સુહાગરાત પર વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરનારાને માર્યો ઢોર માર

News18 Gujarati
Updated: January 23, 2018, 11:09 AM IST
સુહાગરાત પર વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરનારાને માર્યો ઢોર માર
સફેદ ચાદર પર જો લાલ ધબ્બા હોય તો દુલ્હન વર્જિનિટી ટેસ્ટમાં પાસ હોય છે.

સફેદ ચાદર પર જો લાલ ધબ્બા હોય તો દુલ્હન વર્જિનિટી ટેસ્ટમાં પાસ હોય છે.

  • Share this:
પુણે: સુહાગરાત પર નવ વધુનાં વર્જિનિટી ટેસ્ટ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા એક જૂથને ત્રણ સભ્યોને ઢોર માર માર્યો છે. સોર્સિસની માનીયે તો, આ ત્રણ સભ્યોને તેમનાં જ સમાજનાં લોકો (કંજરભટ)એ ઢોર માર્યો છે. અત્યાર સુધીમાં આ મામલે 40 લોકો વિરુદ્ધ FIR દાખલ થઇ છે.

મળતી માહિતી પ્રમાણે, પ્રશાંત અંકુશ ઇનદ્રેકરએ પિંપરી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, 'અમને એક લગ્નમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. હું મારા પરિવાર સાથે આ લગ્નમાં પહોચ્યો હતો. રાત્રે 9.00 વાગ્યે લગ્નનાં તમામ રિતી રિવાજ પૂર્ણ થયા બાદ સમાજનાં પંચાયતની બેઠક હતી. જેમાં તેમણે વર-વધુથી પૈસા લેવાનાં હતાં અને વધુનાં
કૌમાર્યની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો.'


ઇન્દ્રેકરે વધુમાં જણાવ્યું કે, આ સમયે મને જોઇ કેટલાંક યુવકો મારી પાસે આવ્યાં તે જાણતા હતાં કે હું આ પ્રથાની વિરોધમાં વ્હોટ્સએપ ગ્રુપ ચલાવું છું. તેમણે મારા પર ગુસ્સો કરવાનું શરૂ કરી દીધુ.

જોત જોતામાં 30-40 જેટલા લોકો ભેગા થઇ ગયા. આ જોઇ મારા સાથી જિતેન્દ્ર મચાલે અને પ્રસાંત વિજય તમાઇચિકર જે મારા બચાવમાં આવ્યા હતાં તેમને મારવાનું શરૂ કરી દીધુ. મે તેમને બચાવવાનો પ્રાયસ કર્યો તો તમામ 30-40 લોકોએ અમને પટ્ટે પટ્ટે માર્યા હતાં.

આ મામલે સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીધર જાધવે કહ્યું કે, અમને આ કેસમાં અમોલ ભટ અને મધુકર ભટની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. પ્રથાનાં નામ પર આ પ્રકારની ગુંડ્ડાગર્દી ખોટી છે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

આપને જણાવી દઇએ કે, પુણેનાં પ્રશાંત અંકુશ ઇન્દ્રેકર 'સ્ટોપ ધ વી વર્ચુઅલ' નામથી વ્હોટ્સએપ ગ્રુપ ચલાવે છે. આ ગ્રુપ દ્વારા તે કંજરભટ સમાજમાં પ્રચલિત નવ વધુની વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરિક્ષા) વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે.

શું છે પ્રથા ?
આ પ્રથા મુજબ, ગામની પંચાયતમાં નવવર અને નવવધૂ સુહાગરાત પર એક સફેદ ચાદર આપવામા આવે છે. જો આગામી દિવસે ચાદર પર જો લાલ ધબ્બા હોય તો દુલ્હન વર્જિનિટી ટેસ્ટમાં પાસ હોય છે. જો  એમ ન બને તો નવવધૂએ પૂર્વમાં શારીરિક સંબંધ બાધ્યા હોવાનો તેનાં પર આરોપ લાગી જાય છે.

આ પહેલા પણ બની હતી આવી ઘટના
આ પહેલાં આવું જ કંઇક પુણેનાં વિશ્રાંતવાડીમાં થયુ હતું. અહીં કૌમાર્ય તપાસ થયા બાદ લગ્નનાં મંડપમાં યુવતીનાં પિતાને પંચાયતનાં લોકો સામક્ષ પંચોને પૈસા આપીને લગ્ન અધિકૃત કરાવવા
પડ્યા હતાં.
Published by: Margi Pandya
First published: January 23, 2018, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading