શું કોંગ્રસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે કન્ફ્યૂઝ છે?


Updated: June 26, 2021, 9:49 PM IST
શું કોંગ્રસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે કન્ફ્યૂઝ છે?
શું કોંગ્રસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે કન્ફ્યૂઝ છે?

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા છે પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ ગુજરાતના નવા સુકાની માટે કોઇની પસંદગી કરી શકી નથી

  • Share this:
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પક્ષના નવા પ્રમુખ એટલે કે સુકાની કોણ હશે. તેમજ વિપક્ષ નેતા કોણ હશે તે નામ પર છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલી રહી છે. વર્તમાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા છે પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ ગુજરાતના નવા સુકાની માટે કોઇની પસંદગી કરી શકી નથી. વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવા પણ હજુ કન્ફ્યૂઝ હોય તેમ લાગી રહી છે.

ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી હાલ ચર્ચામાં છે. ચર્ચા ચાલી છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો તાજ કોના માથે મુકવો, કારણ કે પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત સિનીયર નેતાઓ પ્રમુખ માટે દાવેદારી કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના એક જૂથનો બીજો સૂર ઉઠ્યો છે કે દિલ્હી હાઇ કમાન્ડે નવા વ્યક્તિને ચાન્સ આપવો જોઇએ. માત્ર બે ચાર નેતાઓ જ જો પાર્ટી પ્રમુખ તરીકે રીપીટ થતા રહેશે તો નવા કોઇ ચહેરા આગળ વધી શકશે નહીં.

આ પણ વાંચો - સુરત : મહિલાએ દમણ અને દારૂની બોટલ ઉપર ગાયેલું ભજન વાયરલ, જુઓ Video

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા નરેશ રાવલના ઘરે અનેક નેતાઓની બંધ બારણે બેઠક મળી હતી. તેમાથી અનેક સૂર બહાર આવ્યા હતા કે ગુજરાતની વર્તમાન પરિસ્થિતની વાચા આપવા માટે ગુજરાતમાંથી એક પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકત કરવી જોઇએ અને નવા પ્રમુખ, પ્રભારી તેમજ વિપક્ષ નેતાની પસંદગી કરવી જોઇએ.

સિનીયર નેતાઓ કે જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એમને પ્રમુખ ના બનાવવા ચર્ચા પણ ચાલી રહી છે. જેમા ખાસ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયાને પ્રમુખ બનાવવામાં ના આવે એવી રજૂઆત આવી છે. આ સાથે શક્તિસિંહ ગોહિલ અને સિધ્ધાર્થ પટેલને પણ પ્રમુખ ના બનાવવા માંગ ઉઠી છે. પૂર્વ પ્રમુખો પરિણામ નથી આપી શક્યા તો નવાને ચાન્સ આપવાનો મંતવ્ય રજૂ કરાયો હતો.
કોંગ્રેસ નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષના નામની 3-3 ની પેનલ તૈયાર કરી છે. પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ ઠાકોર, નારણ રાઠવા અને નરેશ રાવલનું પેનલમાં નામ મુકાયું છે. નેતા વિપક્ષ માટે શૈલેષ પરમાર, વિરજી ઠુમ્મર અને પૂંજાભાઈ વંશનું નામ મુકવામા આવ્યું છે. જો હાઇકમાન્ડ સૂચનો માંગે તો આ નામો આપવા નક્કી કરાયું છે.
Published by: Ashish Goyal
First published: June 26, 2021, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading