અર્જુન મોઢવાડિયાએ સી.આર.પાટીલને કર્યો સવાલ, તમે ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી?


Updated: October 12, 2021, 8:18 PM IST
અર્જુન મોઢવાડિયાએ સી.આર.પાટીલને કર્યો સવાલ, તમે ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી?
અર્જુન મોઢવાડિયા (ફાઇલ ફોટો)

પેજ પ્રમુખને નોકરી આપવાનું સી.આર.પાટીલનું નિવેદન ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું -કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા

  • Share this:
અમદાવાદ : પેજ પ્રમુખોને નોકરી આપવાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (gujarat bjp president cr patil) નિવેદનને ગુજરાતના (Gujarat)અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Pradesh Congress)સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia)જણાવ્યું હતું કે ભાજપનો પોતાનો જ દાવો છે કે અમે રાજ્યના તમામ 45,000 બુથ માટે બુથ કમિટી બનાવી છે. એ ઉપરાંત દરેક બુથમાં 30 પેજ પ્રમુખો પણ બનાવ્યા છે. દરેક બુથની પણ પેજ કમિટી બનાવી છે. આ રીતે ગણતરી કરીએ તો કુલ સંખ્યા 14 લાખથી પણ વધુ થઈ જાય છે. ઉપરાંત ભાજપના જ દાવા પ્રમાણે ગુજરાતમાં તેમના સભ્યોની સંખ્યા 1 કરોડ છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે મારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુછવાનું છે કે તમે ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી? સરકારી નોકરી અપાવી હોય તો કઈ ભરતી અંતર્ગત કઈ પરીક્ષામાં પાસ કરાવીને અપાવી? મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર કંઈ ભાજપ કે સી.આર.પાટીલની પેઢી નથી. આ ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી ચુંટાયેલ સરકાર છે. ભારતીય બંધારણથી બંધાયેલ સરકાર છે. એ માત્ર કોઈને પણ માત્ર ભાજપના સભ્ય હોવાની લાયકાતના આધારે નોકરી આપીને ગુજરાતના લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ના કરી શકે!

આ પણ વાંચો - સુરત : વીર નર્મદ યુનિવર્સિટીમાં નવરાત્રીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત

ગુજરાતમાં સરકારી અને અર્ઘ સરકારી કર્મચારીઓની જે કુલ જગ્યા મળીને પણ 15 લાખ થતી નથી. તો શું સી.આર.પાટીલ આ બધી જગ્યાઓ પર માત્ર ભાજપના પેજ પ્રમુખોને જ નોકરી આપવા માંગે છે? તો ગુજરાતના લાયકાત ધરાવતા એ યુવાનોનું શું જેઓ નોકરી માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે, વતન અને પરિવારથી દુર રહી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. માતા-પિતા પેટે પાટા બાંધીને પણ તેમને ભણાવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવા નિવેદનો આપતા ગુજરાતના આ યુવાનોને તેમના સવાલોના જવાબ આપવા જોઈએ.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે મારી ભાજપના સભ્યોને પણ વિનંતી છે કે તમારા પરિવારમાંથી કોઈને નોકરી ના મળતી હોય તો સી.આર.પાટીલને ફોન કરીને માંગ કરો મારા દિકરાને નોકરી અપાવો, પછી નોકરી મળે છે કે નહીં એ જાહેરમાં આવીને કહે! એટલે આવા જુઠાણાઓ, આવા ખોટા તર્કો આપીને જનતા સાથે છેતરપિંડી ભારતીય જનતા પાર્ટીએ બંધ કરવી જોઈએ.
Published by: Ashish Goyal
First published: October 12, 2021, 8:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading