ગુજરાત ચૂંટણી: ગાંધીનગરમાં ગુરૂવારે એકપણ ફોર્મ ન ભરાયું, 85 ફોર્મનું થયું વિતરણ


Updated: November 11, 2022, 7:36 AM IST
ગુજરાત ચૂંટણી: ગાંધીનગરમાં ગુરૂવારે એકપણ ફોર્મ ન ભરાયું, 85 ફોર્મનું થયું વિતરણ
ગાંધીનગર જિલ્લામાં ગુરુવારથી ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો છે.

સૌથી વઘુ ઉમેદવારી પત્રોનું વિતરણ ૩૭- માણસા વિઘાનસભા મતદાર વિભાગમાંથી થયુ છે. સૌથી ઓછા ૧૨ ઉમેદવારી પત્રોનું વિતરણ ૩૮- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં થયુ છે.

  • Share this:
ગાંધીનગર : જિલ્લાની પાંચ વિઘાનસભા મતવિભાગમાં ગુરૂવારથી ઉમેદવારી પત્ર ભરાવવાનો પ્રારંભ થયો છે. તા. ૧૦મી નવેમ્બર રોજ પાંચ વિઘાનસભા મતવિભાગમાંથી કુલ- ૮૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં સૌથી વઘુ ઉમેદવારી પત્રોનું વિતરણ ૩૭- માણસા વિઘાનસભા મતદાર વિભાગમાંથી થયુ છે. સૌથી ઓછા ૧૨ ઉમેદવારી પત્રોનું વિતરણ ૩૮- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં થયુ છે.

ગાંધીનગર જિલ્લામાં ગુરુવારથી ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો છે. ઉમેદવારી પત્ર તા. ૧૦ થી ૧૭ મી નવેમ્બર, ૨૦૨૨ સુઘી ( જાહેર રજા સિવાય) મેળવી શકાશે. તેમજ ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે.
ઉમેદવારી પત્ર મેળવવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક દરમ્યાન રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોંગ્રેસે અડધી રાત્રે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિઘાનસભા મતવિભાગના ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૮ નવેમ્બર ના સવારના ૧૧.૦૦ વાગ્યાથી કરવામાં આવશે.  ને ૨૧ નવેમ્બર ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ રજૂ કરવાની રહેશે. મતદાન આગામી પાંચ ડીસેમ્બર ના રોજ સવારના ૮.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક વચ્ચે થશે.

આ પણ વાંચો : અલ્પેશના નામની જાહેરાત પહેલા તેમના વિરુદ્ધ સંમેલન યોજાયુંગાંધીનગર જિલ્લાની ૩૪- દહેગામ, ૩૫- ગાંધીનગર(દ), ૩૬- ગાંધીનગર, ૩૭- માણસા અને ૩૮- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં ગુરૂવારે ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો હતો.

બપોરના ૩.૦૦ કલાક સુઘીમાં કુલ- ૮૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે.


જેમાં દહેગામ વિઘાનસભા મતવિભાગમાં ૧૬ ,  ગાંધીનગર(દ) વિઘાનસભા મત વિભાગમાં ૧૫, ગાંધીનગર(ઉ) વિઘાનસભા મતવિભાગમાં ૧૮,  માણસા વિઘાનસભા મતવિભાગમાં ૨૪ અને કલોલ વિઘાનસભા મતવિભાગમાં ૧૨ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે.  જોકે ગુરૂવારના દિવસમાં એકપણ ઉમેદવારી પત્ર ભરાયા નથી.
Published by: Kaushal Pancholi
First published: November 11, 2022, 7:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading