Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

Drone Technology: ગુજરાતમાં ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ કરવાનો પ્રથમ પ્રયોગ, જાણો ખેડૂતોને કેટલી સહાય મળશે


Updated: August 5, 2022, 12:01 PM IST
Drone Technology: ગુજરાતમાં ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ કરવાનો પ્રથમ પ્રયોગ, જાણો ખેડૂતોને કેટલી સહાય મળશે
ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરાવી

Nano Urea Spraying: કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

  • Share this:
ગાંધીનગર: કૃષિ ક્ષેત્રે દેશ અને રાજ્યનો અતિ મહત્વકાંક્ષી ડ્રોન પ્રોજેક્ટ (Drone Project)નો પ્રારંભ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના હસ્તે ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામે કરવામાં આવ્યો હતો. ઇફકો દ્વારા સંશોધન કરવામાં આવેલ નેનો યુરિયાને (Nano Urea spraying via Drone) ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતોના ખેતરમાં છંટકાવ કરી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પ્રારંભ કાર્યક્રમમાં ઇકોના ચેરમેન દિલીપ સંઘાણી (Dilip Sanghani) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન ડ્રોન ટેક્નોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેક્નોલોજી અપનાવે તેવા શુભ આશયથીથી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મૂકવામા આવી છે.

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ. 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજનામાં કુલ ૧.૪૦ લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. આ યોજના હેઠળ ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.૫૦૦/- સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો: ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે રાહત

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા આયોજીત ડ્રોન ટેકનોલોજી ઇફકો નેના યુરિયા છટકાવ યોજનાનો પ્રારંભ થયો છે. આપણે બધા નસીબદાર છીએ કે આપણને નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું છે. દરેકે દરેક ક્ષેત્રે આગળ કેવી રીતે આવી શકે તે માટે ના પ્રયત્નો નરેન્દ્ર ભાઈ કરી રહ્યા છે. આજે કોરોના જેવી મહામારી આવી ત્યારે મોટા મોટા દેશો એ તેમની પ્રજાને તેમના હાલ પર છોડી દીધી હતી ત્યારે નરેન્દ્ર ભાઈ એ પ્રજાની ચિંતા કરી છે. આજે પણ અહીંયા થી નેનો યુરિયા ડ્રોનથી છટકાવ કરવાનો પ્રારંભ કર્યો છે."

આ પણ વાંચો: વડોદરા- શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૂ પીવડાવ્યો!આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ નેનો યુરિયા ડ્રોન છટકવાનો પ્રયોગ ગુજરાતમાં થઈ રહ્યો છે, તે માટે હું મુખ્યમંત્રીને અભિનંદ આપું છું. નેનો યુરિયાનું વિશ્વમાં પહેલી વખત સંશોધન ભારતમાં  કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ અનેક પડાવમાંથી પ્રસાર થયો છે. દેશના પ્રગતિશીલ ખેડૂતોને બોલાવી પ્રયોગ કરવામાં આવ્યા હતા. 11 હજાર ખેડૂતોએ પ્રયોગ કર્યા હતા. દેશના અલગ અલગ 6 સિઝનના પાક પર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ માટે દેશના 84 પાક પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને મંજૂરી આપવામાં આવી છે."
Published by: Vinod Zankhaliya
First published: August 5, 2022, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading