LIVE NOW

Gujarat Election Live: પ્રચંડ પ્રચાર: ખેરાલુમાં અમિત શાહે કોંગ્રેસ પર કર્યા મોટા પ્રહાર, 'તેમણે ગુજરાતને પીંખવાનું કામ કર્યું'

Gujarat Political updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે તેઓ ભાવનગર, કચ્છ, જામનગર અને રાજકોટમાં વિવિધ સભાઓને સંબોધશે.

gujarati.news18.com | November 28, 2022, 3:17 PM IST
facebook Twitter Linkedin
Last Updated November 28, 2022
auto-refresh
2:39 pm (IST)
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યુ કે, 'સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા માટે રિયાસતોને એક કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીની મૂળભૂત વિચારધારા છે 'ભાગલા પાડો ને રાજ કરો છે'. તેમને જાતિવાદ, ભાગલા પાડો છોડવું પડશે નહીં તો જનતા તેમને નહીં સ્વીકારે. આ ઉપરાંત તેમણે મેધા પાટકર અને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કરતા જણાવ્યુ કે, જેમણે નર્મદાનાં નીર લોકો સુધી પહોંચતા અટકાવ્યા તેમના ખભા પર હાથ મુકીને જે ફોટા પડાવે, કદમથી કદમ મિલાતે, તેને ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે.'

 


12:15 pm (IST)
અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલા અને યુવાનોને અપીલ કરતા જણાવ્યુ કે, તમે પરિવારના તમામ સભ્યોને આમ આદમી પાર્ટીને વોટ કરવાનું કહો. મહિલાઓ વોટ આપી રહી છે કારણ કે, દેશમાં પહેલીવાર એવી પાર્ટી આવી છે કે જે કહે છે કે અમે તમને મોંઘવારીથી છૂટકારો અપાવી દઇશું. મહિલાઓ વીજળીનાં બિલથી છૂટકારો અને દરેક મહિલાના ખાતામાં એક હજાર મળશે. આ ઉપરાંત તેમને કહ્યુ કે, બેરોજગારોને માસિક ભથ્થું આપવામાં આવશે. આ સાથે તેમણે લખીને ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે. 


11:53 am (IST)
ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસે ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર માટે મત માગ્યા હતા. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માગ્યા હતા. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ગઇકાલે વામૈયા ગામમાં તેમની સભા યોજાઇ હતી. આ સભાની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવારની સભામાં હાજર રહ્યા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા હતા. આ ઘટનાએ રાજકીય ચર્ચા જગાડી હતી

9:42 am (IST)
કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના આપનાં ઉમેદવાર વસંત ખેલાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેમણે એક વીડિયો પણ બનાવીને કહ્યું છે કે, તેઓ આપ પક્ષ છોડી રહ્યા છે અને દેશ હિતમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ બાદ તેમનો ભાજપના હોદ્દેદારો સાથે ખેસ પહેરતો ફોટો પણ સામે આવ્યો હતો. આ બાદ કચ્છમાં અબડાસાના પ્રભારી અને કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે, સવારથી જ વસંત ખેલાણી ગુમ હતા. તેમના ઘરે પણ તેઓ ન હતા. તેમનો ફોન પણ બંધ આવતો હતો. તેમણે આ અંગે ભાજપના લોકો પર અપહરણ કર્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્ચુ કે, બીજેપી અમારા ઉમેદવારોને શારીરિક, માનસિક અને ભાવનાત્મક દબાણ પણ કરે છે. બીજી તરફ કચ્છ જિલ્લા પોલીસ વડાએ અપહરણની વાતને નકારી હતી અને તેઓ જાતે જ ગયા હોવાનું જણાવ્યુ હતું. નોંધનીય છે કે, સુરતમાં પણ પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા ફોર્મ ભર્યા બાદથી આ રીતે ગુમ થઈ ગયા હતા. જે બાદ બીજા દિવસે તેઓ અચાનક નોડલ ઓફિસર સમક્ષ આવીને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. 

 

Load More
ગાંધીનગર: આગામી ચૂંટણી અનુસંધાને મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ પ્રચારકો, કાર્યકર્તાઓએ સબંધિત મત વિસ્તાર છોડી જવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેનો ભંગ કરનાર સામે આઇપીસી કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, જામનગર અને રાજકોટમાં વિવિધ સભાઓને સંબોધશે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે મહેસાણા અને અમદાવાદમાં જાહેર સભાઓને સંબોધશે. સભા પહેલા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મહેસાણા, વડોદરા, અરવલ્લી અને અમદાવાદમાં જાહેર સભાને સંબોધિત કરશે. સવારે 10:00 કલાકે ખેરાલુ, મહેસાણામાં બપોરે 12:00 કલાકે, સાવલી, વડોદરામાં બપોરે 2 કલાકે, ભિલોડા અરવલ્લીમાં રાત્રે 8:00 વાગે વાડજ, અમદાવાદમાં સભાને સંબોધિત કરશે.
corona virus btn
corona virus btn
Loading