ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારતી નથી: સી. આર. પાટીલ
News18 Gujarati Updated: November 14, 2022, 5:38 PM IST
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે: સી.આર.પાટીલ
Gujarat adhiveshan: ગુજરાત અધિવેશનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણના મોટા ચહેરાઓ આજે ન્યૂઝ18 ઇન્ડિયાના 'ગુજરાત અધિવેશન'માં એક મંચ પર ભેગા થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ટોચના રાજકીય નેતાઓ જોડાઇ રહ્યા છે અને ગુજરાત ચૂંટણીને લગતા મુખ્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ રહી છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પાક્કી છે: સી.આર.પાટીલ
ગુજરાત અધિવેશનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે. પાટીલે કહ્યું, ભાજપ કાર્યકરોના આધારે ચાલનારી પાર્ટી છે. જેના લીધે ભાજપ ચૂંટણી જીતશે.
નરેન્દ્ર મોદી અમારા બ્રહ્માસ્ત્ર છે: પાટીલ
ગુજરાત અધિવેશનમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે છેલ્લી વિધાનસભાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, 2017ની વાત અલગ છે, તે સમયે આંદોલન ચાલી રહ્યું હતું, તેનો થોડો નુકસાન ફાયદો મળ્યો, અમે 9% સીટો ગુમાવી, બહુ વધારે નહીં. જે રીતે હોબાળો થયો છે. જો કોઇ ગુજરાતીઓના સપના પૂરા કરી શકે છે તો તે નરેન્દ્ર મોદી છે, આ અમારી પાસે બ્રહ્માસ્ત્ર છે.
આ પણ વાંચો: કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે દેખાય છે: અલ્પેશ ઠાકોર
'ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારતી નથી'
ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સંભાવનાઓને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, અમે કોઈની અવગણના કરતા નથી. ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારતી નથી. આ સાથે જ તેમણે વિપક્ષી પાર્ટીના વચનો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 22 વર્ષના છોકરાઓને પેન્શન આપવું યોગ્ય નથી. પેન્શન 60 વર્ષ પછી આપવાનું શરૂ કરવું જોઈએ. 22 વર્ષના છોકરાને પેન્શન આપવું એ યુવાધનનો નાશ કરવા સમાન છે.
Published by:
Azhar Patangwala
First published:
November 14, 2022, 5:38 PM IST