ગાંધીનગરમાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન શરુ


Updated: November 25, 2022, 1:26 PM IST
ગાંધીનગરમાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન શરુ
25થી 28 નવેમ્બર દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાશે

Gujarat assembly election 2022: ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ 25થી 28 નવેમ્બર દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાશે.

  • Share this:
ગાંધીનગર: જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન શરુ થયું છે. અહીં 25થી 28 નવેમ્બર દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાશે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આજથી 28મી સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના 9થી સાંજના 5 કલાક દરમિયાન પાંચ વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલા સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

આ મુદ્દે બેલેટ પેપર, ડમી બેલેટ અને ગેરહાજર મતદારોના નોડલ અધિકારી વાય.એસ.ચૌધરીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિક મતદાન કરવાના પોતાના અમૂલ્ય અધિકારથી વંચિત ન રહે તેવું આયોજન ચૂંટણી પંચ કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યરત તમામ અધિકારીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓ પાસે નિયત નમૂનામાં ફોર્મ 12-ડી મંગાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને પાંચે વિધાનસભા બેઠકો પર નિયત તારીખ અને સમય પર બેલેટ પેપરથી મતદાન યોજાનાર છે.

આ પણ વાંચો: વાપી: ભાજપે વાપીમાં શુકનિયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું, કેમ છે લકી?

ક્યાં કઇ તારીખે મતદાન કરવાનું રહેશે? 

34- દહેગામમાં 25મી નવેમ્બરના રોજ  જી.એમ.એન. આર્ટ્સ એન્ડ એમ.બી.પટેલ કોલેજ ઓફ કોમર્સ ખાતે35- ગાંધીનગર દક્ષિણમાં 26 અને 27મી નવેમ્બરે સરકારી કોમર્સ કોલેજ, સેકટર- 15, ગાંધીનગર ખાતે
3- ગાંધીનગર ઉત્તરમાં 27મી નવેમ્બરના રોજ ઇ.સી. વિભાગ, બ્લોક નંબર-2, સરકારી ઇજનેરી કોલેજ, સેકટર- 28 ગાંધીનગર ખાતે
37- માણસામાં 28મી નવેમ્બરના રોજ એસ.ટી.આર્ટસ એન્ડ બી.આર.કોર્મસ કોલેજ, માણસા ખાતે
જ્યારે કલોલમાં 26 અને 27મી નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકૂળ, સઇજ, કલોલ- મહેસાણા હાઇવે, કલોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે.
Published by: Azhar Patangwala
First published: November 25, 2022, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading