મનપાના કરાર આધારિત કર્મચારીએ જાતે માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોને મફત આપ્યા


Updated: May 2, 2020, 5:01 PM IST
મનપાના કરાર આધારિત કર્મચારીએ જાતે માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોને મફત આપ્યા
મનપાના કરાર આધારિત કર્મચારીએ જાતે માસ્ક સીવીને જરૂરિયાતમંદ લોકોને મફત આપ્યા

ઉમદા કામગીરી બદલ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે અભિનંદન પાઠવ્યા

  • Share this:
રાજકોટ : લોકો ઘરમાં રહીને જ કોરોના સામેના જંગમાં અસરકારક ઉકેલ મનાતા લોકડાઉનની વ્યવસ્થાને સફળ બનાવે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારુ રહે તે માટે સરકારી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ સતત કોરોના જેવા જોખમી વાયરસ વચ્ચે રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની સત્તાવાર ફરજો ઉપરાંત પણ સામાજિક અને નૈતિક જવાબદારી સમજી પોતાની આગવી કર્તવ્યનિષ્ઠા વડે આગવું ઉદાહરણ સમાજ સામે પેશ કરતા હોય છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ ફરજ સાથે પોતાના સામાજિક ઉતરદાયિત્વ સાથે નાગરિકોને સહાયતા પણ કરે છે.

આવું જ એક ઉદાહરણ સામે વોર્ડ નં. 18ના વસ્તી ગણતરી વિભાગમાં કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રોહિત હરેશભાઈ પરમાર પુરુ પાડ્યું છે. ઈસ્ટ ઝોનના સહાયક કમિશનર વી.એસ.પ્રજાપતિ તથા વોર્ડ ઓફિસર નીરજભાઈ રાજ્યગુરુના માર્ગદર્શન અને સહાયતા હેઠળ આ કપરી પરિસ્થિતિમાં પોતાનું નહિ પણ લોકોનો વિચાર કરી પોતે જાતે માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે માસ્કનું વિતરણ કર્યું છેય તેમની આ ઉમદા કામગીરી બદલ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો - રાજકોટ : જંગલેશ્વર કોરોના મુક્ત થાય તે માટે પોલીસ અધિકારીઓએ કરી જંગલેશ્વર મહાદેવની પૂજા

મેયર અને મ્યુનિ.કમિશનરે ગર્વની લાગણી સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, રોહિત પરમાર આગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસની ફરજ બજાવતા હતા. હાલ મનપાના વોર્ડ નં. 18 માં વસ્તી ગણતરી વિભાગમાં કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ પર ફરજ બજાવે છે. જ્યારથી ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી વોર્ડ નં. 18 ના વોર્ડ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી કે જરૂરિયાતમંદ લોકોને આપણે કંઇક મદદ કરવી જોઈએ. તે સમયે રોહિત પરમારે કહ્યું કે હું દરજી કામ જાણું છુ, એટલે લોકોને માસ્ક બનાવીને વિતરણ કરીએ. આ પછી રોહિતભાઈને જરૂરી સામગ્રીઓ એકત્રિત કરી આપેલ અને રોહિતે પોતે જાતે માસ્ક બનાવવાનું શરુ કર્યું હતું. અત્યાર સુધીમાં કુલ 350 જેટલા માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે વિતરણ કરી સમાજને અને શહેરને કોરોના વાયરસથી બચાવવામાં યથોચિત ફાળો આપ્યો છે.
Published by: Ashish Goyal
First published: May 2, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading