Gujarat BJP Candidate Full List: ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ

News18 Gujarati
Updated: November 10, 2022, 2:34 PM IST
Gujarat BJP Candidate Full List: ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ
ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ

Gujarat BJP Candidates full list 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી.

  • Share this:
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપના ઉમેદવારોની યાદી



પહેલા ફેઝનાં 84 નામ જાહેર


પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.

બીજા ફેઝના ઉમેદવારોના નામની યાદી


બીજા ફેઝમાં ઇડર રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, વિરમગામમાંથી હાર્દિક પટેલ, એલિસબ્રિજમાંથી અમિતભાઇ શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ જગદીશ પંચાલ, બાપુનગર રાજેન્દ્રસિંહ ખુસવા, દરિયાપુર કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે.

ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદી 2022











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































ક્રમ જિલ્લો બેઠક ભાજપ
1 કચ્છ અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
2 કચ્છ માંડવી અનિરુદ્ધ દવે
3 કચ્છ ભુજ કેશવલાલ પટેલ
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
7 બનાસકાંઠા વાવ સ્વરુપજી ઠાકોર
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી
9 બનાસકાંઠા ધાનેરા ભગવાનજી ચૌધરી
10 બનાસકાંઠા દાંતા(ST) લધુભાઈ પારઘી
11 બનાસકાંઠા વડગામ(SC) મણિભાઈ વાઘેલા
12 બનાસકાંઠા પાલનપુર અનિકેતભાઈ ઠાકર
13 બનાસકાંઠા ડીસા પ્રવીણ માળી
14 બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ
15 બનાસકાંઠા કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા
16 પાટણ રાધનપુર   બાકી
17 પાટણ ચાણસમા દિલીપ ઠાકોર
18 પાટણ પાટણ   બાકી
19 પાટણ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત
20 મહેસાણા ખેરાલુ   બાકી
21 મહેસાણા ઊંઝા કિરીટ પટેલ
22 મહેસાણા વિસનગર ઋષિકેશ પટેલ
23 મહેસાણા બહુચરાજી સુખાજી ઠાકોર
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી
25 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ
26 મહેસાણા વિજાપુર રમણ પટેલ
27 સાબરકાંઠા હિંમતનગર   બાકી
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
30 સાબરકાંઠા પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર
31 અરવલ્લી ભિલોડા પી સી બરંડા
32 અરવલ્લી મોડાસા ભીખુભાઈ પરમાર
33 અરવલ્લી બાયડ ભીખીબેન પરમાર
34 ગાંધીનગર દહેગામ બલરાજસિંહ ચૌહાણ
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ   બાકી
37 ગાંધીનગર માણસા   બાકી
38 ગાંધીનગર કલોલ   બાકી
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ
40 અમદાવાદ સાણંદ કનુભાઈ પટેલ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા   બાકી
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા ડો.પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી
59 અમદાવાદ ધંધુકા કાળુ ડાભી
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પરષોત્તમ પરમાર
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા
62 સુરેન્દ્રનગર વઢવાણ જિજ્ઞા પંડ્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા
66 મોરબી ટંકારા દુર્લભજી દેથરિયા
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
70 રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુબેન બાબરીયા
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા
75 રાજકોટ ધોરાજી  બાકી
76 જામનગર કાલાવાડ(SC) મેઘજી ચાવડા
77 જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ
78 જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા
79 જામનગર જામનગર સાઉથ દિવ્યેશ અકબરી
80 જામનગર જામજોધપુર ચિમન સાપરિયા
81 દ્વારકા ખંભાળિયા   બાકી
82 દ્વારકા દ્વારકા પબુભા માણેક
83 પોરબંદર પોરબંદર બાબુ બોખરીયા
84 પોરબંદર કુતિયાણા   બાકી
85 જૂનાગઢ માણાવદર જવાહર ચાવડા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા
87 જૂનાગઢ વિસાવદર હર્ષદ રિબડિયા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ
