ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે મોટાભાગની બેઠકો પર નવા ચહેરાઓને મહોર મારવામાં આવી છે. જેના કારણે ભાજપમાંથી 13 નેતાઓએ બળવો પોકાર્યો છે. ભાજપનાં નામે ચૂંટણી લડનારા એક સિટિંગ, ચાર પૂર્વ ધારાસભ્યોએ કમળ સામે મોરચો માંડ્યો છે. ભાજપે 7 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ પર કરવાનું જણાવ્યુ છે.
આ સસ્પેન્ડ કરવાનું જો ગણિત સમજીએ તો, વાઘોડિયાનાં મધુ શ્રીવાસ્તવ અને પાદરાનાં દિનુ મામા તરીકે ઓળખાતા દિનેશ પટેલે પક્ષ કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે નાંદોદ, પારડી, કેશોદ, રાજકોટ ગ્રામ્ય, ધાનેરા અને વાઘોડિયાનાં મતક્ષેત્રો નવા સીમાંકન બાદ ભાજપનાં ગઢ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભાજપનાં મોટા નેતાઓએ ડેમેડ કંટ્રોલ માટે ઘણી મહેનત કરી હતી.
જોકે, તેમાં કોઇ વધારે ફેર પડ્યો નથી. ત્યારે નાંદોદથી હર્ષદ વસાવા, કેશોદથી અરવિંદ લાડાણી, ઘ્રાંગઘ્રાથી છત્રસિંહ ગુંજારિયા, પારડીછી કેતન પટેલ, રાજકોટ ગ્રામ્યમાંથી ભરત ચાવડા, સોમનાથથી ઉદય શાહ અને રાજુલાથી કરણભાઇ બારૈયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ કાર્યકર્તાઓએ તેમનો આ વીડિયો વાયરલ કરવાની પણ સલાહ આપી છે. તેમણે વિવાદીત વીડિયોમાં જણાવ્યુ છે કે, 'એક વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ધ્યાન પર મૂકવાની છે. કોઇના બાપથી બીતા નહીં અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. આ જે ધાકધમકી દેવાવાળા નીકળ્યા છે ને એ બધાના ડબ્બા ગુલ કરી કાઢવાનો છું. યેન કેન પ્રકારે માહોલ ડહોળવા નીકળ્યા છે ત્યારે સમાજે ધ્યાન રાખવું પડે. તમે ખાલી જાફરાબાદનુ સાચવી લેજો, બાકી બધું મારા પર મૂકી દો. બધુ પતી ગયું છે બધાના ડબ્બા ગુલ થઇ ગયા છે.'