Defy એ 50 ક્લાકની બેટરી લાઇફ સાથે Gravity Z TWS, ઇયરબડ્સ લોન્ચ કર્યા, જાણો ફિચર્સ
News18 Gujarati Updated: July 1, 2022, 1:39 PM IST
Defy Gravity Z
Gravity Z TWS બડ્સમાં બ્લૂટૂથ વી 5.2 કનેક્ટવિટી મળે છે. તેને વોટર રેઝિસ્ટન્ટ માટે IPX4 રેટિંગ મળે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની નવી ટકાઉ TWS ઇયરબડ્સ 50 કલાકનું પ્લેબેક ટાઇમ આપે છે.
નવી દિલ્હી: Defy એ 50 કલાકની બેટરી લાઇફની સાથે
Gravity Z TWS ઇયરબડ્સ લોન્ચ કર્યો છે. તેમાં એક ક્વોડ માઇક એનવાયરનમેન્ટવ નોઇઝ કેન્સિલેશન
(ENC) આપવામાં આવ્યો છે. જે કોલ રિસ્પોન્સ કરવાં અને આસ-પાસમાં થઇ રહલાં આસપાસનાં નોઇઝને પણ કેન્સલ કર્યાની પરમિશન આપે છે. ડેફી
Gravity Z માં
13MM ની ડાયનેમિક ડ્રાઇવર્સ છે. જે એક પાવરફુલ બાઝ એક્સપીરિયન્સ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
Gravity Z TWS બડ્સમાં બ્લૂટૂથ વી 5.2 કનેક્ટવિટી મળે છે. તેને વોટર રેઝિસ્ટન્ટ માટે
IPX4 રેટિંગ મળે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની નવી ટકાઉ
TWS ઇયરબડ્સ 50 કલાકનું પ્લેબેક ટાઇમ આપે છે.
Defy Gravity Z બડ્સની કિંમતDefy Gravity Z TWS ઇયરબડ્સની કિંમત ભારતમાં રૂ. 2,699 છે, પરંતુ તે કંપનીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર રૂ. 999ની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. આ ઑફર મર્યાદિત સમય માટે છે અને આ ઑફર કેટલો સમય ચાલશે તે વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઇયરબડ્સ બ્લેક ફ્યુરી, બ્લુ ઇમ્પલ્સ, ટીલ એક્વા અને વ્હાઇટ પ્યુરિટી કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
Defy Gravity Z નાં ફીચર્સ
Defy Gravity Z 50ms ઓછી લેટન્સી સાથે આવે છે અને બ્લૂટૂથ લેગ ઘટાડે છે. તે પ્રો ગેમિંગ અનુભવ માટે ઑડિઓ અને વિડિયોને સિંક્રનાઇઝ કરે છે. TWS ઇયરબડ્સમાં ટચ કંટ્રોલની સુવિધા છે, જે વપરાશકર્તાઓને ટ્રેક બદલવા, વોલ્યુમ એડજસ્ટ કરવા, કોલનો જવાબ આપવા અથવા રીડેક્ટ કરવા અને વૉઇસ સહાયકોને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
ડેફી બ્રિસ્ક ચાર્જિંગ
આ ઇયરબડ્સ સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. તે બ્લૂટૂથ v5.2 કનેક્ટિવિટીથી સજ્જ છે. તેમાં 50 કલાકનો બેટરી બેકઅપ છે, જે ચાર્જિંગની સમસ્યાને ઓછો કરે છે અને તેમાં Defy Brisk ચાર્જિંગ પણ છે, જે ચાર્જિંગની 10 મિનિટમાં 3 કલાકનો બેટરી બેકઅપ આપે છે. તે IPX4 પાણી અને પરસેવો પ્રતિરોધક છે. ઇયરબડ્સ અડધા ઇન-ઇયર ડિઝાઇન ધરાવે છે. તેમાં કોલ માટે ENC ટેક્નોલોજીથી સજ્જ ચાર માઇક્રોફોન છે.
Published by:
Margi Pandya
First published:
July 1, 2022, 12:15 PM IST