ગાંધીનગર: કેમ આ ઉમેદવારે ફોર્મમાં અટક-પિતાના નામનો નથી કર્યો ઉલ્લેખ, જાણો કારણ
News18 Gujarati Updated: November 18, 2022, 4:50 PM IST
ગાંધીનગર દક્ષિણ બેઠકના અપક્ષ ઉમેવાર જાતિ-જ્ઞાતિના વાડાથી દૂર રહ્યા છે.
Gujarat assembly election 2022: ગાંધીનગર દક્ષિણ બેઠકના અપક્ષ ઉમેવાર જાતિ-જ્ઞાતિના વાડાથી દૂર રહ્યા છે. અપક્ષ ઉમેદવાર રાજવીરે એફિડેવિટમાં ફક્ત પોતાના નામનો ઉપયોગ કર્યો છે.
ગાંધીનગર: ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો જાતિ-જ્ઞાતિના નામે વોટ માગે છે. ઉમેદવારો વિવિધ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર કરતાં હોય છે, ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકના અપક્ષ ઉમેવાર જાતિ-જ્ઞાતિના વાડાથી દૂર રહ્યા છે. અપક્ષ ઉમેદવાર રાજવીરે એફિડેવિટમાં ફક્ત પોતાના નામનો ઉપયોગ કર્યો છે. તેમણે ક્યાંય તેમના પિતાનું નામ અથવા તો અટકનો ઉપયોગ કર્યો નથી. આ વાતને લઇને અપક્ષ ઉમેદવાર રાજવીર ચર્ચામાં આવ્યા છે.
જાતિ-જ્ઞાતિના નામે વોટ માગવાની પ્રથા નાબુદ કરવા માગે છે
જાતિ-જ્ઞાતિ કે પિતાના નામનો ઉલ્લેખ કર્યા વગર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રાજવીરને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેઓ આ જાતિ-જ્ઞાતિના નામે વોટ માગવાની પ્રથા નાબુદ કરવા માગે છે. સાથે જ ચૂંટણી પ્રચારની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ઘણા બધા મુદ્દા છે, જેને લઈને તેઓ લોકો વચ્ચે જશે. તેમણે કહ્યું કે, અસંગઠીત મજૂરોને મદદ કરવાની વાત હોય, આર્થિક, સામાજીક ન્યાય અપાવવા સહિતના મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈશ.
આ પણ વાંચો: અમદાવાદની તમામ બેઠકો પર કમળ ખીલવવા ભાજપે ખેલ્યો છે મોટો દાવ
'જાતિ-જ્ઞાતિના નામે વોટ માંગવા નથી'
ચાંદખેડા વિસ્તારમાં રહેતા રાજવીર પ્રવીણચંદ્ર ઉપાધ્યાયએ ગાંધીનગર દક્ષિણથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ રાજવીરે નોમિનેશનમાં માત્ર તેમનું નામ રાજવીર જ લખાવ્યું છે. પપ્પાનું નામ, સરનેમ,, જ્ઞાતિ, ધર્મ ફોર્મમાં લખ્યું નથી. તેમણે એફિડેવિટમાં પણ માત્ર રાજવીર લખાવ્યું છે. સવાલએ થાય કે રાજવીરે તેમની જ્ઞાતિ, તેમની સરનેમ, પપ્પાનું નામ શા માટે લખાવ્યું નથી. હવે રાજવીર એક નવો ચીલો ચાતરવા માંગી રહ્યા છે. તેમનું ઉદ્દેશ્ય છે કે, જ્ઞાતિ જાતિના નામે વોટ માંગવા નથી. એટલા માટે તેમણે જ્ઞાતિ-જાતિનો સમાવેશ તેના ફોર્મમાં કર્યો નથી.જોકે, આજે સોગંદનામુ ચેક કરવાની એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજવીરનું ફોર્મ મંજૂર કરી લેવામાં આવ્યું છે. એટલે રાજવીર જ્ઞાતિ, ધર્મના નામે નહીં પરંતુ નીચલા વર્ગના લોકોનો વિકાસ થાય તેવા મુદ્દાઓ સાથે લોકો પાસે વોટ માંગવા જશે.
Published by:
Azhar Patangwala
First published:
November 18, 2022, 4:50 PM IST