89 જૂનાગઢ માંગરોળ ભગવાન કરગઠિયા
90 ગીર સોમનાથ સોમનાથ માનસિંહ પરમાર
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ
92 ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ
94 અમરેલી ધારી જે.વી કાકડીયા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા
96 અમરેલી લાઠી જનક તડાવિયા
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ
100 ભાવનગર તળાજા   બાકી
101 ભાવનગર ગારિયાધાર   બાકી
102 ભાવનગર પાલિતાણા   બાકી
103 ભાવનગર ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
104 ભાવનગર ભાવનગર ઈસ્ટ   બાકી
105 ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
107 બોટાદ બોટાદ ઘનશ્યામ વિરાણી
108 આણંદ ખંભાત મહેશભાઈ રાવલ
109 આણંદ બોરસદ રમણભાઈ સોલંકી
110 આણંદ આંકલાવ ગુલાબસિંહ પઢિયાર
111 આણંદ ઉમરેઠ ગોંવિદ પરમાર
112 આણંદ આણંદ યોગેશ પટેલ
113 આણંદ પેટલાદ   બાકી
114 આણંદ સોજીત્રા વિપુલ પટેલ
115 ખેડા માતર કલ્પેશ પરમાર
116 ખેડા નડિયાદ પંકજ દેસાઈ
117 ખેડા મહેમદાવાદ   બાકી
118 ખેડા મહુધા સંજયસિંહ મહિડા
119 ખેડા ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર
120 ખેડા કપડવંજ રાજેશકુમાર ઝાલા
121 ખેડા બાલાસિનોર માનસિંહ ચૌહાણ
122 મહીસાગર લુણાવાડા જિજ્ઞેશકુમાર સેવક
123 મહીસાગર સંતરામપુર(ST) કુબેરભાઈ ડિંડોર
124 પંચમહાલ શહેરા જેઠાભાઈ આહિર
125 પંચમહાલ મોરવાહડફ(ST) નિમિષા સુથાર
126 પંચમહાલ ગોધરા સી.કે.રાઉલ
127 પંચમહાલ કલોલ ફતેસિંહ ચૌહાણ
128 પંચમહાલ હાલોલ જયદ્રથસિંહ પરમાર
129 દાહોદ ફતેપુરા(ST) રમેશ કટારા
130 દાહોદ ઝાલોદ(ST)   બાકી
131 દાહોદ લીમખેડા(ST) શૈલેશ ભાભોર
132 દાહોદ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી
133 દાહોદ ગરબાડા(ST)   બાકી
134 દાહોદ દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
135 વડોદરા સાવલી કેતન ઇનામદાર
136 વડોદરા વાઘોડિયા અશ્વિન પટેલ
137 વડોદરા ડભોઈ શૈલેષ મહેતા
138 વડોદરા વડોદરા સિટી (SC) મનિષા વકીલ
139 વડોદરા સયાજીગંજ   બાકી
140 વડોદરા અકોટા ચૈતન્ય દેસાઈ
141 વડોદરા રાવપુરા બાલકૃષ્ણ શુક્લ
142 વડોદરા માંજલપુર   બાકી
143 વડોદરા પાદરા ચૈતન્ય ઝાલા
144 વડોદરા કરજણ અક્ષય પટેલ
145 છોટાઉદેપુર છોટાઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા
146 છોટાઉદેપુર પાવી જેતપુર(ST)   બાકી
147 છોટાઉદેપુર સંખેડા(ST) અભેસિંહ તડવી
148 નર્મદા નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
149 નર્મદા દેડિયાપાડા (ST)   બાકી
150 ભરૂચ જંબુસર ડી.કે. સ્વામી
151 ભરૂચ વાગરા અરુણસિંહ રાણા
152 ભરૂચ ઝગડિયા(ST) દીપેશ વસાવા
153 ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી
154 ભરૂચ અંકલેશ્વર ઇશ્વર પટેલ
155 સુરત ઓલપાડ મુકેશ પટેલ
156 સુરત માંગરોળ ગણપત વસાવા
157 સુરત માંડવી (ST) કુવરજી હળપતિ
158 સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા
159 સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા
160 સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી
162 સુરત કરંજ પ્રવિણ ઘોઘારી
163 સુરત લિંબાયત સંગીતા પાટીલ
164 સુરત ઉધના મનુ પટેલ
165 સુરત મજૂરા હર્ષ સંઘવી
166 સુરત કતારગામ વિનુ મોરડિયા
167 સુરત સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
168 સુરત ચોર્યાસી   બાકી
169 સુરત બારડોલી(SC) ઇશ્વર પરમાર
170 સુરત મહુવા (ST) મોહન ડોડિયા
171 તાપી વ્યારા (ST) મોહન કોંકણી
172 તાપી નિઝર (ST) જયરામ ગામિત
173 ડાંગ ડાંગ (ST) વિજય પટેલ
174 નવસારી જાલોલપોર રમેશ પટેલ
175 નવસારી નવસારી રાકેશ દેસાઈ
176 નવસારી ગણદેવી(ST) નરેશ પટેલ
177 નવસારી વાંસદા(ST) પિયુષ પટેલ
178 વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ
179 વલસાડ વલસાડ ભરત પટેલ
180 વલસાડ પારડી કનુ દેસાઇ
181 વલસાડ કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
182 વલસાડ ઉમરગામ(ST) રમણલાલ પાટકર

1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

આ પણ વાંચો: live: ગુજરાત ચૂંટણી માટે ભાજપનાં આ ઉમેદવારોને ટિકિટ ફાઇનલનાં આવ્યાં ફોન

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
Published by: Samrat Bauddh
First published: November 10, 2022, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading