Gujarat Assembly election 2022: સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણમાં કોનો હાથ? જાણો કોનું, ક્યા ચાલ્યું લોબિંગ


Updated: November 11, 2022, 7:14 AM IST
Gujarat Assembly election 2022: સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણમાં કોનો હાથ? જાણો કોનું, ક્યા ચાલ્યું લોબિંગ
સૌરાષ્ટ્રમાં હવે જૂના જોગીઓનો દબદબો ખતમ

Gujarat election 2022: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપે આજે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.  જેમાં પહેલા તબક્કાના 83 જયારે બીજા તબક્કાના 77 ઉમેદવારોને ભાજપે ચુંટણી જંગમાં ઉતાર્યા છે.

  • Share this:
Gujarat election: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપે આજે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.  જેમાં પહેલા તબક્કાના 83 જયારે બીજા તબક્કાના 77 ઉમેદવારોને ભાજપે ચુંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, સૌરાષ્ટ્રમાં હવે જૂના જોગીઓનો દબદબો ખતમ થયો છે. સૌરાષ્ટ્રમાં ઘણા જૂના ચહેરાઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. ભાજપે હવે સૌરાષ્ટ્રમાં નવી પ્રણાલી શરૂ કરવાનો પ્રયાસ કરી મોટાભાગના યુવા ઉમેદવારોને સ્થાન આપ્યું છે. રાજકોટ શહેરની ચાર બેઠક સિનિયર નેતાની બાદબાકી કરવામાં આવી છે.

લાંબા સમયથી ચાલતી અટકળો સાચી ઠરી


ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી યાદી મુજબ મોરબી દુર્ઘટનામાં તાત્કાલિક લોકોની મદદે આવેલી કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. વધુમા લાંબા સમયથી ચાલતી અટકળો સાચી ઠરી છે, કારણ કે, જામનગર ઉત્તર બેઠક ઉપર હકુભાને પડતા મુકી રિવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ શહેરની ચાર બેઠકો પરથી સિનિયર નેતાની બાદબાકી કરી નવા ચહેરાને સ્થાન અપાયું છે.

આ પણ વાંચો: પહેલા નામ જાહેર તો થવા દો! કોંગ્રેસની જાહેરાત પહેલાં આ ધારાસભ્યએ રજૂ કર્યું ઉમેદવારી પત્રક

સૌરાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ આપી


બીજી બાજુ ભાજપે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ભગવાન બારડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. તે જ રીતે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ નવા ચહેરાઓ અને ખાસ સંઘ સાથે કનેકશન ધરાવતા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની કુલ 8 બેઠકમાંથી 7 બેઠકના ઉમેદવારોના નામ પર સત્તાવાર મહોર લગાવી દેવામાં આવી છે. જ્યારે ધોરાજી બેઠક ઉપર કોને ટિકિટ આપવામાં આવે છે તે અંગે અવઢવ જામી છે.

રાજકોટની ચાર બેઠકોમાં ધુરધરોનું લોબિંગ


રાજકોટની ચાર બેઠકો પર ધુરંધરોનું લોબિંગ ચાલ્યું છે, આ સાથે જ રાજકોટની ચાર બેઠકોમાં ધુરધરોનું લો્બિંગ ચાલ્યું છે. તેઓની મહેનત રંગ લાવી હોય તેમ રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને રાજકોટના એક પૂર્વ ધારાસભ્યએ લો્બિંગ કર્યું હતું. જેને લઇને ઉદય કાનગડને ટિકિટ મળી છે. રાજકોટ પશ્ચિમ બેઠકમાં વિજય રૂપાણીનું આંતરિક લો્બિંગ ચાલ્યું છે. આ પશ્ચિમ બેઠક પર જૈન સમાજના ઉમેદવાર ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. ડો.દર્શિતા શાહને સંધ અને એક્ટિવ પોલિટિક્સ તેમજ વિજય રૂપાણીનું આંતરિક લો્બિંગ ટિકિટ માટે ચાલ્યું છે.

આ પણ વાંચો: આ 22 બેઠકો પર ફસાયેલો છે ભાજપનો પેચ! PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ મળી


આ સાથે જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના લોબિંગને પગલે રાજકોટ દક્ષિણ બેઠક પર ગોવિંદ પટેલને વિરામ આપી અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, નરેશ પટેલ દિલ્લી PMને મળ્યા હતા અને અમદાવાદમાં અમિત શાહને પણ મળ્યા હતા. તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની બે ટર્મની કામગીરીની કદર કરી તેમને ટિકિટ આપવામાં આવી છે.
Published by: Vimal Prajapati
First published: November 10, 2022, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading