને મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

રિપોર્ટ મુજબ, ગોરિલાની તબિયત ગયા ગુરુવારથી જ અત્યંત ખરાબ હતી અને તેણે જમવાનું ઓછું કરી નાખ્યું હતું. ત્યારથી જ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. છેલ્લા 24 કલાકમાં તેની તબિયત વધુ બગડી ગઈ અને તેનો ચહેરો ફૂલી ગયો. તે એટલો કમજોર થઈ ગયો હતો કે કંઈ ખાઈ-પી શકતો ન હતો.

આ પણ વાંચો: Australia: નાનીએ જ પોતાના દોહિત્રને આપ્યો જન્મ! ગર્ભાશય વગર પેદા થઈ હતી દીકરી

ઝૂ એટલાન્ટાના કર્મચારીઓએ શોક મનાવ્યો

હાલ ડોક્ટર્સને ઓઝીના મૃત્યુનું કારણ નથી જાણવા મળ્યું. ઝૂ એટલાન્ટાના પ્રમુખ અને સીઈઓ રેમન્ડ બી. કિંગના જણાવ્યા મુજબ, ઝૂ એટલાન્ટા માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. તેમણે કહ્યું- ‘અમે જાણતા હતા કે આ દિવસ ક્યારેક આવશે, પરંતુ કોઈ અમારા દુઃખનો અંદાજો નહીં લગાવી શકે જે અમને એક મહાન ગોરિલાને ગુમાવવાથી થયું છે.’ તેમણે ઉમેર્યું કે ગોરિલાની વસ્તી વધારવામાં ઓઝીએ ઘણું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમની પ્રજાતિ પ્રત્યે ડોકટરોમાં વધુ સમજણ વિકસાવવામાં પણ તેનો ફાળો મોટો છે.આ પણ વાંચો: આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેગ્નન્ટ મમી, પેટમાં મળ્યું હાડકા વિનાનું ભ્રૂણ

પરદાદા બની ચૂક્યો હતો

તમને જણાવી દઈએ કે વર્ષ 1988માં ફોર્ડ આફ્રિકન રેઈન ફોરેસ્ટ ખુલ્યા બાદ ઝૂ એટલાન્ટામાં આવતા ગોરિલાઓની અસલી પેઢીમાં ઓઝી ગોરિલાને સામેલ કરવામાં આવ્યો હતો. ઓઝીએ લાંબુ જીવન જીવ્યું છે. 61 વર્ષમાં તેણે પોતાના પરપૌત્રનો ચહેરો પણ જોયો હતો. તે પોતાની પાછળ એક પુત્રી, 3 પુત્રો, 1 પૌત્રી અને 1-1 પરપૌત્ર અને પરપૌત્રી છોડી ગયો છે. આ તમામ ગોરિલા ઝૂ એટલાન્ટામાં રહે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓઝી કોરોના (Gorilla Corona Positive) સંક્રમિત પણ થયો હતો પરંતુ તેણે કોવિડને હરાવ્યો હતો.
Published by: Nirali Dave
First published: January 27, 2022, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading