પૂર્વ ધારાસભ્યે ક્રોંગ્રેસ પર લગાવ્યો રૂપિયા લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ, સાંભળો વાયરલ ઓડિયો ક્લિપ
News18 Gujarati Updated: November 17, 2022, 2:49 PM IST
કામિની બા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે.
Gujarat Congress Politics: કામિનીબાએ આ વાયરલ ઓડિયો અંગે જણાવતા કહ્યુ કે, 'પક્ષે જે રીતે એક મહિલા સાથે વર્તન કર્યું છે તેનાથી મને દુખ છે. પહેલા મારી જોડે એક કરોડની માંગણી કરી.'
ગાંધીનગર: જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિરોધ દર્શાવ્યો છે. દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દેવામાં આવી છે. આ સાથે દહેગામના કોગ્રેસના પૂર્વ ધારસભ્ય કામિની બાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે, કામિની બા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે.
કામિનીબાએ આ વાયરલ ઓડિયો અંગે જણાવતા કહ્યુ કે, 'પક્ષે જે રીતે એક મહિલા સાથે વર્તન કર્યું છે તેનાથી મને દુખ છે. પહેલા મારી જોડે એક કરોડની માંગણી કરાઇ પછી 70 લાખ કીધા અને મેં કહ્યું 70 લાખ નહીં તો મારી પાસે 50 લાખની માંગણી કરી છે. મને કહેવામાં આવ્યુ હતુ કે, તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઇનલ નહીં થાય. બહેન, અમારી વાતો ચાલી રહી છે. જેથી તમે પૈસા આપશો પછી જ ફાઇનલ થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હું હંમેશા પક્ષ માટે વફાદાર રહી છું. આજે મને દુખ થાય છે કે, મારી પાસેથી પૈસાની માંગણી ન સંતોષાઇ તો તેમણે બીજાને ટિકિટ આપી છે, એટલે આ ટિકિટ વેચી છે.'
દહેગામ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંનેનું પ્રભુત્વ રહ્યુ છે. કોઈ સમય કોંગ્રેસ તો કોઈ સમય ભાજપ પાસે હોય છે.
આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના સમર્થકોએ લોબીંગ કરી શહેરની મહાસુખલાલ નાથજીભાઈની વાડી ખાતે ભેગા થયા હતા અને કામિનીબાને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ માંગણી કરી હતી.
Published by:
Kaushal Pancholi
First published:
November 17, 2022, 2:41 PM IST