અમદાવાદ : ખેતી બેંકની ચૂંટણી, 18 બેઠકોમાંથી 14 બેઠકો સાથે પ્રથમવાર ભાજપની સ્પષ્ટ બહુમતી


Updated: August 7, 2021, 7:55 PM IST
અમદાવાદ : ખેતી બેંકની ચૂંટણી, 18 બેઠકોમાંથી 14 બેઠકો સાથે પ્રથમવાર ભાજપની સ્પષ્ટ બહુમતી
અમદાવાદ : ખેતી બેંકની ચૂંટણી, 18 બેઠકોમાંથી 14 બેઠકો સાથે પ્રથમવાર ભાજપની સ્પષ્ટ બહુમતી

Kheti Bank election - ભાજપ દ્વારા ગત ટર્મમાં કોંગ્રેસ પાસે રહેલી વડોદરા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર સુરત તથા અમદાવાદ બેઠક કબજે કરવામાં આવી

  • Share this:
અમદાવાદ : ખેતી બેંકની ચૂંટણીમાં (Kheti Bank Election)ભાજપને (BJP) સ્પષ્ટ બહુમતી મળી છે. ગુજરાત ભાજપના સહકાર સેલના સંયોજક બિપીન પટેલે જણાવ્યું હતું કે ભાજપાના અધ્યક્ષ સી.આર પાટીલ (CR Patil) સાહેબના માર્ગદર્શન અને તેમની સલાહ સુચન મુજબ તાજેતરમાં યોજાયેલ ખેતીબેંકની (Kheti Bank)ચૂંટણીમાં કુલ 18 બેઠકોમાંથી 14 બેઠકો ભાજપને ફાળે આવેલી છે. જયારે ફક્ત 4 બેઠકો જ કોંગ્રેસના ફાળે ગઇ છે. જેમાં અગાઉ 11 બેઠકો બિનહરીફ થયેલ હતી જેમાં 9 બેઠકો ભાજપને તેમજ 2 બેઠકો કોંગ્રેસને મળી હતી. બાકીની 7 બેઠકોની ચૂંટણી આજરોજ ખેતીબેંક ખાતે ચૂંટણી સત્તાધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ હતી. જેનું પરિણામ જાહેર થતાં 5 બેઠકો ભાજપને અને 2 બેઠકો કોંગ્રેસને મળી છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસને અમરેલી, બનાસકાંઠા, ખેડા અને ભાવનગર બેઠક મળી છે. જયારે 14 બેઠકો ઉપર ભાજપનો જવલંત વિજય થતાં બેંકના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે બેંકનું બોર્ડ બનેલ છે. ભાજપ દ્વારા ગત ટર્મમાં કોંગ્રેસ પાસે રહેલી વડોદરા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર સુરત તથા અમદાવાદ બેઠક કબજે કરવામાં આવી છે. બેંકની ગત ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી અને ભાજપ પાસે 7 બેઠકો હતી. પરંતુ તે સમયે કોંગ્રેસના સભ્યોના સમર્થનથી ભાજપના ચેરમેન તથા વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા હતા.

આ પણ વાંચો - 6.5 કરોડ નોકરીયાત માટે ખુશખબરી, આ વખતે PF ખાતામાં આવશે વધારે પૈસા, EPFOએ આપી જાણકારી

ભાજપના ચૂંટાયેલ ડિરેક્ટરો

1. ડોલરભાઇ કોટેચા
2. જશાભાઇ બારડ3. જેઠાભાઇ ભરવાડ
4. બ્રિજરાજસિંહ જાડેજા
5. મંગળસિંહ પરમાર
6. કાનભા ગોહિલ
7. જીવાભાઇ આહિર
8. ગણપતસિંહ સોલંકી
9. હરદેવસિંહ જાડેજા
10. ફલજીભાઇ પટેલ
11. સુરેશભાઇ પટેલ
12. અનિરૂધ્ધભાઇ દવે
13. રામજીભાઇ ચૌધરી
14. જીગ્નેશકુમાર ઠાકોર

કોંગ્રેસના ચૂંટાયેલ ડિરેક્ટરો

1. વિરજીભાઇ ઠુમર
2. કિશોરસિંહ કે.ગોહીલ
3. ગોવાભાઇ દેસાઇ
4. નટવરસિંહ મહીડા
Published by: Ashish Goyal
First published: August 7, 2021, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading